________________
પ્રારંભિક તથા મધ્યયુગીન મરાઠી જૈન સાહિત્ય
૨ ૨૫
સવૈયા તથા સ્કુટ ૨૫ સવૈયા આ જિનસાગરની અન્ય પ્રાપ્ત રચનાઓ છે. લક્ષ્મીચન્દ્ર
તેઓ કૃપાસાગરના શિષ્ય હતા. તેમની બે રચનાઓ મળે છે. મેઘમાલાવ્રત કથા શિક ૧૬૫૦ (સનું ૧૭૨૮)માં માનનગરમાં પૂર્ણ થઈ હતી. તેમાં ૬૯ ઓવી છે. ભાદ્રપદના શુક્લ પક્ષના પ્રારંભિક પાંચ દિવસોમાં મેઘમાલવ્રત કરવામાં આવતું હતું, તેનું જ માહાભ્ય આ કથામાં વર્ણિત છે. તેમની બીજી રચના જિનરાત્રિવ્રતકથામાં ૧૫૮ ઓવી છે. તે પણ માનનગરમાં જ લખવામાં આવી હતી. માઘ કૃષ્ણ ચતુર્દશીના જિનરાત્રિદ્રતનું માહાભ્ય આમાં વર્ણિત છે. કવિનું કથન છે કે ભગવાન મહાવીરે પૂર્વજન્મમાં આ વ્રતનું પાલન કર્યું હતું.' સયા
તેમની બે રચનાઓ ઉપલબ્ધ છે. ચોવીસ તીર્થંકરસ્તુતિમાં ૨૬ પડ્યો છે. આમાં મુનિસુવ્રત તીર્થકર સંબંધી શ્લોકમાં પ્રતિષ્ઠાન (પઠન)ના મુનિસુવ્રતસમંદિરનો ઉલ્લેખ છે. બીજી રચના નેમિનાથભવાંતરમાં વિવિધ વૃત્તોનાં ૧૨૮ પદ્યો છે. શક ૧૬૬૦ (સન્ ૧૭૩૮)માં રચિત આ કાવ્યમાં નેમિનાથની કથા પૂર્વજન્મો સાથે વર્ણિત છે. સોયરા - તેઓ બધેરવાલ જાતિના ચવરિયા ગોત્રના અર્જુનના પુત્ર હતા. કારંજાના ભટ્ટારક સમંતભદ્ર તેમના ગુરુ હતા. તેમણે સંવત્ ૧૮૦૨ (સન્ ૧૭૪૬)માં દેઉલગાંવમાં કર્માષ્ટમીવ્રતકથાની રચના કરી હતી. આષાઢ, કાર્તિક તથા ફાગણની શુક્લ અષ્ટમીએ કર્માષ્ટમી વ્રત કરવામાં આવતું હતું. આનું માહાભ્ય બતાવનાર આ કથામાં ૧૧૭ ઓવી છે. કોઈ કન્નડ રચનાનો આધાર લઈ કવિએ આ કથા લખી હતી. ૮ પદ્યોની સુપાર્શ્વનાથ-આરતી સોયરાની બીજી રચના
*
*
૧. પ્રા. મ., પૃષ્ઠ ૮૬. ૨. આનો પરિચય અને સાપ્તાહિક જૈન બોધક, સોલાપુરના દિ. ૨૯-૯-૬૯ના અંકમાં આપ્યો છે. ૩. પ્રા. મ., પૃષ્ઠ ૮૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org