________________
પંપયુગ
૧૫
જાય છે.” કવિ નાગચન્દ્રની આ ઉક્તિ પંપ પર જ ચરિતાર્થ થાય છે. પંપસંદેશ સરસ્વતીની સાધનામાં પ્રવૃત્ત કવિ વિરલ જ છે.
કન્નડ સાહિત્યનો આદિ કવિ પંપ ઈસુની દસમી સદીનો પ્રતિભાવંત વિશિષ્ટ રચનાકાર છે. તેને નવયુગનો પ્રવર્તક પણ માનવામાં આવે છે. આ જ યુગમાં પ્રબંધશૈલીનો ઉત્કર્ષ થયો. આથી આ કાળને કન્નડ સાહિત્યનો સ્વર્ણ યુગ કહેવામાં આવે છે. લગભગ દસમી સદીના મધ્ય કાળથી લઈને બે સદીઓ સુધી મહાકવિ અને આદિકવિ પંપનો કન્નડ સાહિત્ય પર અમીટ પ્રભાવ હતો. આથી આ યુગનું નામ “પંપયુગ' પડી ગયું છે. બારમી સદીના અંતમાં કન્નડ સાહિત્યમાં કવિ હરિહરનો પ્રાદુર્ભાવ થાય છે અને તેની સાથે જ કન્નડ સાહિત્યનો “નવયુગ” શરૂ થાય છે. પંપના અસાધારણ કવિવ્યક્તિત્વનો પ્રભાવ આ યુગમાં પણ અવશ્ય રહ્યો છે, છતાં પણ આ બંનેની વચ્ચેનો કાળ જ કન્નડમાં પંપયુગના નામે વિખ્યાત છે. આનાથી જ આદિકવિ પંપના કૃતિત્વનો મહિમા જાણી શકાય છે.
પંપની બે પ્રધાન રચનાઓ છે – આદિપુરાણ અને વિક્રમાર્જુનવિજય. આ બંને ક્રમશઃ ત્રણ તથા છ મહિનામાં પૂરી થઈ હતી. આદિપુરાણ તીર્થંકરના જીવન સાથે સંબંધ ધરાવે છે. આમાં આદિ તીર્થકરનું જીવનચરિત્ર વિસ્તારથી અંકિત છે. કેટલાય જન્મોમાં તેમણે જે ભોગનો અનુભવ કર્યો હતો, તેની સ્મૃતિથી તેઓ એ નિષ્કર્ષ પર પહોંચ્યા કે ભોગલાલસાનો કોઈ અંત નથી. ન સ્વર્ગમાં, કે ન મર્યલોકમાં તૃષ્ણાની પૂર્તિ થઈ શકે છે. આ તૃષ્ણા બુઝાય કેમ? આ બધી વાતોનો ઊંડો વિચાર કરતાં તેઓ કેવલ્ય પદની પ્રાપ્તિ માટે તપસ્યા કરવા વન તરફ નીકળી પડે છે. આમાં આદિનાથના સુપુત્ર ભરત અને બાહુબલીના પ્રસંગો પણ ખૂબ ભાવપૂર્ણ રીતે અંકિત કરવામાં આવ્યા છે. આદિનાથની દીક્ષા પછી ભારત સમ્રાટ થયો. પોતાના ચક્રરત્નના પ્રતાપથી તે છએ ખંડો પર પોતાનું પ્રભુત્વ સ્થાપિત કરવામાં સમર્થ થયો. પરંતુ તેને પોતાના ભાઈઓનો વિરોધ પણ સહેવો પડ્યો. ભરતે તેમને પોતાને અધીન કરવા ઈચ્છયું. પરંતુ તેઓ રાજ્યભોગથી પૂર્ણ વિરક્ત થઈ તપસાધનામાં લીન થઈ ગયા. ભાઈઓનો આ વૈરાગ્ય ભરતને વિસ્મયકારક પ્રતીત થયો. બાહુબલી સાથે લડતી વખતે ભરત દષ્ટિયુદ્ધ, જલયુદ્ધ તથા મલ્લયુદ્ધ ત્રણેમાં પરાસ્ત થયો. અંતે તેણે બાહુબલી પર ચક્રરત્નનો પ્રયોગ કર્યો. આનાથી બાહુબલીનું કોઈ અહિત ન થયું. પરંતુ મોટા ભાઈના આ વ્યવહારથી ખિન્ન થઈને
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org