________________
કાપ્પિયમ્-૧
૧૬૧
દુઃખની વાત એ છે કે આ સુંદર કાવ્ય પૂરું નથી મળ્યું, પ્રારંભ અને અંતના અંશો હજી સુધી ઉપલબ્ધ નથી થયા. વચ્ચેના જ અંશો, જેને પણ અવિચ્છિન્ન નથી કહી શકાતા, હવે પુસ્તકાકારમાં મળે છે. રચયિતા
કાવ્યકાર કોંકવેલિર જૈનાચાર્ય હતા. કાવ્યમાં અનેક સ્થાનોમાં જૈનતત્ત્વોનું વર્ણન પ્રત્યક્ષ તથા પરોક્ષ રૂપે કવિએ કર્યું છે. તેઓ કોંકમંડલમૂના કુરમ્પ ક્ષેત્રવર્તી વિજયમંગલમ્ નામક સ્થાનમાં જન્મ્યા હતા. એક અનુશ્રુતિ અનુસાર કવિવરે આ કાવ્ય પૂરું કરવા માટે ત્રણ વાર જન્મ લીધો, ત્યારે જતાં આ કાવ્ય પૂરું થઈ શક્યું.
અડિયાર્ફ નલ્લાર વગેરે શ્રેષ્ઠ વિદ્વાનોએ આ કાવ્યની ખૂબ-ખૂબ પ્રશંસા કરી છે. અનુમાન છે કે કોંકવેલિર આચાર્ય વજનંદીના સંઘમાં વિદ્યમાન હતા.
આ પહેલાં જ બતાવવામાં આવી ચૂક્યું છે કે આ કાવ્ય ગુણાઢ્યકૃત “બૃહતું કથા પર આધારિત છે. આંધ્રનરેશની સભાના કવિવરોમાં ગુણાઢ્ય પણ એક હતા. તેમણે જ પૈશાચી ભાષામાં બૃહત્ કથા'ની રચના કરી હતી. તે ઈ. પ્રથમ સદીના હતા. શૂદ્રક નામક નરેશે “વીણાવાસવદત્તમ્ નામક નાટક લખ્યું. તેનો તામિલમાં અનુવાદ કર્યો હતો કાંચીપુરમુના એક કથાશિલ્પીએ, જે કવિ દંડીનો મિત્ર હતો. તેનો ઉલ્લેખ દંડીએ પોતાની “અવન્તિસુંદરી કથામાં કર્યો છે. દક્ષિણના નાટકકારોએ ભાસના નાટકોમાંની વાસવદત્તાની કથા ઉપર કેટલીય કૃતિઓ રચી છે. મહાકાવ્ય “મણિમેખલેમાં પણ વાસવદત્તા-આખ્યાનનો ઉલ્લેખ છે. પ્રસિદ્ધ વૈષ્ણવ સંત કવિ તિરુમંગે આળુવારે પોતાના “ચિરિય તિરુમડલુ' નામે પદ્ય-સંગ્રહમાં વાસવદત્તાકથાની ચર્ચા કરી છે. આથી એ વાત જરૂર સ્પષ્ટ થાય છે કે ઉદયન અને વાસવદત્તાની કથા તામિલનાડુમાં પણ સર્વત્ર કહેવા-સાંભળવામાં આવતી હતી અને લોકપ્રિયતાને કારણે, જેમ કે કાલિદાસે પણ “મેઘસંદેશમાં કહ્યું હતું – ૩યનથાવગ્રામવૃદ્ધા...' જનમનની ભાવુક સંવેદનાઓને મુગ્ધ કરી રહી હતી.
આ સુંદર કાવ્યના પ્રણેતા કોંકવેલિર જૈન દ્રમિલસંઘના વિદ્વાન હતા. આ સંઘ કર્ણાટકમાં જ ઉન્નત સ્થિતિમાં હતો. કોંકનાડુ કર્ણાટક અને છેક તામિલનાડુનો સીમાપ્રદેશ છે. આથી તે સંઘનો પૂરો પ્રભાવ તેના પર પડેલો જણાય છે. કેટલાક વિદ્વાનોનો મત છે, ઈ. પમી કે ૬ઠ્ઠી સદીના ગંગનરેશ દુર્વિનીતે સંસ્કૃતમાં એક બૃહત્કથાની રચના કરી, જેમાં અન્ય “બૃહતુ કથા” ગ્રંથોની જેમ શૈવધર્મનો
12 Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org