________________
ચંપૂયુગ
૭૫
“ઈષ્ટશિષ્ટકલ્પકુંજ' રૂપે શાંતિવર્ગની સ્તુતિ કરી છે. કાર્તવીર્ય ઈ.સ.૧૨૦૦થી ૧૨૨૦ સુધી શાસન કરતો રહ્યો હતો. તેની સભામાં જ શાંતિવર્ષે કવિ ગુણવર્મને પુષ્પદંતપુરાણની રચના માટે પ્રેરણા આપી હતી. આ વાત પુષ્પદંતપુરાણથી પણ સાબિત થાય છે.
કાર્તવીર્ય કુંતલદેશસ્થ કુંડિમાં રાજ્ય કરતો હતો. આથી કવિનું જન્મસ્થળ પણ કંડિ જ રહ્યું હશે. ઉપર કહેવાઈ ચૂક્યું છે કે ગુણવર્મના પૂજ્ય ગુરુ મુનિચન્દ્રદેવ હતા. કવિએ સ્વયં પોતાની રચનામાં પણ સ્વીકાર કર્યો છે કે હું તેમની કૃપાથી જ કવિતા બનાવવા માટે સમર્થ થયો છું. ગુણવર્મને કવિતિલક, સરસ્વતીકર્ણપૂર, સહજકવિસરોવરહંસ, પ્રભુગુણાન્જિનીકલહંસ, ગુણરત્નભૂષણ, ભવ્યરત્નાકર, માનમેરુ તથા કાવ્યસત્કલાર્ણવમૃગલાંછન વગેરે અનેક પદવી મળી હતી.
કવિ ગુણવર્મે પૂર્વ કવિઓમાં ગુણવર્મ (પ્રથમ), પંપ, પોત્ર, રન્ન, અગ્નલ, નાગવર્મ, નેમિચન્દ્ર, જન્ન તથા નાગચન્દ્રનું સાદર સ્મરણ કર્યું છે. વિવિધકલાભિજ્ઞ, કવિતાચતુર, સુવિવેકનિધાન, નૃપતિમતિ વગેરે વિશેષણો દ્વારા તેમણે સ્વયં પોતાના ગુણોનાં વખાણ કર્યા છે. આત્મપ્રશંસાની આ વાતોને એક તરફ રાખીએ તો પણ એટલું તો ચોક્કસ સ્વીકારવું પડશે કે ગુણવર્મ એક પ્રૌઢ કવિ હતા અને તેમની રચનાઓ પઠનીય છે. - પુષ્પદંતપુરાણ ચંપૂકાવ્ય છે. તેમાં ૧૪ આશ્વાસ છે. તેની કુલ પદ્ય સંખ્યા ૧૩૬૫ છે. તેમાં સ્મા તીર્થંકર પુષ્પદંતનું જીવનચરિત્ર વર્ણિત છે. ગ્રંથનો બંધ લલિત તથા સુંદર છે. તેમાં જ્યાં-ત્યાં કર્ણાટકમાં પ્રચલિત લોકોક્તિઓ પણ સમ્મિલિત કરી દેવામાં આવી છે. તેમની રચનાઓમાં કાવ્યના રસાસ્વાદનના બાધક અને પંપ વગેરે મહાકવિઓથી પરિત્યક્ત નૃત્યનુપ્રાસ, યમક વગેરે શબ્દાલંકારો પણ મળી આવે છે, જેમને અલંકારશાસ્ત્રીઓએ દૂષિત માન્યા છે. કવિએ એ વાતનો પૂરો ખ્યાલ રાખ્યો છે કે ધ્વનિ કાવ્યનો પ્રાણ હોય છે. શાસ્ત્રીય તથા સંસ્કૃત સાહિત્યમાં પ્રચુર પરિમાણમાં મળતા “કાકતાલીય' વગેરે અનેક ન્યાય પણ પુષ્પદંતપુરાણમાં મળી આવે છે.
આ પુરાણની કથા ભાગ અન્ય પુરાણોના કથા ભાગની જેમ અનેક જન્માંતરની કથાઓને કારણે પાઠકમાં અરુચિ ઉત્પન્ન નથી કરતો. આનો મૂળ કથા ભાગ ખૂબ સંક્ષિપ્ત છે. આવી સંક્ષિપ્ત કથાને વધારીને ૧૪ આશ્વાસોમાં પરિવર્તિત કરી દેવી પણ એક અસાધારણ કાર્ય છે, આનાથી કવિની કવિત્વશક્તિની ખબર પડે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org