________________
પ્રારંભિક તથા મધ્યયુગીન મરાઠી જૈન સાહિત્ય
૨૨૭ ન્યાહાલ
તેઓ પણ શાંતિસેનના શિષ્ય હતા. ગુરુની પ્રશંસામાં ૭ પદ્યોની એક આરતી તેમણે લખી હતી.'
રતન
તેમની ચાર નાની રચનાઓ ઉપલબ્ધ છે. કારંજાના ભટ્ટારક સિદ્ધસેનની આરતીમાં ૧૦ પદ્યો છે. તે સંવત્ ૧૮૨૬ (સન્ ૧૭૭૦)માં લખવામાં આવી હતી. જિનેશ્વર આરતીમાં ૫, નેમિનાથ આરતીમાં ૬ તથા અંતરિક્ષ પાર્શ્વનાથ આરતીમાં ૪ પદ્યો છે. હિંદીમાં રામટેક-શાંતિનાથ વિનતી તથા ચોવીસ તીર્થંકર આરતી આ બે રચનાઓ પણ મળે છે. દિનાસા
તેઓ બઘેરવાલ જાતિના હતા. તેમની બે નાની રચનાઓ પ્રાપ્ત થઈ છે. શક ૧૬૯૨ (સન્ ૧૭૭૦)માં રચિત બારામાસીમાં ૧૩ પદ્યો છે. નેમિનાથની મુનિદીક્ષાથી વ્યથિત રાજુમતીના વિરહોગાર આમાં વર્ણિત છે. બીજી રચના ૬ કડવકોનું એક પદ છે જે વૈરાગ્યની પ્રેરણા આપે છે. વૃષભ
તેઓ કારંજાના ભટ્ટારક ધર્મચન્દ્રના શિષ્ય હતા. મરાઠીમાં તેમના બે સ્તોત્ર મળે છે. ચંદ્રપ્રભ અને પદ્માવતીના આ સ્તોત્રોમાં નવ-નવ શ્લોક છે. હિંદીમાં રવિવ્રતકથા (બે સંસ્કરણ) અને નવવાડી તથા સંસ્કૃતમાં નિર્દોષસપ્તમીવ્રતોદ્યાપન એ વૃષભની અન્ય રચનાઓ છે. તેમનો સમય સન્ ૧૭૭૨-૭૭ની આસપાસ નિશ્ચિત થાય છે. દેવેન્દ્રકીર્તિશિષ્ય
જયસિંગનગરમાં શક ૧૬૯૩ (સન્ ૧૭૭૨)માં થયેલ પદ્માવતી દેવીના પૂજ
૧-૨ આ રચનાઓ અમારા હસ્તલિખિત સંગ્રહમાં છે. આમાંથી સિદ્ધસેન આરતીનો કેટલોક ભાગ .
અમારા “ભટ્ટારિક સંપ્રદાય' (જીવરાજ ગ્રંથમાલા, શોલાપુર, ૧૯૫૮)માં પ્રકાશિત છે (પૃષ્ઠ
૨૩). ૩. પ્રા. મ., પૃષ્ઠ ૯૧. સુષમા માસિક, નાગપુર, એપ્રિલ ૧૯૬૦માં બારામાસી પ્રકાશિત થઈ છે,
સં. સુભાષચંદ્ર અકોલે. ૪. ગોપાળ ગંગાસા રાઉળ, કારંજા દ્વારા પ્રકાશિત અષ્ટકપૂજાસંગ્રહમાં આ સ્તોત્ર છપાયા હતા.
પ્રકાશનવર્ષ જાણી શકાયું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org