________________
પૌરાણિક મહાકાવ્ય
દરબારમાં ૩૩ હિન્દુ સભાસદોના પાંચ વિભાગોમાંથી તેમનું નામ પ્રથમ વિભાગમાં હતું. તેમણે અકબરના દરબારમાં એક મહાપંડિતને વાદવિવાદમાં પરાસ્ત પણ કર્યા હતા અને તેથી સમ્માન પામ્યા હતા. જોધપુરના હિન્દુ નરેશ માલદેવે પણ તેમનું સન્માન કર્યું હતું. “અકબરશાહિશૃંગારદર્પણ'ની પ્રશસ્તિમાંથી જાણવા મળે છે કે પદ્મસુંદરના દાદાગુર આનન્દમેરુનું અકબરના પિતા હુમાયૂ અને પિતામહ બાબરના દરબારમાં મોટું સમ્માન હતું.
પાસુંદર ઘણા જ ઉદાર બુદ્ધિવાળા હતા. તેમણે દિગંબર સંપ્રદાયના રાયમલ્લની વિનંતીથી ઉક્ત ગ્રંથની જ નહિ પરંતુ પાર્શ્વનાથકાવ્યની પણ રચના કરી છે. ઉક્ત બંને ગ્રંથોની પ્રશસ્તિઓમાં રાયમલ્લના વંશનો પરિચય તથા કાષ્ઠાસંઘના આચાર્યોની ગુરુપરંપરા આપી છે.
પદ્મસુંદરે કેટલાય ગ્રંથોનું સર્જન કર્યું છે. ભવિષ્યદત્તરચિત, રાયમલ્લાલ્યુદય, યદુસુન્દરમહાકાવ્ય, પાર્શ્વનાથમહાકાવ્ય, પ્રમાણસુન્દર, સુન્દરપ્રકાશશબ્દાર્ણવ (કોષ), શૃંગારદર્પણ, કબૂચરિત (પ્રાકૃત), હાયનસુંદર (જ્યોતિષ) અને કેટલીય લધુ કૃતિઓ. આ બધી રચનાઓ તેમણે વિ.સં. ૧૬૨૬ અને ૧૬૩૯ની વચ્ચે રચી છે. તેમનો સ્વર્ગવાસ વિ.સં. ૧૬૩૯માં થયો હતો.'
ચઉપન્નમહાપુરિસચરિય – આ ચરિતમાં કેવળ ૫૪ મહાપુરુષોનાં ચરિતોનું આલેખન છે. જૈન સાહિત્યમાં મહાપુરુષોના સંબંધમાં બે માન્યતાઓ છે. સમવાયાંગસૂત્રના ૨૪૬થી ૨૭૫ સૂત્રોમાં ૬૩ શલાકાપુરુષોનાં નામ આપ્યાં છે પણ ૯ પ્રતિવાસુદેવોને છોડી બાકીના પ૪ને જ સૂત્ર ૧૩૨માં “ઉત્તમપુરુષ' કહેવામાં આવ્યા છે. આ ગ્રંથમાં પણ ૯ પ્રતિવાસુદેવોને છોડી બાકીના પ૪ને જ “ઉત્તમપુરુષ' કહેવામાં આવ્યા છે. પરંતુ ચરિત્ર આલેખનની દૃષ્ટિએ તો તેમાં ૫૧ મહાપુરુષોના ચરિત્રોનું જ આલેખન છે કારણ કે શાન્તિ, કુન્થ અને અરનાથ એ ત્રણ નામ તીર્થકર અને ચક્રવર્તીઓ બંનેમાં સામાન્ય છે. એટલું જ નહિ પણ વિષયસૂચી જોવાથી જાણવા મળે છે કે વાસ્તવિક ચરિત્ર ૪૦ જ રહે છે કારણ કે પિતાપુત્ર, અગ્રજ-અનુજના સંબંધને લીધે કેટલાંક ચરિત્રો સાથે સાથે જ આપવામાં આવ્યાં છે, એટલે વિશિષ્ટ ચરિતોની સંખ્યા ૪૦ જ બાકી રહે છે. ૧. અનેકાન્ત, વર્ષ ૪ અંક ૮; અગરચંદ નાહટા – ‘ઉપાધ્યાય પદ્મસુંદર ઔર ઉનકે ગ્રન્થ”
તથા એજન, વર્ષ ૧૦ અંક ૧ “કવિ પદ્મસુન્દર ઔર શ્રાવક રાયમલ્લ'; નાથુરામ પ્રેમી –
જૈન સાહિત્ય ઔર ઇતિહાસ, પૃ. ૩૯૫-૪૦૩. ૨. પ્રાકૃત ટેક્સ્ટ સોસાયટી, વારાણસી, સન્ ૧૯૬૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org