________________
૨૦૪
મરાઠી જૈન સાહિત્યનો ઈતિહાસ
મરાઠી જૈન સાહિત્યનું વર્ગીકરણ ઉપલબ્ધ મરાઠી જેને સાહિત્યનું વર્ગીકરણ ચાર વિભાગોમાં કરી શકાય છે. પ્રથમ વર્ગમાં સન્ ૧૪૫૦થી ૧૫૫૦ સુધીના પાંચ-છ કવિ આવે છે. તેઓ ગુજરાતી પંડિતોના શિષ્યો હતા તથા તેમની રચનાઓ માટે ગુજરાતી ગ્રંથો આધારભૂત હતા. બીજા વર્ગમાં સન્ ૧૫૫૦થી ૧૮૫૦ સુધીના લગભગ ૫૦ કવિઓ આવે છે. કારંજ, લાતૂર અને ઔરંગાબાદના ભટ્ટારકો તથા તેમના શિષ્યોનું આમાં મુખ્ય સ્થાન છે. તેમની રચનાઓ ગુજરાતી, સંસ્કૃત અને ક્વચિત કન્નડ ગ્રંથો પર આધારિત છે. ત્રીજા વર્ગમાં કોલ્હાપુરના ભટ્ટારકો અને તેમના શિષ્યો આવે છે. તેમણે સંસ્કૃત અને કન્નડ ગ્રંથોનો આધાર લઈ ૧૯મી શતાબ્દીના પૂર્વાર્ધમાં સાહિત્ય-રચના કરી છે. ચોથો વર્ગ આધુનિક – સન્ ૧૮૫૦ પછીના લેખકોનો છે. સંસ્કૃત, પ્રાકૃત, કન્નડ તથા હિન્દી સાહિત્યના અનુવાદ ઉપરાંત આધુનિક લેખકોએ કથા, કવિતા, નાટક, નિબંધ, ઈતિહાસ વગેરે વિવિધ વિષયો પર વિપુલ લેખન કર્યું છે. મુદ્રિત મરાઠી જૈન પુસ્તકોની સંખ્યા લગભગ ૪૦૦ છે. આ સિવાય સમય-સમય પર પ્રકાશિત ચૌદ પત્રિકાઓમાં પણ ઘણા ઉપયોગી સાહિત્યનું પ્રકાશન થયું છે. પ્રસ્તુત વિવેચનના અધ્યાય ૨માં અમે જૂના મરાઠી જૈન સાહિત્યના ત્રણ વર્ગોના બધા લેખકોનો સમયક્રમથી સંક્ષિપ્ત પરિચય આપી રહ્યા છીએ તથા અધ્યાય ૩માં ચોથા વર્ગના આધુનિક લેખકોમાંથી કેટલીક પ્રમુખ વ્યક્તિઓની કૃતિઓનો પરિચય આપી રહ્યા છીએ.
પ્રારંભિક તથા મધ્યયુગીન મરાઠી જૈન સાહિત્ય આમાં સન્ ૧૪૫૦થી ૧૮૫૦ સુધીના ચારસો વર્ષોમાં થયેલ દર કવિઓની લગભગ ૨૦૦ નાની-મોટી રચનાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આમાં પદ્મપુરાણ, હરિવંશપુરાણ તથા કાલિકાપુરાણ આ ૩ મોટા પુરાણ છે. ૨૦ કાવ્યોમાં શ્રેણિક, યશોધર, જંબૂસ્વામી, સુદર્શન, ભવિષ્યદત્ત વગેરેની કથાઓ છે. સમ્યક્તકૌમુદી, ધર્મપરીક્ષા, પુણ્યાગ્નવ, આરાધનાકથાકોશ વગેરે ૭ ગ્રંથો કથા સંગ્રહાત્મક છે. અનંત, આદિત્ય, સુગંધદશમી વગેરે વ્રતોની ૨૬ કથાઓ છે. આદિનાથ, નેમિનાથ, પાર્શ્વનાથ વગેરેની કથાઓ પર આધારિત ગીતોની સંખ્યા ૩૦ છે તથા વિભિન્ન ઉપદેશાત્મક ગીતોની સંખ્યા પણ ૩૦ છે તથા ઉપદેશાત્મક પદોમાં કવીન્દ્રસેવકનાં ૫૪૫ તથા મહતિસાગરના ૨૦૦ અભંગ અને પદો ઉલ્લેખનીય છે. સમકાલીન ધર્માચાર્યોનું પ્રસંગાત્મક વર્ણન ૧૨ ગીતોમાં તથા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org