________________
કાપ્પિયમ-૨
‘વપુકળ્ વંચિ’ (સમર યાત્રામાં દક્ષ)ની ઉપાધિ મળી હોય. આથી પ્રસ્તુત મહાકાવ્ય ‘જીવકચિંતામણિ'ને નવમી સદીની રચના માની શકાય. દસમી સદીના છંદશાસ્ત્ર ‘યાüગલવૃદ્ધિ'માં આ કાવ્યના ઉદ્ધરણો મળે છે. આથી આને દસમી સદી પહેલાંની રચના માનવામાં કોઈ આપત્તિ નથી.
નચ્ચિનાકિનિયરે પોતાની વ્યાખ્યામાં તિરુત્તક્ક દેવર્ના કુળ વિશે એમ સંકેત આપ્યો છે, “.... મુન્નીર્ વતંત્ત (ચોળકુળરૂપી સાગરમાં ઉત્પન્ન ઉત્તમ શંખ છે આ કવિ).” આથી જાણ થાય છે કે તેઓ ચોળકુલભૂષણ હતા. પારંપરિક અનુશ્રુતિ પણ આ વાતનું સમર્થન કરે છે.
અરિગ્ઝયન્
ચિરતનાયક જીવકની માતા વિજયાદેવીના મહિમામાં કવિવરે લખ્યું છે “अशैविलाप् पुरवि वेळ्ळत्तु अरिञ्जयन् कुलत्तुळ् तोन्ड्रि वशैयिला वरत्तिन् वंदाळ्...' (ચિંતામણિ-૨૦૧.) અર્થાત્ “અત્યાધિક અશ્વસમૂહના સ્વામી વીરશ્રેષ્ઠ અરિંજયના કુળમાં જન્મી અને પવિત્ર વરદાન રૂપે આવી આ વિજયાદેવી.’
-
૧૬૭
અરિગ્ઝયન્ ચોલરાજાઓની ઉપાધિ છે. અરીન્ (શત્રુઓને) નયતિ કૃતિ (હરાવી દે છે આ કારણથી) આ ‘અરિગ્ઝય’ નામ પડ્યું. આને જ ‘અરિન્દમ’ પણ કહે છે, જે વ્યવહારમાં હતું. ‘અકુિલકેસરી' (શત્રુસમૂહ માટે સિંહ) પણ ચોલોનું ઉપાધિનામ હતું. પ્રથમ વિખ્યાત ચોલનરેશ અરિગ્ઝયન્ને એક પુત્રી હતી જેનું નામ ‘અરિગ્ઝકૈ પિરાટ્ટિ હતું. ઈતિહાસ સાક્ષી છે કે અરિગ્ઝયનના પુત્ર ચોલાધીશ રાજરાજને પોતાના પિતાજીની સ્મૃતિમાં ‘અરિગ્ઝયેશ્વરમ્’ નામક મોટા મંદિરનું નિર્માણ કરાવ્યું હતું અને તેના નામ પર ‘અરિન્દ’ (કે અરિગ્સ) મંગલમ્' નામક નગર પણ વસાવ્યું હતું. તેની પછી ‘અરિગ્મય' નામનો બીજો કોઈ ચોલ નરેશ નથી થયો. તેનો સમય દસમી શતાબ્દી હતો. ‘અરિજ્રય, અરિન્દમન્ અને અરિકુલકેસરી' નામ લોકોને અથવા સ્વયં રાજાને ખૂબ પસંદ આવ્યાં હશે; આથી તામિલ નામોને છોડી, તે નામોથી તે પ્રખ્યાત થયો. તે પરાન્તકન્ (પ્રથમ)નો પુત્ર હતો અને આદિત્યચોળન્ (પ્રથમ)નો પૌત્ર હતો. તેના અને તેના પૂર્વજોના શાસનકાળમાં વીરતા, યુદ્ધકુશળતા વગેરેની પ્રધાનતા રહી છે. તેમના પૂર્વજ વિજયાલય ચોળની વીરતા અને શૂરતાનું વર્ણન કરતાં ઈતિહાસકારોએ કવિવર્ણનને સાદર ઉદ્ધૃત કર્યું છે, ‘તમે પોતાના વક્ષસ્થળમાં ૯૬ (છન્નુ) વ્રણચિહ્નોથી વિભૂષિત
Jain Education International
—
For Private & Personal Use Only
-
www.jainelibrary.org