________________
૨૩૦
મરાઠી જૈન સાહિત્યનો ઈતિહાસ
બોપ
તેમની એક નાની એવી રચના તીર્થંકર ભૂપાલી પ્રાપ્ત છે. પ્રાતઃકાળે જિનનામ સ્મરણ કરવા માટે રચાયેલું આ ગીત ૧૬ પદ્યોનું છે. લેખકના ગુરુનું નામ દયાલકીર્તિ હતું. તેમની રચના સન્ ૧૮૦૯ના હસ્તલિખિતમાં મળી છે આથી તેની પહેલાં તેમનો સમય નિશ્ચિત છે, પરંતુ કેટલો પહેલાં તે માલૂમ નથી થઈ શક્યું.' મહતિસાગર
તેમનો જન્મ સંતવાલ જાતિમાં થયો હતો. તેઓ કારંજાના ભટ્ટારક દેવેન્દ્રકીર્તિના શિષ્ય હતા. સન્ ૧૭૭૨ની આસપાસ તેમનો જન્મ-સમય અનુમાનિત છે. લગભગ ૪૦ વર્ષની વય સુધી વિદર્ભમાં તેમણે નિવાસ કર્યો તથા ઘણી સાહિત્ય રચના કરી. પછી દક્ષિણ મહારાષ્ટ્રના હુમડ-ગુજર સમાજના શ્રાવકોમાં ધર્મ પ્રસાર કરતાં તેમને ઘણી લોકપ્રિયતા પ્રાપ્ત થઈ. સન્ ૧૮૩૨માં દહિગાંવમાં તેમનો સ્વર્ગવાસ થયો હતો. રિદ્ધપુરમાં સન્ ૧૮૦૧માં રચિત ૨૯ શ્લોકોની રવિવ્રતકથા તેમની પ્રથમ રચના પ્રતીત થાય છે. બાલાપુરમાં સન્ ૧૮૧૦માં ૧૪૭ શ્લોકોમાં આદિનાથ પંચકલ્યાણકકથાની રચના તેમણે કરી હતી. દશલક્ષણવ્રતકથા (૯૪ પદ્યો), ષોડશકારણવ્રતકથા (પર પો) તથા રત્નત્રયવ્રતકથા (૩૮ પદ્યો). તેમાં મહતિસાગરે સમય અને સ્થાનનો ઉલ્લેખ નથી કર્યો. આ વ્રતકથાઓની અપેક્ષાએ મહતિસાગરની ફુટ રચનાઓ-અભંગ અને પદ-વધુ ભાવપૂર્ણ અને મહત્ત્વની છે. તીર્થંકરસ્તુતિ, પંચપરમેષ્ઠી સ્તુતિ, દાનપ્રશંસા વગેરે વિષયો પર લગભગ ૨૦૦ અભંગ છે. સંબોધસહસ્ત્રપદીમાં વિવિધ ધાર્મિક વિષયો પર ઉપદેશપ્રદ એક હજાર પદ લખવાનો સંકલ્પ મહતિસાગરે કર્યો હતો, પરંતુ ૬૪ પદોની રચના પછી તેમનો સ્વર્ગવાસ થવાથી આ કાર્ય અધૂરું રહ્યું. અરહંત, પાર્શ્વનાથ, ચન્દ્રપ્રભ, પંચપરમેષ્ઠી, ગુરુ દેવેન્દ્રકીર્તિ તથા દેવી જ્વાલામાલિનીની આરતીઓ તેમણે લખી છે, તેની સમ્મિલિત પદ્ય સંખ્યા ૫૦ છે. ગુરુ દેવેન્દ્રકીર્તિના જીવનનો પરિચય આપતાં ૧૦ પદ્યોની એક લાવણીની રચના પણ તેમણે કરી છે. સંસ્કૃતમાં અરહંતપૂજ અને જ્વાલામાલિનીપૂજા નામે તેમની રચનાઓ પણ મળે છે. મહતિસાગરની રચનાઓ
૧. પ્રા. મ., પૃષ્ઠ ૧૧૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org