________________
તામિલ જૈન સાહિત્યનો ઈતિહાસ
લક્ષણ, રીતિ તથા વ્યાકરણ ગ્રંથોને ‘નૂલ્’ (સૂત્ર) શબ્દથી નિર્દિષ્ટ કર્યા છે. જેમકે નાનું દર્પણ પર્વતને પણ પડછાયા દ્વારા બતાવે છે, તેવી જ રીતે નાનું સૂત્ર મોટી અઘરી વાતો પણ વ્યક્ત કરી આપે છે. પદ્ય-ગદ્યનું વિભાજન તથા પ્રચલન તે સમયે હતું. પદ્યોની વચ્ચોવચ્ચ ગદ્ય પ્રયુક્ત કરવામાં આવ્યું, જેમ ચંપૂ-કાવ્યમાં હોય છે. સંપૂર્ણ ગદ્યગ્રંથ પણ તે સમયે મળતા હતા. તે ગદ્ય-ગ્રંથોમાં અધિકાંશ પંચતંત્ર-જેવા નૈતિક ઇતિવૃત્ત, પશુ-પક્ષીઓના મુખે વ્યક્ત કરાવવામાં આવેલા નીતિ-ઉપદેશ તથા ઉપહાસ-વ્યંગ્ય, ઉપમા-દૃષ્ટાન્ત વગેરે અલંકાર દ્વારા વર્ણિત કોયડા-ઉખાણાં, જન-જીવનની ઝાંખી કરાવતી લોકોક્તિઓ, રૂઢિપ્રયોગો અને મંત્રવાક્ય તે જ હતા. તે ઉપરાંત નાના-નાના વાક્યોવાળા ગ્રંથ, છંદોના ઉદાહરણવાળા પદ્ય, ગદ્યપદ્યાત્મક પ્રાચીન કથાઓ, શ્રૃંખલાબદ્ધ લાંબી પઘરચના જેમાં ઊંચા આદર્શ બતાવવામાં આવે છે, ઉદ્બોધક, નીતિ કથાઓ જે ગ્રામીણ તથા દેશી ભાષાઓમાં મિશ્રિત રૂપે રચવામાં આવી છે, સરસ લોકગીત અને ગીતિ-નાટક આ બધા પ્રકાર પણ તોલકાપ્પિયર્ના સમયમાં પ્રચલિત હતા. તેમાં જૈનધર્મની છાપ સ્પષ્ટ પ્રતીત થાય છે.
૧૧૬
-
—
તોલકાપ્પિયમ્ અને જૈન પ્રભાવ
જોકે તોલકાપ્પિયને જૈનાચાર્ય સાબિત કરવાનું કોઈ ઉપયુક્ત કે નક્કર પ્રમાણ ઉપલબ્ધ નથી તો પણ તેમના ગ્રંથ ‘તોલકાપ્પિયમ્’થી એ માલૂમ પડે છે કે તામિલ ભાષા તથા સાહિત્યના વિકાસમાં જૈનધર્મનું યોગદાન મહત્ત્વપૂર્ણ રહ્યું છે. જૈનધર્મને તામિલનાડુમાં જનમંગલપોષક બનવાનું ગૌરવ એટલા માટે પ્રાપ્ત થઈ શક્યું કે તત્કાલીન જૈન સાધુઓ તથા આચાર્યોએ ખૂબ તત્પરતા તથા નિઃસ્વાર્થ ભાવથી પવિત્ર લોકસેવા કરી. તેમના શુદ્ધાચરણ અને પ્રકાંડ પાંડિત્યે પણ જનસાધારણને આકૃષ્ટ કર્યા હતા. આચાર્ય સિદ્ધસેન દિવાકર અને વૃદ્ધવાદી મુનિના જીવનચરત્રોથી ઉપર્યુક્ત કથનની સત્યતા પ્રકટ છે અને જૈનાચાર્યોના ધર્મપ્રચારની તે પણ વિશેષતા રહી કે તેઓ રાજા-ટૂંકનો ભેદ માનતા ન હતા. તેમનું કાર્યક્ષેત્ર જેટલું વિશાળ હતું, તેટલો જ પવિત્ર તથા પ્રેરણાદાયક હતો તેમનો ઉદાર ભાવ. મુખ્યત્વે તેઓ તે જ પ્રદેશની વ્યાવહારિક ભાષા પર અધિકાર પ્રાપ્ત કરી, તેના દ્વારા જ પોતાના ધર્મનો પ્રચાર કરતા હતા. એ જ કારણે, અન્ય ધર્મની અપેક્ષાએ જૈનધર્મ ખૂબ જ જલદી અતિશય વેગથી તામિલનાડુમાં પામરથી પંડિત સુધી ફેલાઈ ગયો. તોલકાપ્પિયમ્નો રચના-કાળ કયો હતો, તેનો નિર્ણય કરવો મુશ્કેલ છે. તેમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org