________________
કાપ્પિયમ્-૨
જીવક ચિંતામણિ
આ પાંચ મહાકાવ્યોમાંથી એક છે જે સર્વસાધારણને જ નહિ, ઉચ્ચ કોટિના મહાકવિઓને પણ મુગ્ધ કરી ચૂક્યું છે. પ્રસિદ્ધ શૈવ પંડિત શંકર નમશિવાયરે લખ્યું છે, ‘ઉપલબ્ધ મહાકાવ્યોમાં આ સર્વાંગસુંદર હોવાને કારણે, આનું નામ ‘ચિંતામણિ’ ઉચિત જ છે.’ પરંતુ ગ્રંથનું નામ, ચિરતનાયક જીવકના સમયે તેની જનની રાજમહિષી દ્વારા કહેવામાં આવેલાં ‘ચિન્તાખિયે વિત્તિયાય્ (તું મને ચિંતામણિની જેમ પ્રાપ્ત થયો છે)' વાક્યના આધારે રાખવામાં આવેલ છે. છતાં ઉક્ત વિદ્વાનનો અભિમત પણ સાર્થક છે.
૪.
આ કાવ્યને ‘મણનૂલશુભવિવાહ-ગ્રંથ’ પણ કહે છે. કારણ એ છે કે આખી કાવ્યકથા કેટલીય વૈવાહિક ઘટનાઓ તથા આયોજનાઓથી ભરેલી છે. આના સિવાય ચરિતનાયક જીવકના વિદ્યાભ્યાસને ‘સરસ્વતી સાથે વિવાહ”, યુદ્ધમાં વિજયી થવાની ઘટનાને ‘વિજયશ્રીનું પાણિગ્રહણ', રાજ્યાભિષિક્ત થવાને ‘ભૂમિ સાથે પરિણય' અને મોક્ષપ્રાપ્તિને ‘મુક્તિદેવી સાથે વિવાહ' આ રીતે પ્રત્યેક ઘટનાને કવિ મંગલ વિવાહ રૂપે જ ચિત્રિત કરે છે. આ મહાકાવ્યના રચિયતા હતા સુપ્રસિદ્ધ જૈન સાધુ તથા કવિવર તિરુત્તક્ક દેવ.
-
કાવ્યકથા
સરયૂનદીના તટવર્તી એમાંગદમ્ (હેમાંગદમ્) દેશની રાજધાની રાજમાપુરમ્ (રાજમહાપુરમ્)માં રાજા સચંદન (સત્સંધર)નું શાસન હતું. તે પોતાની રાણી વિજયાદેવી સાથે કામભોગમાં એટલો આસક્ત થઈ ગયો કે શાસનનો બધો ભાર મહામંત્રી કટ્ટિયંકારન્ (કાષ્ઠાંકારિક)ને સોંપી દીધો. કુટિલમતિ મહામંત્રીએ રાજાને છળથી મારી રાજ્યનું શાસન પોતાના અધિકારમાં કરી લીધું. જ્યારે રાજા સચંદનની પાસે કાર્યઅધિકાર ન રહ્યો અને વિપત્તિ સામે આવી ત્યારે તેણે પોતાની મહિષીને એક મયૂરવિમાન પર બેસાડી નગરની બહાર મોકલી દીધી. તે સમયે તે પૂર્ણ ગર્ભિણી હતી. દુઃખાધિક્યથી દેવી અર્ધમૂચ્છિત થઈ ગઈ અને દૈવ યોગથી મયૂરવિમાન રાજધાનીના સીમાવર્તી સ્મશાનમાં ઉતરી ગયું. ત્યાં વિજયાદેવીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org