SearchBrowseAboutContactDonate
Page Preview
Page 613
Loading...
Download File
Download File
Page Text
________________ લલિત વાક્રય આ નાટકના હમ્મીર અને નયચન્દ્રસૂરિરચિત પશ્ચાત્કાલીન હમ્મીરમહાકાવ્યના હમ્મીરને એક ગણવાની ભૂલ ન કરવી જોઈએ કારણ કે આ મહાકવ્ય તો મેવાડના ચૌહાણ રાજા હમ્મીરના ઈતિહાસ સાથે સંબંધ ધરાવે છે અને પ્રસ્તુત નાટકથી ૨૦૦ વર્ષ પછીની કૃતિ છે. ૫૯૧ આ નાટકમાં પાંચ અંક છે. વસ્તુપાલના પુત્ર જયન્તસિંહની વિનંતીથી ખંભાતમાં ભીમેશ્વરના યાત્રામહોત્સવમાં તે ભજવાયું હતું. આ નાટકનું ઘટનાસ્થળ ખંભાતની આસપાસ આવેલું છે. તુરુષ્ક હમ્મીર તથા યાદવ રાજા સિંહણ અને લાટદેશના કેટલાક સરદાર ખંભાત ઉપર આક્રમણ કરવા ઈચ્છતા હતા. વીરધવલના મંત્રી વસ્તુપાલ મારવાડના રાજા, સુરાષ્ટ્રના સરદાર અને લાટના કેટલાક સરદારો સાથે સામનો કરે છે. ગુપ્તચરો દ્વારા શત્રુદલમાં ફૂટ પડાવવામાં આવે છે. યુદ્ધસ્થળનું વર્ણન રંગમંચ ઉપર દૂતોના સંવાદ દ્વારા રજૂ કરવામાં આવે છે. દૂતપ્રયોગ દ્વારા સ્થાનીય શત્રુઓને મેળવીને વસ્તુપાલ દૂતો વડે જ તુરુ સેનામાં અંધાધૂંધી, નાસભાગ મચાવી દે છે. અન્તે પોતાની રણનીતિના કારણે તે શત્રુઓને ભગાડી મૂકે છે. રાજા વીરધવલને તેથી નિરાશા થાય છે કારણ કે તે પોતાના શત્રુઓને કેદ ન કરી શક્યા, પરંતુ તે પોતાના મંત્રીની રણનીતિનું ઉલ્લંઘન કરવામાં લાચાર હતો. નાટકના અંતમાં મિલચ્છીકારને બાધ્ય થઈને વીરધવલ સાથે સંધિ કરતો દર્શાવ્યો છે. આમાં પાત્રોને આપવામાં આવેલાં નામ તત્કાલીન ઈતિહાસથી ઓળખાઈ ગયાં છે. આ નાટક ઉત્તરમધ્યયુગીન રચના હોવાથી અત્યન્ત અલંકારબહુલ છે અને તેની શૈલી કૃત્રિમ છે. તો પણ સંવાદો જોરદાર છે, કવિતાઓ મનોહારિણી છે અને ઉપમાઓથી અલંકૃત છે. વસ્તુપાલ, તેજપાલ અને વીરધવલનું ચરિત્રચિત્રણ સારું કરવામાં આવ્યું છે અને જીવન્ત છે. પાંચમા અંકમાં વીરધવલનું નરવિમાનમાં બેસીને અનેક સ્થાનો જોતાં જોતાં પાછાં ફરવાનું વર્ણન એ કવિનો કાલ્પનિક ક્ષેત્રમાં વિચરણ કરવાનો પ્રયાસ છે. આખા નાટકમાં કેવળ એક જ સ્ત્રીપાત્ર છે અને તે છે રાણી જયતલદેવી (વીરધવલની રાણી). કવિનો દાવો છે કે પ્રસ્તુત નાટકમાં ૧. ‘શ્રીમીનેશ્વરસ્ય યાત્રાયાં શ્રીમતા નયન્તસિંહેન સમાવિષ્ટોઽસ્મિ મપિ પ્રબંધનનેતુમ્' ઈત્યાદિ, પૃ. ૧. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001316
Book TitleJain Kavya Sahitya Jain History Series 6
Original Sutra AuthorN/A
AuthorGulabchandra Chaudhary
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2006
Total Pages746
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy