________________
જૈન ધર્મ અને તામિલ દેશ
‘માર્ત્તિરે’ (માત્રા)
તોલકાપ્પિયરે માત્રાની વ્યાખ્યા કરતાં લખ્યું છે કે ચપટી વગાડવાં કે પલક મારવાની અવિધને ‘માત્રા’ કહે છે. ભટ્ટ અકલંક નામક જૈન પંડિતે પોતાના કન્નડ વ્યાકરણગ્રંથમાં ‘માત્રા'ની એ જ વ્યાખ્યા કરી છે અને પ્રમાણમાં એક પ્રાચીન સંસ્કૃત શ્લોક પણ ઉદ્ધૃત કર્યો છે. તે શ્લોકના રચયિતાનું નામ જ્ઞાત નથી. જૈનાચાર્યો પોતાના લક્ષણગ્રંથમાં મૂલ તથા આધાર રૂપે માત્ર પોતાના પૂર્વવર્તી જૈનાચાર્યોની જ ઉક્તિઓ ઉદ્ધૃત કરશે, એમ કહેવું યુક્તિસંગત નથી. તેમના ગ્રંથોમાં જૈનેતર આચાર્યોનાં ગ્રંથોનાં કેટલાય ઉદ્ધરણો પણ સહજ-પ્રાપ્ય છે. ઉલટું, વાગ્ભટ વગેરે પ્રાચીન આચાર્યોએ ‘માત્રા’ પર પર્યાપ્ત કાર્ય કર્યું છે. આથી તોલકાપ્પિયરે માત્રાની જે વ્યાખ્યા કરી તે સર્વસંમત અનુસંધાનનું જ પરિણામ છે. આથી આ આધારે તેમના ધર્મનો નિર્ણય ક૨વો યુક્તિસંગત નહિ ગણાય.
પેરૅકળ’ (બહુસંખ્યાઓ)
‘તોલકાપ્પિયરે પોતાના ગ્રંથના ‘એલુત્તધિકારમ્' (અક્ષરાધિકાર)માં બહુસંખ્યાવાચક ‘તામરૈ’ (કમલ), ‘વળળમ્’ (ભરતી), ‘આમ્બલ્’ (કુમુદ) વગેરે સંજ્ઞાઓનું વિવેચન કર્યું છે. સંસ્કૃતમાં પણ તે મુજબ બહુસંખ્યાના વાચક શબ્દો છે, છતાં પણ ‘કુમુદ’ શબ્દ માત્ર આચાર્ય ઉમાસ્વાતિરચિત ‘સ્વોપજ્ઞભાષ્યમ્'માં પ્રયુક્ત થયો છે. ઉમાસ્વાતિ જૈન આચાર્ય હતા, એટલા માટે તોલકાપ્પિયરે પણ જૈન હોવાને કારણે ઉમાસ્વાતિનું અનુકરણ કરી ‘કુમુદ’ શબ્દ અપનાવ્યો' – એમ કેટલાક વિદ્વાનોનો અભિમત છે. પરંતુ, ધ્યાન આપવાની વાત એ છે કે તોલકાપ્પિયરે ન તો કોઈ સંસ્કૃત વ્યાકરણનું સમર્થન કર્યું છે, ન જૈન ગણિતશાસ્ત્રનો પણ પ્રચાર કર્યો છે. તેમણે માત્ર પોતાના સમયમાં પ્રચલિત ભાષાપદ્ધતિ અને તેની વ્યાવહારિક રીતિનું જ વિવેચન કર્યું છે. ઉપર્યુક્ત બહુસંખ્યાવાચક શબ્દો તેમના સમયથી જ લોક-વ્યવહારમાં પ્રચલિત થઈ ચૂક્યા હતા. એમ માની શકાય કે જૈનાચાર્યોએ તામિલમાં લખવાનું તે સમયે શરૂ કરી દીધું અને તેમના જ દ્વારા તે શબ્દો જનસાધારણના વ્યવહારમાં આવી ગયા હશે.
પત્તિ’ (એક કાવ્ય-વિશેષ)
તામિલ કાવ્ય-વિશેષ ‘પત્તિ'ની ચર્ચા તોલકાપ્પિયરે કરી છે. કેટલાક વિદ્વાનોનો મત છે કે તોલકાપ્પિયરે પ્રાકૃત ભાષામાં રચિત જૈન-છંદ શાસ્ત્રના આધારે જ ઉક્ત પણત્તિનું વિવેચન કર્યું છે. પરંતુ એમ કહેવું વધારે યોગ્ય થશે કે
Jain Education International 9
૧૧૩
For Private & Personal Use Only
www.jainelibrary.org