________________
ષદિ અને સાંગત્યયુગ
છે. વસ્તુતઃ ભટ્ટાકલંક મહાવૈયાકરણ હતા. તેમણે માત્ર ૫૬૨ સૂત્રોમાં જ ભાષાવિષયક સમસ્ત વિષયો ભરી દીધા છે. ઉલ્લેખનીય છે કે ભટ્ટાકલંકે કન્નડ વ્યાકરણ સંસ્કૃતમાં લખ્યું છે. એટલું જ નહિ, તેમણે એતદર્થ ‘ભાષામંજરી’ નામક સંસ્કૃત વૃત્તિ તથા ‘મંજરીમકરંદ' નામક સંસ્કૃત વ્યાખ્યા પણ લખી છે. કવિએ સ્વયં પોતાને સંસ્કૃત અને કન્નડ બંને ભાષાઓના વ્યાકરણોના મર્મજ્ઞ બતાવ્યા છે. નિસંદેહ ભટ્ટાકલંક અપાર તથા અગાધ પાંડિત્યના સ્વામી હતા. તેઓ દક્ષિણ કન્નડ જિલ્લાના અકલંકદેવના શિષ્ય હતા. આથી ભટ્ટાકલંક ત્યાંના જ નિવાસી હશે. ધરિણ પંડિત
તેમણે ‘વરાજ્ઞનૃપરિતે’ અને ‘વિજ્જલચરિતે’ની રચના કરી છે. તેમનો સમય લગભગ ઈ.સ.૧૬૫૦ છે. તેમના પિતા વિષ્ણુવર્ધનપુરના પદ્મપંડિત હતા. વરાનૃપચરિતે સર્વપ્રથમ જટાસિંહનન્દિએ સંસ્કૃતમાં રચ્યું હતું. તે જ બંધુવર્મે ‘જીવસંબોધન'માં સંગ્રહરૂપે આપ્યું હતું. ધરણિપંડિતે આ કથાને ભામિનિ ષદિમાં વિસ્તારથી લખી. આ ગ્રંથ પૂર્ણરૂપે નથી મળ્યો. નૂતનનાગચન્દ્ર અને ચિદાનંદ
૯૧
નૂતનનાગચન્દ્રે લગભગ ઈ.સ.૧૯૫૦માં ‘જિનમુનિતય'ની અને ચિદાનંદે લગભગ ઈ.સ.૧૯૮૦માં ‘મુનિવંશાવ્યુદય’ની રચના કરી છે. જિનમુનિતનય નીતિ અને ધર્મ પ્રતિપાદક એક લઘુકાય કૃતિ છે. તેમાં માત્ર ૧૦૯ કંદ પદ્ય છે. તેનું પ્રત્યેક પદ્ય જિનમુનિતનય શબ્દથી પૂર્ણ થાય છે. આથી તેનું નામ જિનમુનિતનય પડ્યું. મુનિવંશાભ્યુદય સાંગત્યમાં છે. તેમાં જૈન ગુરુપરંપરા આપવામાં આવી છે. તેની સાથે સાથે જ તેમાં શ્રુતકેવલી ભદ્રબાહુ અને સમ્રાટ ચન્દ્રગુપ્તની દક્ષિણયાત્રાનું વિવરણ પણ આપવામાં આવ્યું છે.
દેવચંદ્ર
તેમણે ‘રાજાવલીકથે’ અને ‘રામકથાવતાર' નામક બે ગ્રંથોની રચના કરી છે. તેમનો સમય ઈ.સ.૧૭૭૦-૧૮૪૧ છે. દેવચન્દ્ર મૈસૂરનરેશ સુડિ કૃષ્ણરાજના સમકાલીન હતા. રાજાશ્રિત વૈદ્ય સૂરિ પંડિતના પ્રોત્સાહનથી જ તેમણે 'રાજાવલીકથે’ની રચના કરી હતી. તેમાં જૈનધર્મના ઈતિહાસની અનેક વાતો તથા રાજા અને કવિઓનાં જીવનચરિત્રો આપવામાં આવ્યાં છે. તેમાં મૈસૂરના રાજાઓની વંશાવલી પણ આપવામાં આવી છે. ‘રામકથાવતાર' એક ચંપૂ ગ્રંથ છે. મહાકવિ નાગચન્દ્ર (અભિનવપં૫)માંથી તેમણે માત્ર કથા તથા ભાવોને જ નથી લીધા પરંતુ તેમના અનેક પદ્યોનો અનુવાદ પણ કર્યો છે. ગ્રંથ સામાન્ય સ્તરનો છે.
*
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org