________________
.
પૌરાણિક મહાકાવ્ય
૫૪.
નેમિનાથ-કૃષ્ણ-બલદેવચરિત, ૫૨. બ્રહ્મદત્તચક્રવર્તી, તથા વર્ધમાનસ્વામીચરિત આ છ ચરિત્રોમાં કથાનાયકોના વિવિધ પ્રસંગોનો વિસ્તાર છે. ૩. અજિતસ્વામીચરિત, ૧૭-૧૮. દ્વિપૃષ્ઠ-વિજયચરિત, ૨૦-૨૧. સ્વયંભૂ-ભદ્રબલદેવચરિત્ર, ૩૪-૩૫. અરસ્વામી(તીર્થંકર-ચક્રવર્તી)ચરિત આ ચાર ચરિત્રોમાં અવાન્તર કથાઓના કારણે વિસ્તાર કરવામાં આવ્યો છે. ૧૪૧૫. ત્રિપૃષ્ઠઅચલચરિત્રમાં સિંહવધઘટના ઉપરાંત મુખ્યપણે પૂર્વભવોના વૃત્તાંતના કારણે વિસ્તાર થયો છે. ૫. સંભવચરત, ૮. પદ્મપ્રભચરિત અને ૧૦. ચન્દ્રપ્રભચરિત આ ત્રણ ચરિતોમાં ક્રમશઃ કર્મબન્ધ, દેવ-નરક ગતિ તથા નરકોથી સંબદ્ધ ઉપદેશ જ અધિક છે, ચરિતો તો એક તાલિકા માત્ર બની ગયાં છે.
-
આમાં આવેલી વરુણવર્મકથા, વિજયાચાર્યકથા અને મુનિચન્દ્રકથા આ ત્રણ અવાન્તર કથાઓની તેમ જ બ્રહ્મદત્તચક્રવર્તીચરિતના મોટા ભાગની રચનાશૈલી આત્મકથાત્મક છે.
અન્ય ચરિતગ્રંથોથી આની વિશેષતા એ છે કે આમાં સૌપ્રથમ આપણને નાટકના રૂપમાં અવાન્તર કથા રચવાનો નમૂનો મળે છે.
આ કાવ્યનો પશ્ચાત્કાલીન સંસ્કૃત-પ્રાકૃત કેટલાંક કાવ્યો ઉપર પ્રભાવ છે.
૬૯
-
સાંસ્કૃતિક સામગ્રીની દૃષ્ટિએ આમાં યુદ્ધ, વિવાહ, જન્મ અને ઉત્સવોનાં વર્ણનોમાં તત્કાલીન પ્રથાઓ અને રીતરિવાજોનાં નોંધપાત્ર ઉલ્લેખો મળે છે. આમાં ચિત્રકલા અને સંગીતકલાની સારી સામગ્રી આપવામાં આવી છે. આની ભાષા, શૈલી આદિ મહાકાવ્યને અનુરૂપ છે.
૧. પ્રસ્તાવના, પૃ. ૫૨-૫૪.
Jain Education International
ગ્રન્થકાર અને તેમનો સમય આ ચરિતગ્રંથના કર્તાએ પોતાની ઓળખાણ ત્રણ નામોથી આપી છે ૧. શીલાંક યા સીલંક, ૨. વિમલમતિ અને ૩. સીલાચરિય. ગ્રંથના અંતે પાંચ ગાથાઓની પ્રશસ્તિ છે. તે ઉપરથી જાણ થાય છે કે તે નિવૃત્તિકુલના આચાર્ય માનદેવસૂરિના શિષ્ય હતા.' લાગે છે કે આચાર્ય પદની પ્રાપ્તિ પૂર્વે અને ત્યાર પછી ગ્રંથકારનું નામ ક્રમશઃ વિમલમતિ અને શીલાચાર્ય રહ્યું હશે. ‘શીલાંક' તો ઉપનામ જેવું લાગે છે અને તે સંભવતઃ તેમની અન્ય રચનાઓમાં પણ પ્રયુક્ત થયું છે. દેશીનામમાલામાં હેમચંદ્રે આપેલાં કેટલાંક
ww
For Private & Personal Use Only
www.jainelibrary.org