________________
વર્તમાનકાલીન મરાઠી જૈન સાહિત્યકાર તથા તેમની રચનાઓ
૨૪૧
'
કંકુબાઈ - આધુનિક યુગમાં કેટલીક મહિલાઓએ પણ સાહિત્યરચનામાં યશ પ્રાપ્ત કર્યો. આમાં સેઠ હિરાચંદ નેમચંદની સુપુત્રી કંકુબાઈનું સ્થાન પહેલું છે. અલ્પ આયુમાં વૈધવ્ય પ્રાપ્ત થયા પછી તેમણે પોતાનું આખું જીવન ધર્મ અને સાહિત્યની સેવા તથા જૈન મહિલા-સમાજમાં જ્ઞાન-પ્રસાર માટે અર્પિત કરી દીધું. ચારિત્રશુદ્ધિવ્રતકથા તથા જૈનવ્રતકથાસંગ્રહ (૧૯૨૧), દેવસેનાચાર્યકૃત તત્ત્વસાર તથા અમૃતચન્દ્રાચાર્ય કૃત સમયસારટીકાના શ્લોક (જ સમયસારકલશ નામે પ્રસિદ્ધ છે)નો અનુવાદ (૧૯૨૩) તથા પદ્મનન્દ આચાર્ય કૃત અનિત્યપંચાશનો અનુવાદ (૧૯૨૫) તેમની પ્રકાશિત રચનાઓ છે.' આચાર્ય શ્રી આનંદઋષિ જી.
સદ્ધર્મબોધ (અમોલક ઋષિજી)નો મરાઠી અનુવાદ (૧૯૨૪) તેમની પ્રથમ રચના છે. નાગપુરની રત્નગ્રંથમાલામાં તેમની અન્ય કૃતિઓ પ્રકાશિત થઈ જે
આ મુજબ છે – જૈન ધર્મ વિષયમાં અજૈન વિદ્વાનોના અભિપ્રાય તથા જૈન ધર્મની વિશેષતા (૧૯૨૮), જૈન-ધર્મનું અહિંસા તત્ત્વ (જિનવિજય)નો અનુવાદ તથા ઉપદેશરનકોશ (જિનેશ્વરસૂરિ)નો અનુવાદ (૧૯૨૯). મોતીચન્દ હિરાચંન્દ ગાંધી
ઉસ્માનાબાદના આ પ્રતિષ્ઠિત સાહિત્યકાર છે. ગદ્ય અને પદ્ય બંનેમાં તેમનો સમાન અધિકાર છે. કેટલીય પ્રાચીન પ્રાકૃત અને સંસ્કૃત રચનાઓને મરાઠીમાં રૂપાંતરિત કરી તેમણે મહત્ત્વપૂર્ણ કાર્ય કર્યું છે. તેમની મુખ્ય રૂપાંતરિત રચનાઓ આ મુજબ છે – મુનિસુંદરસૂરિકૃત સાધુશિક્ષા (૧૯૨૬), હરિષેણાચાર્યકૃત બૃહત્કથાકોશ (૧૯૩૬), પંડિત આશાબરકત ત્રિષષ્ટિમૃતિશાસ્ત્ર (૧૯૩૭), તામિલદ રૂપે પ્રસિદ્ધ કુરલ કાવ્ય (૧૯૩૭), પંચ સંગ્રહ (પૂજ્યપાદાચાર્ય કૃત ઈબ્દોપદેશ અને સમાધિશતક, યોગીન્દુદેવ કૃત યોગસાર અને પરમાત્મપ્રકાશ તથા સોમપ્રભસૂરિકૃત સૂક્તિમુક્તાવલી) (૧૯૫૧), પંડિત અહંદાસકૃત મુનિસુવ્રતકાવ્ય (૧૯૫૮), વાદીભસિંહસૂરિકૃત ક્ષત્રચૂડામણિ (૧૯૫૮) તથા સિદ્ધર્ષિકૃત ઉપમિતિભવપ્રપંચકથા (૧૯૬૨). કુંદકુંદાચાર્યના બધા ગ્રંથોનું પદ્યબદ્ધ રૂપાંતર તેમના ગ્રંથ આચાર્ય કુંદકુંદમાં પ્રકાશિત થયું છે. મહાવીરચરિત્ર (૧૯૩૧) તથા
૧. મહાવીર બ્રહ્મચર્યાશ્રમ, કારંજામાં તેમની સ્મૃતિમાં કંકુબાઈ ધાર્મિક પાઠ્ય પુસ્તકમાલા સ્થાપિત
કરવામાં આવી. તેમાં આજ સુધી દસ પુસ્તકોના કેટલાય સંસ્કરણો પ્રકાશિત થયાં છે.
Jain 7 ducation International
For Private & Personal Use Only
www.jainelibrary.org