SearchBrowseAboutContactDonate
Page Preview
Page 623
Loading...
Download File
Download File
Page Text
________________ લલિત વા≠ય પરિચય આપી દીધો છે. રચના અપૂર્ણ હોવાથી તેનો રચનાકાળ જાણી શકાયો નથી. જ્ઞાનચન્દ્રોદયનાટક હકીકતમાં આ કોઈ નાટક નથી. તેને લેખકે ‘૫રમાત્મવિવરણ’ કહેલ છે. પરંતુ તેના પાંચ વિભાગોને અંક કહ્યા છે. અમુક વિષય શરૂ થાય ત્યારે તેની ‘શરૂઆત’ના અર્થમાં ‘પ્રવિશતિ' અને સમાપ્ત થાય ત્યારે ‘સમાપ્તિ’ના અર્થમાં ‘નિષ્કા’ શબ્દોનો પ્રયોગ કર્યો છે. જીવ, બંધ, સામાન્યસંવિત્, વિશેષસંવિત્, કર્મ, ચિત્, શબ્દબ્રહ્મ, ચિદ્વિલાસ જેવા વિષયોનું નિરૂપણ છે. અહીં કોઈને પાત્રો રૂપે રજૂ કર્યા નથી, personi fication નથી. અહીં કોઈ સંવાદ નથી. ગદ્ય નથી. કેવળ ૩૯૮ પઘો વિવિધ મોટા છંદોમાં છે. જૈન તત્ત્વજ્ઞાનની કૃતિ છે. કુંદકુંદની કૃતિઓ અને તેમની ટીકાઓનો કૃતિ ઉપર ઘણો પ્રભાવ છે. તેના કર્તા સમ્રાટ્ અકબરના સમકાલિક પદ્મસુન્દર છે. તેમની અન્ય કૃતિ ‘રાયમલ્લાભ્યુદયકાવ્ય'ના પ્રસંગે તેમનો પરિચય આપી દીધો છે. તેમનો સાહિત્યિક કાલ વિ.સં.૧૬૨૬થી ૧૬૩૯ છે. જ્ઞાનસૂર્યોદયનાટક આએક સંસ્કૃતનાટક છે. તેશ્રીકૃષ્ણમિશ્રનાપ્રબોધચન્દ્રોદયના જવાબમાં રચાયેલી કૃતિ છે. પ્રબોધચન્દ્રોદયમાં ક્ષપણકના (દિગંબર જૈન મુનિના) પાત્રને બહુ જ નિન્દિત અને ધૃણિત રૂપમાં ચીતરવામાં આવ્યું છે. કદાચ તેનો બદલો લેવા જ્ઞાનસૂર્યોદયનાટકની રચના થઈ છે. બન્ને રચનાઓમાં બહુ સમાનતા છે. પાત્રોનાં નામો પ્રાયઃ સમાન છે, તેની સાથે એક જ આશયવાળાં વીસ જેટલાં પદ્યો અને ગદ્યવાક્યો થોડી શબ્દોની હેરફેર સાથે એકસરખાં મળે છે. ૬૦૧ જ્ઞાનસૂર્યોદયની અષ્ટશતી એ પ્રબોધચન્દ્રોદયની ઉપનિષત્ છે. કામ, ક્રોધ, લોભ, દંભ, અહંકાર, મન, વિવેક વગેરે એકસરખાં છે. જ્ઞાનસૂર્યોદયની દયાપ્રબોધચન્દ્રોદયની શ્રદ્ધા છે. બન્ને ક્રમશઃ દયા અને શ્રદ્ધાનું ગુમ થઈ જવું બતાવે છે. જ્ઞાનસૂર્યોદયમાં અષ્ટશતીનો પતિ ‘પ્રબોધ’ છે અને પ્રબોધચન્દ્રોદયમાં ઉપનિષત્નો પતિ ‘પુરુષ’ છે. જ્ઞાનસૂર્યોદયના કર્તાએ પ્રબોધચન્દ્રોદયની જેમ જ બૌદ્ધોનો ઉપહાસ કર્યો છે અને ક્ષપણકના બદલે સિતપટને ખડોં કરી શ્વેતાંબર જૈનોનો પણ ઉપહાસ કર્યો છે. સંભવ છે કે ‘મુદ્રિતકુમુદચન્દ્ર’ની પ્રતિક્રિયામાં આમ કરવામાં આવ્યું હોય. ૧. કેટલાક વિદ્વાનો ઉક્ત સટ્ટકને જૈન કવિ નયચન્દ્રની રચના માનવા તૈયાર નથી. ૨. ડૉ. નગીન શાહ દ્વારા સંપાદિત, લા.દ.વિદ્યામંદિર, અમદાવાદથી ઈ.સ.૧૯૮૧માં પ્રકાશિત, અંગ્રેજી પ્રસ્તાવના સાથે. જિનરત્નકોશ, પૃ. ૧૪૭. ૩. જૈન સાહિત્ય ઔર ઈતિહાસ, પૃ. ૩૮૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001316
Book TitleJain Kavya Sahitya Jain History Series 6
Original Sutra AuthorN/A
AuthorGulabchandra Chaudhary
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2006
Total Pages746
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy