________________
ચંપૂયુગ
૭૩
છે તે સર્વથા સમુચિત છે. નિરર્ગલ રૂપે પ્રવાહિત થનારી તેની કવિતાનો પ્રવાહ જોતાં ખૂબ આશ્ચર્ય થાય છે. પ્રો. ડી. એલ. નરસિંહાચાર્યે પોતાના એક લેખમાં વાદિરાજના સંસ્કૃત યશોધરકાવ્ય સાથે જન્નના આ યશોધરચરિતની તુલના કરી છે અને અનેક દૃષ્ટિએ યશોધરકાવ્યની અપેક્ષાએ યશોધરચરિતને ઉત્તમ સાબિત કર્યું છે. કહેવાનું તાત્પર્ય એ છે કે મહાકવિ જન્ન વસ્તુતઃ કન્નડ સાહિત્યના મહાન કવિઓમાંના એક છે.
કવિનો બીજો ગ્રંથ અનંતનાથપુરાણ છે. આ એક ચંપૂ કાવ્ય છે. આમાં ૧૪મા તીર્થકર અનંતનાથનું પવિત્ર જીવન ચિત્રિત છે. સાથે-સાથે તેમાં આ જ વંશના બલદેવ સુપ્રભ, વાસુદેવ પુરુષોત્તમ અને પ્રતિવાસુદેવ મધુકૈટભનું ચરિત્ર પણ વર્ણિત છે. અનંતનાથપુરાણ ૧૪ આશ્વાસોમાં વિભક્ત છે. તેમાં કવિએ અલંકારોને વિશેષ સ્થાન નથી આપ્યું. આ પુરાણ દોરસમુદ્ર (હલેબી)ના શાંતીશ્વર જિનાલયમાં પૂર્ણ થયું હતું. તેમાં યશોધરચરિતનાં પણ અનેક પદ્ય ઉપલબ્ધ થાય છે. તેમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે આ ગ્રંથ યશોધરચરિતની પછીનો છે.
આચાર્ય ગુણભદ્રરચિત ઉત્તરપુરાણ, ચાઉડરાયરચિત ચાઉન્ડરાયપુરાણ વગેરે પ્રાચીન કૃતિઓને આદર્શ માનીને કવિએ નવીન સન્નિવેશોની કલ્પના કરી છે. પંપ વગેરે પૂર્વ કવિઓના માર્ગનું અનુસરણ કરતાં મહાકવિ જન્ને આ સુરુચિપૂર્ણ તથા કાવ્યલક્ષણથી યુક્ત પુરાણની રચના કરીને પોતાના કવિત્વની પ્રૌઢતાનો પરિચય આપ્યો છે. વસ્તુતઃ આના પઠનથી જ્યાં રસિકોનું મનોરંજન થાય છે, ત્યાં ભાવુક ભવ્ય જીવોમાં જિનેન્દ્ર ભગવાનમાં અનન્ય તથા અવિચલ ભક્તિ ઉત્પન્ન થાય છે. આ ગ્રંથમાં મહાકવિ જન્ને દૈનંદિન અનુભવની ઘટનાઓને ચિત્તાકર્ષક શૈલીમાં પ્રસ્તુત કરી છે. આ કાવ્ય બધાને આકૃષ્ટ કરી લીધા હતા. આ પુરાણમાં જૈન સિદ્ધાંતોના માર્મિક ઉપદેશ તથા તપસ્યાના વિશદ વર્ણનની સાથે સાથે જ આમાં તીર્થકર અનંતનાથના પંચકલ્યાણકોનું વર્ણન છે. આમાં તેમની બાળલીલા, યૌવન-પ્રાપ્તિ પર માતા-પિતા દ્વારા કન્યાન્વેષણ તથા વિવાહનું આયોજન, સાંસારિક સુખ-ભોગ અને તેનાં ઉદ્દીપક વસંત ઋતુ, ચન્દ્રોદય વગેરેનું સજીવ પ્રસ્તુતીકરણ છે. પછીથી સંસારમાં વિરક્તિ, તપસ્યા, કેવલજ્ઞાન, નિર્વાણ પ્રાપ્તિ વગેરેનું સુંદર ચિત્રણ છે.
શૃંગાર, વીર, કરુણ અને હાસ્યાદિ વિવિધ રસોની સૃષ્ટિ કરી જન્ને પ્રસ્તુત પુરાણને ખૂબ જ આકર્ષક બનાવ્યું છે. એક વાર આના આદ્યપાન્ત પઠનથી રસિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org