________________
(૧૦)
આવૃત્તિના સંપાદન-અનુવાદનનું કાર્ય દર્શનશાસ્ત્રના પ્રકાંડ વિદ્વાન અનેલા.દ.ભારતીય વિદ્યામંદિરના પૂર્વનિયામક ડૉ. નગીનભાઈ શાહ તથા પ્રાકૃત ભાષા-સાહિત્યના જાણીતા વિદ્વાન અને ગુજરાત યુનિવર્સિટીના પ્રાકૃત-પાલિ વિભાગના પૂર્વ-અધ્યક્ષ ડૉ. ૨મણીકભાઈ શાહને સોંપ્યુ.
આ રીતે પૂજ્ય આચાર્ય ભગવંતોના આશીર્વાદથી જૈન સાહિત્યના બૃહદ્ ઇતિહાસના ૭ ભાગોના અનુવાદનું કાર્ય ચાલુ થયું. ભાગ ૧, ૨, ૩, ૪, ૫અને ૬ના ગુજરાતી અનુવાદ-ગ્રંથો ઉપરાંત પ્રમાણમીમાંસા તથા જૈન ધર્મ-દર્શન પ્રસિદ્ધ થઈ ચૂક્યા છે. આ સાથે ભાગ-૭ “કન્નડ, તામિલ, મરાઠી સાહિત્ય’” પ્રકાશિત થઈ રહ્યો છે. પ્રસ્તુત ભાગ-૭ના અનુવાદ માટે અમે ડૉ. રમણીકભાઈ શાહનો આભાર માનીએ છીએ. આ બધા ભાગોનો અંગ્રેજી અનુવાદ પણ પ્રકાશિત કરવાની અમારી ભાવના છે.
અમને અત્યંત ખેદ છે કે આ પ્રકાશન કાર્ય પૂર્ણ થાય તે દરમ્યાન પ.પૂ. આચાર્યશ્રી વિજય ચંદ્રોદયસૂરીશ્વરજી મ.સા. તથા પ.પૂ. આચાર્યશ્રી વિજય અશોકચંદ્રસૂરીશ્વરજી મ.સા.કાળધર્મ પામ્યા. બંને આચાર્ય ભગવંતો આજ આપણી સામે સદેહે બિરાજમાન નથી પરંતુ તેમની પ્રેમાળ પ્રેરણા ભરી સ્મૃતિ આપણી પાસે છે અને તેના સહારે પ.પૂ. આચાર્યશ્રી વિજય સોમચંદ્રસૂરીશ્વર મ.સા.ની રાહબરી તળે તેમણે સોંપેલુ કાર્ય આપણે પૂરું કર્યું છે. બંને સ્વ. આચાર્ય ભગવંતોના અનંત ઉપકારનું સ્મરણ કરી આ નવ ગ્રંથો રૂપી ગ્રંથમાળા તેમને સમર્પણ કરતાં અમે ઊંડો આહ્લાદ અનુભવીએ છીએ.
શ્રી પાર્શ્વનાથ શોધ સંસ્થાન, વારાણસી તથા તેના પૂર્વનિયામક ડૉ. સાગરમલજી જૈનનો અનુવાદનું પ્રકાશન કરવાની પરવાનગી આપવા માટે આભાર માનીએ છીએ.
ભાગ-૭ના પ્રકાશનમાં આર્થિક સહયોગ આપવા બદલ શ્રી શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છ સંઘ,મુલુંડ(પૂર્વ) મુંબઈ તથા વિમલનાથ જૈન આરાધક સંઘ, બાણગંગા, વાલકેશ્વર, મુંબઈનો આભાર માનીએ છીએ.
ઉત્તમ છાપકામ માટે લેસર ઇમ્પ્રેશન્સવાળા શ્રી મયંક શાહ તથા માણિભદ્ર પ્રિન્ટર્સવાળા શ્રી કનુભાઈ ભાવસાર અને સુંદર સચિત્ર ટાઈટલ ડિઝાઈન માટે કીંગ ઇમેજ પ્રા. લી.ના ડાયરેક્ટર શ્રી જીવણભાઈ વડોદરિયાનો આભાર માનીએ છીએ.
તા. ૧-૬-૨૦૦૭
અમદાવાદ
Jain Education International
—અનિલભાઈ ગાંધી, મેનેજીંગ ટ્રસ્ટી, શ્રી ૧૦૮ જૈન તીર્થદર્શન ભવન ટ્રસ્ટ
For Private & Personal Use Only
www.jainelibrary.org