________________
કાપ્પિયમ્-૧ શિલપ્પધિકારમ્ કાપ્પિયમ્' (કાવ્યગ્રંથ) કે “તોડર નિલેંચેટુળ' (એક વિષય કે ચરિત પર આધારિત પદ્યસમૂહ) સંઘકાલમાં પ્રચલિત ન થયા. “પેરુમ્ પંચ કાવિયમ્ કે “ઐરમ્ કાપ્પિયમ્' (પંચ મહાકાવ્ય) અને “ચિરુ પંચ કાવિયમ્' કે “ઐચિર કાપ્પિયમ્' (પંચ લઘુકાવ્ય) નામથી પાછળથી જ વિભાજન થયું હતું. પંચ મહાકાવ્ય આ છે –
૧. શિલપ્પધિકારમ્, ૨. મણિમેખલે, ૩. જીવક ચિંતામણિ, ૪. કુંડલ કેશી અને ૫. વલૈયાપતિ. શિલપ્પધિકારમેના રચયિતા
શીર્ષસ્થાનીય મહાકાવ્ય “શિલપ્પધિકાર'ના રચયિતા શ્રી ઇનંગો અડિગળુ હતા. તેઓ આ કાવ્યના મુખ્ય પાત્ર ચેરનરેશ ચંગુઠુવન્ના નાના ભાઈ હતા. આ મહાકાવ્યની અસાધારણ વિશેષતા એ છે કે આનો ચરિતનાયક કોવલનું એક સાધારણ વણિક છે અને ચરિતનાયિકા પણ તેની પત્ની કર્ણકિ વણિકપુત્રી હતી. પૂર્વ પ્રથાનુસાર રાજા, મહારાજ કે કોઈ અવતારી પુરુષને ચરિતનાયક ન માનતાં, એક વણિક-યુવક અને તેની પત્નીને મુખ્ય પાત્ર બનાવવાની શરૂઆત આ જ કાવ્યથી થઈ છે. આનાથી ખબર પડે છે કે તે કાળમાં વણિકોની સમાજમાં ખૂબ પ્રતિષ્ઠા હતી. કાવ્ય કથા
કોવલનું અને કણકિ બંનેના આનંદમય જીવનમાં, સુંદર નર્તકી માધવીનો પ્રવેશ ખળભળાટ મચાવી મૂકે છે. ભોગલિપ્સ કોવલનું માધવીના મોહપાશમાં પડીને સતી કણકિને ભૂલી જાય છે. જ્યારે બધી સંપત્તિ માધવીને ભેટ ચડી ગઈ ત્યારે કોવલનુને સ્વયં પોતાની દીન સ્થિતિ પર ગ્લાનિ થાય છે. હવે માધવીના મીઠાં ઉપહાસભર્યા મહેણાં તેના ખિન્ન મનમાં ખૂંચવા લાગ્યા. તે પ્રેયસીથી રિસાઈને હમેશા માટે તેને છોડી, પોતાની પત્ની કણકિ પાસે ચાલ્યો જાય છે. કર્ણકિનું એક બહુમૂલ્ય ઝાંઝર વેચીને તેનાથી ફરી વ્યવસાય કરવાનો નિશ્ચય કરે છે. બંને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org