SearchBrowseAboutContactDonate
Page Preview
Page 611
Loading...
Download File
Download File
Page Text
________________ લલિત વાક્રય ધર્માભ્યુદય આ એકાંકી નાટક છે. તેમાં રાજર્ષિ દશાર્ણભદ્રના જીવનનો ઘટનાપ્રસંગ વર્ણવાયો છે. પ્રસ્તાવનામાં સૂચિત કર્યા મુજબ આ નાટક પાર્શ્વનાથના મંદિરમાં ભજવાયું હતું. તેના કર્તા એક જૈન સાધુ મેધપ્રભાચાર્ય છે, તેમના વિશે કંઈ જાણવા મળતું નથી. ઘણું કરીને તે ગુજરાતના હતા કારણ કે આ નાટકની હસ્તપ્રતો ગુજરાતમાં જ મળી છે. તેનો રચનાકાલ જ્ઞાત નથી પરંતુ પાટણના સંઘભંડા૨માં એક તાડપત્રીય પ્રતિ છે જેનો લેખનસમય વિ.સં.૧૨૭૩ છે. તેથી તેના પહેલાં આ નાટકની રચના અવશ્ય થઈ છે. ૫૮૯ તેને ‘છાયાનાટ્યપ્રબંધ' પણ કહેવામાં આવેલ છે અને રંગમંચ ઉપર તે ભજવાયું હોવાના સ્પષ્ટ નિર્દેશો આપવામાં આવેલ છે, જેમ કે ‘જ્યારે રાજા સાધુ થઈ જવાનો વિચાર વ્યક્ત કરે ત્યારે યવનિકાની અંદરની બાજુ સાધુના વેશમાં એક પૂતળું બેસાડી દેવામાં આવે' (યવનિાન્તરાત્ તિવેશધારી પુત્રસ્તત્ર સ્થાપનીયઃ, પૃ.૧૫). સંસ્કૃત રૂપકો અને ઉપરૂપકોની સૂચીમાં છાયાનાટકનો કોઈ ઉલ્લેખ નથી, તેથી તેનું સ્વરૂપ કેવું હોવું જોઈએ એ આપણે જાણતા નથી. અંગ્રેજીમાં છાયાનાટકને ‘શેડો પ્લે’ કહેવામાં આવે છે. અહીં ઉક્ત પ્રકારના નાટકોથી કવિ શું કહેવા માંગે છે એ સમજાતું નથી. ગુજરાતીમાં આ પ્રકારનું એક નાટક સુભટકૃત દૂતાંગદ અને બીજું એક અજ્ઞાત કવિએ રચેલું ‘શમામૃત’ છે. શમામૃત નેમિનાથના જીવન ઉપર આધારિત આ બીજું એકાંકી છાયાનાટક છે. તેની પ્રસ્તાવનામાં કહેવામાં આવ્યું છે : ‘માવત: શ્રીનેમિનાથસ્ય યાત્રામહોત્સવે विद्वद्भिः सभासद्भिरादिष्टोऽस्मि यथा श्रीनेमिनाथस्य शमामृतं नाम छायानाटकमभिनयस्वेति' (પૃ.૧). ૧. જૈન આત્માનન્દ સભા, ક્રમાંક ૬૧, ભાવનગર, વિ.સં.૧૯૭૫; તેનો જર્મન અનુવાદ ઝેડ.ડી.એમ.જી., ભાગ ૭૫, પૃ. ૬૯ વગેરેમાં અને Indische Shatten-theaterમાં પૃ. ૪૮વગેરેમાં થયો છે; જિનરત્નકોશ, પૃ. ૧૯૫; કીથ, સંસ્કૃત ડ્રામા, પૃ. ૫૫ અને ૨૬૯. ૨. જિનરત્નકોશ, પૃ. ૩૭૮; જૈન આત્માનન્દ સભા, ભાવનગર, વિ.સં.૧૯૭૯માં પ્રકાશિત. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001316
Book TitleJain Kavya Sahitya Jain History Series 6
Original Sutra AuthorN/A
AuthorGulabchandra Chaudhary
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2006
Total Pages746
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy