________________
કાપ્પિયમ્-૨
૧૭૩
અથવા તે મોહક કાવ્ય-પ્રવાહના અનુયાયી બન્યા. તેમાં પ્રાકૃત કાવ્ય “ચૂળામણિ'ના રચયિતા તોલામોલિ દેવસ્ અગ્રગણ્ય જણાય છે.
ચૂળામણિ કાવ્યનો કોઈ મહાન ઉદેશ્ય કે ઉચ્ચ આદર્શ ન હતો. માત્ર રાજા પયાપતિ (પ્રજાપતિ)ને જગદ્વન્દ તથા ખ્યાતિ અને સમાદર પ્રાપ્ત “ચૂડામણિ' રૂપે ચિત્રિત કરવો એ જ કવિનો મુખ્ય ઉદ્દેશ રહ્યો છે. કાવ્યના અંતે જોકે પયાપતિનો ઉત્કર્ષ દેખાડવામાં આવ્યો છે, તો પણ આખા કાવ્યમાં તેના કનિષ્ઠ પુત્ર તિવિટ્ટનું (ત્રિપૃષ્ઠ)નું ચરિત્ર-ચિત્રણ જ કાવ્યની ગતિ તથા સૌંદર્યનું પરિચાયક છે. સમગ્ર કાવ્યમાંથી એ જ ભાવ ઉત્પન્ન થાય છે કે તિવિટ્ટનું આગળ પાપતિનું અસ્તિત્વ ફીકું પડી જાય છે. છતાં પણ, કૃષ્ણ સમા તિવિટ્ટનું જેવા મહિમાવાનું તથા પ્રભાવશાળી પુત્રના પિતા હોવાનું ગૌરવ રાજા પયાપતિને ચોક્કસ પ્રાપ્ત થાય છે.
કવિની મધુર વાણીના પ્રભાવથી આ નાની-મોટી ત્રુટિઓ, જે મૂળ કથાના પ્રવાહમાં આવી ગઈ, લુપ્તપ્રાય થઈ જાય છે. સંસ્કૃતના શબ્દો, વાક્યવિન્યાસ તથા ભાવો મળી આવવા છતાં પણ, તામિલની મધુરિમાના પ્રભાવ આગળ તે બધું તિરોહિત થઈ જાય છે.
પેરુમ્ કાપ્પિયંગળ (પંચ મહાકાવ્યો)ના નામ છે, શિલપ્પધિકારમ્, જીવકચિંતામણિ, મણિમેખલે, વૌયાપતિ અને કુંડલકેશી. આમાં શિલપ્પધિકારમ્, ચિંતામણિ અને વૌયાપતિ – ત્રણે જૈન કાવ્ય છે. અન્ય બંને બૌદ્ધ કાવ્ય છે.
ઐચિરુ કાપ્પિયંગળુ' (પંચ લઘુકાવ્યો) રૂપે ચૂડામણિ, નીલકેશી, યશોધરકાવ્ય, ઉદયણકુમાર કાવ્ય અને નાગકુમાર કાવ્ય માનવામાં આવે છે. આમાં “ચૂળામણિ છોડીને અન્ય ગ્રંથો સફળ કાવ્ય નથી કહી શકાતા. “નીલકેશી’ વિશે પહેલાં જ વર્ણન કરવામાં આવી ગયું છે. “ઉદયણ કુમાર કાવ્ય' બૃહત્કથા નથી. તે માત્ર ૩૬૭ પદ્યોવાળી રચના છે. નાગકુમાર કાવ્ય તો નામમાત્રનું છે. “ઐપેરુસ્કાપ્પિયમ્'નું નામવિભાજને પ્રસિદ્ધ તામિલ વિદ્વાન્ મયિલેનાથરના સમયમાં જ (૧૩-૧૪મી સદી) થઈ ચૂક્યું હતું. આ જ સમયે “ઐચિકકાપ્પિયમુનો પણ નામનિર્દેશ થયો હશે. છતાં પણ, “ચૂળામણિ' કાવ્યલક્ષણ તથા રચનાશિલ્પની દૃષ્ટિએ મહાકાવ્યોની કોટિમાં મૂકવા યોગ્ય છે. મહાકાવ્ય (પેરુમ્ કાપ્પિયમ્)નાં લક્ષણ બતાવતાં વિદ્વાનોએ લખ્યું છે કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ – આ ચારે પુરુષાર્થોનું સમગ્ર વર્ણન જેમાં કરવામાં આવે છે, તે મહાકાવ્ય છે અને તેમાં એક-બેની ન્યૂનતા હોય, તો તે “ચિરકાપ્પિયમ્' (લઘુકાવ્ય)ની કોટિમાં આવે છે. આથી આ દૃષ્ટિએ પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org