________________
૫૯૬
જૈન કાવ્યસાહિત્ય
સુભદ્રાનાટિકા
આ ચાર અંકોની નાટિકા છે. તેમાં ઋષભદેવના પુત્ર ભરત ચક્રવર્તીની સાથે કચ્છરાજની પુત્રી અને વિદ્યાધર નમિની બેન સુભદ્રાના પરિણયની ઘટનાનું વર્ણન છે.
આ નાટિકાની કથાવસ્તુ જૈન જગતમાં સુપ્રસિદ્ધ છે. સુભદ્રા-ભરતના વિવાહની ચર્ચા જિનસેને આદિપુરાણના ૩૨મા સર્ગમાં કેવળ પાંચ પદ્યોમાં કરી છે પરંતુ કવિ હસ્તિમલે તેનો નાટકીય વિસ્તાર કર્યો છે અને તેને શ્રીહર્ષની રત્નાવલીને સામે રાખી એક નાટિકાનું સુંદર રૂપ આપવાનો સફળ પ્રયત્ન કર્યો છે. તેમાં સાહિત્યશાસ્ત્રોક્ત નાટિકાનાં લક્ષણોનું પાલન સારી રીતે થયું છે પરંતુ સંવાદોમાં
ક્યાંક ક્યાંક વિસ્તાર અને સમાસબહુલ પદોનો પ્રયોગ ઔચિત્યની મર્યાદાનું ઉલ્લંઘન કરે છે. કહેવતો, સુભાષિતોથી યુક્ત સંવાદો તેની આગવી વિશેષતા છે. કેટલાક નમૂના નીચે પ્રમાણે છે :
(૧) વાગે વિઘો મો: 9તુ જે ર વામ: . (પૃ.૫૪) (૨) ગર્તિ તું, અનામિકાન રિન્યતામ્ . (પૃ.૭૦) (૩) યત્રીત્તરનિરપેવ મહામાન સગોહિતસિદ્ધિ ૫ (પૃ.૮૩)
(૪) સુતો મિતમાતા નયુતમ્ (પૃ.૮૬) વિક્રાન્તકૌરવ
આ નાટક છ અંકોનું છે. તેમાં હસ્તિનાપુરના રાજા સોમપ્રભના પુત્ર કૌરવેશ્વર (જયકુમાર) અને કાશીના રાજા અકમ્પનની પુત્રી સુલોચનાના વિવાહનું ચિત્રણ કરવામાં આવ્યું છે. તેને સુલોચનાનાટક પણ કહે છે.
૧. માણિકચન્દ્ર દિગંબર જૈન ગ્રન્થમાલા, પુષ્પ ૪૩માં પ્રો. મા. વા. પટવર્ધન દ્વારા સંપાદિત,
મુંબઈ, ૧૯૫૦, આ અંજનાપવનંજય સાથે પ્રકાશિત છે. તેની અંગ્રેજી પ્રસ્તાવનામાં નાટિકાના અંકોનો સાર આપ્યો છે અને કહેવતો જેવી સૂક્તિઓનું સંકલન (પૃ.૫૬
પ૭) કર્યું છે. ૨. જિનરત્નકોશ, પૃ. ૩૫૦; માણિકચન્દ્ર દિગંબર જૈન ગ્રન્થમાલા, પુષ્પ ૩, મુંબઈ,
૧૯૭૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org