________________
જૈન ધર્મ અને તામિલ દેશ
૧૦૧
પરંતુ કેટલાક વિદ્વાનોનો મત છે કે આ બધા ઉલ્લેખો ઈસુની નવમી શતાબ્દી પહેલાંના નથી. આથી તે દંતકથામાં ઉલ્લિખિત ચન્દ્રગુપ્ત ચન્દ્રગુપ્ત-દ્વિતીય અને ભદ્રબાહુ ભદ્રબાહુ-તૃતીય હોઈ શકે. પરંતુ બૌદ્ધધર્મના પ્રાચીન તથા પ્રામાણિક ઐતિહાસિક ગ્રંથ “મહાવંશમાં એ વાતનો ઉલ્લેખ મળે છે કે ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં સિંહલનરેશ પાંડુકાભયે નિગંઠો (જૈનો)ની સહાયતા કરી હતી. તે ઉપરાંત પ્રથમ કે દ્વિતીય સદીના તથા બ્રાહ્મીલિપિમાં અંકિત કેટલાક જૈન-શિલાલેખ દક્ષિણ તામિલનાડુની ગુફાઓમાં મળી આવ્યા છે. જો કે કેટલાક લોકો તેમને બૌદ્ધ શિલાલેખ કહે છે, પરંતુ અધિકાંશ વિદ્વાન તેમને જૈન-શિલાલેખ માને છે. આથી એમ નિશ્ચયપૂર્વક કહી શકાય છે કે જૈન શ્રમણોએ ઈસુની બીજી સદીમાં જ તામિલનાડુ આવીને, તામિલ ભાષા દ્વારા પોતાના સંપ્રદાયનો પ્રસાર કરવો શરૂ કરી દીધો હતો.
તેમ છતાં આજે તામિલનાડુમાં પ્રાચીન જૈન પરંપરા લુપ્તપ્રાય થઈ ગઈ છે, છતાં પણ એક સમય એવો હતો, જ્યારે તામિલદેશના ખૂણે-ખૂણે જૈનધર્મની દુંદુભી ગૂંજી ઉઠી હતી. જૈનોના આ સુવર્ણયુગની જાણ ઉપલબ્ધ શિલાલેખો અને અનેક સ્થાનો પર ભૂગર્ભમાંથી પ્રાપ્ત પ્રસ્તર-મૂર્તિઓ દ્વારા સ્પષ્ટ રીતે થાય છે. એટલું જ નહિ, અમરપ્પાક્કમ્, અરુકતુર, નમણ સમુદ્રમ્, જિનાલયમ્, પંચપાંડવમલે, અમકુડિ, શમણતિડલ, શમણમલૈ, અરુકમંગલમ્, શસ્તિપુરમ્ વગેરે જૈનસૂચક શબ્દોથી બનેલા સ્થળોનાં નામોથી પણ જૈનધર્મની વ્યાપકતા તથા લોકપ્રિયતાનો પરિચય મળે છે. કેટલાંય સ્થળોનાં નામના અંતે “પળિક' (જૈન મઠ-ઉપાશ્રય) શબ્દ મળી આવે છે. આદિકાલ
જૈન-પરંપરામાં કુંદકુંદાચાર્યનું મહત્ત્વપૂર્ણ સ્થાન છે. એમ માનવામાં આવે છે કે તેઓ ઈ.સ.પૂર્વ, કે ઈ.સ.ની પહેલી સદીમાં થયા હતા. તેઓ તામિલ પ્રદેશના નિવાસી હતા. તેમના દ્વારા રચિત ગ્રંથોનું દિગંબર-પરંપરામાં વિશેષ બહુમાન છે. હિંદુધર્મમાં જે સ્થાન પ્રસ્થાનત્રયી' અર્થાતુ ઉપનિષદુ, બ્રહ્મસૂત્ર અને ભગવદ્ગીતાનું છે, તે જસ્થાન દિગંબર પરંપરામાં કુંદકુંદાચાર્યના “પ્રાભૃતત્રય' અર્થાત્ પંચાસ્તિકાયસાર, પ્રવચનસાર અને સમયસારનું છે. સંશોધન વડે માલૂમ પડે છે કે કુંદકુંદાચાર્યના શિષ્ય “બલાક પિચ્છ' કહેવાતા હતા. તેમના પછી ગુણનંદીનું નામ લેવામાં આવે છે. ઈ.સ.બીજી સદીમાં આચાર્ય સમન્તભદ્ર કાંચીનરેશને પરાજિત કર્યા. પરિણામસ્વરૂપ કાંચીનરેશ સંન્યાસ ગ્રહણ કરી શિવકોટિ આચાર્ય નામે પ્રખ્યાત થયા. આ જ જૈનોનો આદિકાલ હતો, જેનું તામિલદેશમાં આગવું ઐતિહાસિક મહત્ત્વ હતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org