________________
૧૦
કન્નડ જૈન સાહિત્યનો ઈતિહાસ
છે કે તે યુગમાં મહારાષ્ટ્રીય ભાષાએ કન્નડને વધારે દક્ષિણ તરફ ધકેલી નહોતી. ઈ.સ.ની ૧૭મી સદીના કવિ નંજુઓ આ પદની વ્યાખ્યા આ મુજબ કરી છે – “કાવેરીથી ગોદાવરી સુધી વસુધાતલમાં ફેલાયેલ કન્નડ જનપદ (કર્ણાટક જનપદ) વર્ણનાતીત છે.'
કવિરાજમાર્ગમાં કન્નડ જનપદનો મધ્યવર્તી ભાગ અર્થાત્ પટ્ટકલ્સ કોઘલ, લભેશ્વર વગેરેને શુદ્ધ કન્નડ પ્રદેશ માનવામાં આવ્યો છે. આ જ રીતે કન્નડ ભાષાભાષીઓને સૂક્ષ્મ બુદ્ધિસંપન્ન તથા કાવ્યગત દોષોને ઓળખવામાં તીણમતિ કહેવામાં આવ્યા છે. સાથે સાથે જ તેમાં કન્નડ ભાષાના ઉત્તર-દક્ષિણ બે ભેદ પણ બતાવવામાં આવ્યા છે. ઉદાહરણ સ્વરૂપ તેમાં અલગ-અલગ શબ્દભેદ પણ નિરૂપિત છે. બેદંડે તથા ચત્તાણ નામની દ્વિવિધ પદ્યશૈલીઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કંદ, વૃત્ત કે એક-એક જાતિના નામ બદડે તથા કેટલાક કંદ, વૃત્ત, અક્ષર, ચૌપદી, ગીતિકા અને ત્રિપદી વગેરેનું નામ ચત્તાણ કહેવામાં આવ્યું છે. કવિરાજમાર્ગની ભાષા જૂની કન્નડ છે. કંદ જ આમાં પ્રયુક્ત મુખ્ય છંદ છે. આમાં ગીતિકા અને સંસ્કૃતના વર્ણવૃત્તોનો પ્રયોગ વિરલ છે અને પ્રત્યેક પરિચ્છેદના અંતે ગદ્યનો વ્યવહાર પરિલક્ષિત થાય છે. કન્નડનો આદ્ય ગ્રંથ કવિરાજમાર્ગ કન્નડ સાહિત્યના ઈતિહાસની નાંદી બનીને આગળની કન્નડ પરંપરાના ધેર્યોત્સાહ માટે આકર થયો. વસ્તુતઃ આ ગ્રંથ કન્નડ ભાષા-ભાષીઓ માટે ગૌરવની વસ્તુ છે. આમાં તત્કાલીન કન્નડ ભાષાભાષીઓનો પરિચય ખૂબ જ સુંદર રીતે આપવામાં આવ્યો છે. કોઈ પણ ભાષામાં એક લક્ષણ ગ્રંથ રચવામાં આવતાં પહેલાં તે ભાષામાં અચાન્ય ગ્રંથો રચવામાં આવ્યા હોવાનું પણ સર્વથા અનિવાર્ય છે. આ નિયમાનુસાર નૃપતુંગે પોતાની બહુમૂલ્ય કૃતિમાં પોતાનાથી પહેલાંના અનેક કવિઓનાં માત્ર નામ જ નથી આપ્યા, પરંતુ તે પૂર્વ કવિઓનાં પદ્ય પણ ઉદ્ધત કર્યા છે. અસગ, ગુણનંદિ અને ગુણવર્મ
કેશિરાજના વ્યાકરણમાં આ કવિઓનો ઉલ્લેખ મળે છે. પોન્ન કવિનું કથન છે કે અસગ કન્નડ કવિઓમાં સો ગણા પ્રતિભાશાળી હતા. ગુણનંદિ અને ગુણવર્મનો કાળ ઈ.સ.૯૦૦ માનવામાં આવ્યો છે. નૃપતુંગે આ કવિઓનો ઉલ્લેખ નથી કર્યો, આથી તે પરવર્તીકાળના પ્રતીત થાય છે. મલ્લિકાર્જુને પોતાના “સૂક્તિસુધાર્ણવમાં કહ્યું છે કે ગુણનંદિનાં ઉદાહરણ મારા આ ગ્રંથમાં આપવામાં આવે છે. ગુણવર્મ નામના બે વ્યક્તિ માનવામાં આવ્યા છે. જન્ન કવિ (૧૨૦૯)એ એક ગુણવર્મનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org