________________
પ્રકરણ ૧
કન્નડ સાહિત્યનો આરંભકાળ કન્નડમાં સાહિત્ય-નિર્માણનું કાર્ય ક્યારથી શરૂ થયું તે કહેવું મુશ્કેલ છે. કન્નડના શિલાલેખો ઈ.સ.ની છઠ્ઠી સદીથી જ મળે છે. આની પહેલાંના શિલાલેખો સંસ્કૃતપ્રાકૃતમાં ઉપલબ્ધ થયા છે. આ શિલાલેખો ગદ્યમાં છે અને આકારમાં નાના છે. એક-બે શિલાલેખ પદ્યમાં મળ્યા છે. ઈ.સ.ની ૯મી સદી અર્થાત પંડયુગના ઉત્તરકાળના કન્નડના શિલાલેખ ગદ્ય-પદ્યની કાવ્યશૈલીઓમાં ઉપલબ્ધ થયા છે જે આકારમાં પણ મોટા છે. રાષ્ટ્રકૂટનરેશ નૃપતુંગ ઈ.સ. ૮૧૭થી ૮૭૭ સુધી શાસન કરતા રહ્યા. તેમનો કવિરાજમાર્ગ જ કન્નડનો પ્રાચીનતમ ઉપલબ્ધ ગ્રંથ છે. આ ગ્રંથથી જાણ થાય છે કે કન્નડ ભાષામાં મધુરતા, કુંતલ દેશના કોપણ તથા પુલિગેરેની બોલીના સંપર્કથી આવી છે. તે સમયે કન્નડમાં બેડે, ચરાણ નામના કાવ્ય-ભેદ જ હતા અને કન્નડમાં ગદ્ય-પદ્યની શૈલીઓના રચનાકાર પણ હાજર હતા. કવિરાજમાર્ગમાં કેટલાક કવિઓનાં નામ મળે છે અને ઉદાહરણ રૂપે કેટલાંક ઉદ્ધરણો પણ. આનાથી જણાય છે કે ઈ.સ.ની ૯મી સદીની પહેલાં પણ કન્નડમાં ગ્રંથો અવશ્ય રચવામાં આવ્યા હતા.
પંપ, પોસ, રત્ર વગેરે જૈન મહાકવિઓ ૧૦મી સદીમાં થયા છે. પરંતુ તેમની કૃતિઓની પૂર્વવર્તી રચનાઓ પર કોઈ પ્રકાશ નથી પડતો. તેઓ કોઈ પૂર્વવર્તી રચનાકારનો ઉલ્લેખ પણ નથી કરતા. માત્ર પોન્ન અસગ નામના કવિનો ઉલ્લેખ કરે છે. પંપે ખૂબ ગર્વથી ચોક્કસ કહ્યું છે કે મારી રચનાઓની તુલનામાં પૂર્વવર્તી કાવ્ય નીરસ છે. તેણે આત્મવિશ્વાસ સાથે તે પણ ઘોષિત કર્યું છે કે પહેલાંનો કોઈ કવિ મહાભારતનું ઉચિત વર્ણન કરવા સમર્થ થયો નથી. પંપ-પ્રણીત વિક્રમાર્જુનવિજયમાં મહાભારતનાં સમસ્ત ઉપાખ્યાનો વર્ણિત છે, જ્યારે રન્ન-રચિત ગદાયુદ્ધ એક ઉપાખ્યાન પર જ આધારિત કાવ્ય છે. આથી એમ અનુમાન કરી શકાય છે કે પંપ પૂર્વ-યુગના કન્નડમાં મહાભારતની કથા પર આધારિત કોઈ ઉલ્લેખનીય કાવ્ય નહોતું. પરંતુ નૂપતુંગના ઉદ્ધરણોથી એવો નિષ્કર્ષ નીકળે છે કે આરંભિક યુગમાં કોઈ રામ-કાવ્ય ચોક્કસ રહ્યું હશે.
કન્નડમાં ઈસુની છઠ્ઠી શતાબ્દી પહેલાં ન કોઈ શિલાલેખ હતો, ન કોઈ રચના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org