________________
મરાઠી જૈન સાહિત્યનો ઈતિહાસ
૩૦ પુસ્તકો છે. પ્રાયઃ એટલા જ પુસ્તકો કાવ્ય સંગ્રહાત્મક છે. શ્રાવકોની નિત્યનૈમિત્તિક વિધિઓનું વર્ણન દસ પુસ્તકોમાં છે તથા એટલા જ પુસ્તકો પૂજાપાઠના છે. ઈતિહાસ અને તીર્થ વર્ણનાત્મક વિષયો પર ૩૦ પુસ્તકો છે તથા સરળ રૂપે ધર્મ તત્ત્વોનું વર્ણન લગભગ દસ પુસ્તકોમાં પ્રાપ્ત થાય છે. સામયિક પ્રશ્નોનો વિચાર ૨૦ પુસ્તકોમાં છે. પ્રાચીન મરાઠી સાહિત્યનાં લગભગ ૩૦ પુસ્તકો પણ છપાયાં છે.
૨૦૬
જૂના સાહિત્યના અડધા લેખકો સાધુવર્ગના હતા, જ્યારે આધુનિક સાહિત્યિકોમાં સાધુઓની સંખ્યા નગણ્ય છે. જૂના સાહિત્યની રચના પૂર્વ મહારાષ્ટ્ર (વિદર્ભ) તથા મધ્ય મહારાષ્ટ્ર (મરાઠવાડા)માં જ અધિક થઈ હતી, જ્યારે આધુનિક સાહિત્યની રચના અધિકતર દક્ષિણ મહારાષ્ટ્રમાં થઈ છે.
હવે અમે લેખકોનું સમયક્રમથી વર્ણન કરીશું.
*
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org