________________
મરાઠી જૈન સાહિત્યનો ઈતિહાસ
૧૫૮૦ની આસપાસ નિશ્ચિત થાય છે. તેમની એકમાત્ર ઉપલબ્ધ રચના યશોધર પુરાણમાં આઠ અધ્યાય અને ૧૩૧૬ ઓવી છે. મોરંબપુરના માલાતીર્થ ચૈત્યાલયમાં કવિએ આ ગ્રંથ લખ્યો. આની રચના સકલકીર્તિના સંસ્કૃત ગ્રંથના આધારે થઈ. મરાઠીમાં યશોધરની કથા પર આ ત્રીજી કૃતિ છે જે કાવ્યદૃષ્ટિથી પૂર્વરચિત બે ગ્રંથોની અપેક્ષાએ સરસ છે.
અભયકીર્તિ
તેઓ અજિતકીર્તિના શિષ્ય હતા. તેમની આદિત્યવ્રતકથા શક ૧૫૩૫માં તથા અનંતવ્રતકથા શક ૧૫૩૮ (સન્ ૧૬૧૬)માં પૂર્ણ થઈ હતી. અનંતવ્રતકથામાં ૨૫૫ ઓવી છે. ભાદ્રપદ શુક્લ એકાદશીથી ત્રયોદશી સુધી એકાશન અને ચતુર્દશીએ ઉપવાસ કરી પ્રથમ ચૌદ તીર્થંકરોની પૂજા અનંતવ્રતમાં કરવામાં આવે છે. તેના પાલનથી સોમ બ્રાહ્મણની દરિદ્રતા નષ્ટ થઈ તથા આગલા જન્મમાં તેને રાજવૈભવ પ્રાપ્ત થયો.
૨૧૨
વીરદાસ (પાસકીર્તિ)
તેમનો જન્મ સોહિતવાલ જાતિમાં થયો હતો. કારંજાના ભટ્ટારક કુમુદચન્દ્ર તથા તેમના ઉત્તરાધિકારી ભ. ધર્મચન્દ્રનો તેમણે ગુરુરૂપે ઉલ્લેખ કર્યો છે. તેમના હાથે લખેલી ગુણકીર્તિકૃત અનુપ્રેક્ષાની પ્રત ઉપલબ્ધ છે તથા તેમના દ્વારા અધ્યયનમાં પ્રયુક્ત વિશ્વતત્ત્વપ્રકાશ તથા પંચસ્તવનાવસૂરિ આ બે હસ્તલિખિત ગ્રંથ પણ પ્રાપ્ત થયા છે. તેમનું સંસારી નામ વીરદાસ તથા મુનિદીક્ષા પછીનું નામ પાસકીર્તિ હતું. ધર્મચન્દ્રે તેમને ઔરંગાબાદમાં ભટ્ટારક પદ પર પ્રતિષ્ઠિત કર્યા હતા. તેમના દ્વારા સન્ ૧૯૪૭માં પ્રતિષ્ઠિત જિનમૂર્તિ બાલાપુરના જૈનમંદિરમાં છે. મરાઠીમાં તેમની ચાર રચનાઓ પ્રાપ્ત થાય છે. આમાં સહુથી મોટી કૃતિ સુદર્શનચરિત્ર છે. તેમાં ૨૫ અધ્યાય અને ૧૬૫૦ ઓવી છે. આની રચના શક ૧૫૪૯ (સન્ ૧૬૨૭)માં
૧. બાળાપ્પા આલાસે, કુન્દવાડ દ્વારા પ્રકાશિત (વર્ષ જાણી શકાયું નથી.)
૨. આદિત્યવ્રતકથાની સૂચના અમને સ્વ. પં. નાથુરામજી પ્રેમીના પત્રથી મળી હતી. અનંતવ્રતકથા અમે સન્મતિ (મે ૧૯૫૮)માં પ્રકાશિત કરી છે.
૩. પ્રા. મ., પૃષ્ઠ ૪૪-૪૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org