________________
૩.
વર્તમાનકાલીન મરાઠી જૈન સાહિત્યકાર તથા તેમની રચનાઓ
શેઠ હિરાચંદ નેમચંદ દોશી (૧૮૫૬-૧૯૩૬)
મરાઠી સાહિત્ય-રચનાનો પ્રારંભ ગુજરાતી વિદ્વાનો દ્વારા થયો, તે ઉપર કહેવાઈ ચૂક્યું છે. આધુનિક મરાઠી સાહિત્યના પ્રમુખ ઉન્નાયક પણ ગુજરાતથી મહારાષ્ટ્રમાં આવી સ્થાયી રૂપે વસનાર હુમડ-ગુજર જાતિના શ્રાવક હતા. તેમાં સોલાપુરના દોશી પરિવારનું સ્થાન પ્રમુખ છે. સંપત્તિ અને વિદ્યાનો દુર્લભ સંગમ આ પરિવારમાં દીર્ઘકાળથી બની રહ્યો અને તેના ફળસ્વરૂપ મરાઠી જૈન સાહિત્યની ઘણી વૃદ્ધિ થઈ. શેઠ હિરાચંદ નેમચંદ આ પરિવારના પ્રમુખ હતા.' સન્ ૧૮૮૪માં તેમણે જૈનબોધક માસિક પત્રનું પ્રકાશન શરૂ કર્યું. મરાઠી જૈન સમાજને જાગૃત કરવામાં આ પત્રનું યોગદાન મહત્ત્વપૂર્ણ રહ્યું. સમાજના સમાચાર, જૂના તીર્થો અને ગ્રંથોનો પરિચય, રૂઢિઓના આવશ્યક સુધારાની પ્રેરણા વગેરે વિષયો પર વિસ્તૃત લેખ આ માસિક પત્રમાં પ્રકાશિત થયા. શેઠજીએ તેર વર્ષ સુધી આનું સંપાદન અને પ્રકાશન કર્યું. સન્ ૧૯૦૧માં સોલાપુરની યૂનિયન ક્લબમાં શેઠજીએ જૈનધર્મના મૂલતત્ત્વો પર ભાષણ આપ્યું હતું, જે જૈનધર્માંચી માહિતી' નામક પુસ્તકમાં પ્રકાશિત થયું છે. સન્ ૧૯૨૩થી ૧૯૨૮ સુધી સમ્યક્ત્વવર્ધક નામક પત્રિકાનું પ્રકાશન શેઠજીએ કર્યું. સામાજિક રૂઢિઓના સુધારાની પ્રેરણા આપવી આ પત્રિકાનો મુખ્ય ઉદ્દેશ હતો. આ જ દૃષ્ટિથી શાસનદેવતાપૂજનચર્ચા, અશૌચનિર્ણયચર્ચા, નિર્માલ્યદ્રવ્યચર્ચા, નવધાભક્તિચર્ચા આ પુસ્તકો પણ તેમણે સંપાદિત અને પ્રકાશિત કર્યા. સમંતભદ્રાચાર્યના રત્નકાંડશ્રાવકાચારનું મરાઠી તથા હિંદી અનુવાદ સહિત પોકેટબુક જેવું સંસ્કરણ, અમૃતચન્દ્રાચાર્યના તત્ત્વાર્થસારના ચતુર્થ અધ્યાય પર આધારિત ‘પાપપુણ્યાચી કારણે', સરળ કથાઓ રૂપે પ્રકાશિત
૧. દીનાનાથ બાપૂજી મંગુડકર દ્વારા લિખિત વિસ્તૃત જીવનચરિત્રમાં સેઠજી અને તેમના પરિવારના કાર્યોનો પરિચય મળે છે. આ પુસ્તક સેઠજીના સુપુત્ર રતનચંદ હિરાચંદે સન્ ૧૯૬૭માં પ્રકાશિત કર્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org