________________
૫૮૪
જૈન કાવ્યસાહિત્ય
દ્રૌપદીસ્વયંવર
આ સંસ્કૃત નાટક બે અંકનું છે. ગુજરાતનરેશ ‘અભિનવ સિદ્ધરાજ બિરદધારી મહારાજ ભીમદેવ બીજાની (વિ.સં.૧૨૩૫-૯૮) આજ્ઞાનુસાર ત્રિપુરુષદેવની સમક્ષ વસંતોત્સવ વખતે ભજવાયું હતું. તેના અભિનયથી રાજધાની અણહિલપુરની પ્રજા બહુ જ ખુશ થઈ હતી. આ વાત નાટકના પ્રારંભમાં સૂત્રધારના કથનથી જાણવા મળે છે. તેમાં એવા કેટલાક શ્લોકો રચવામાં આવ્યા છે કે જેમને પદશઃ વિભક્ત કરીને અનેક પાત્રો દ્વારા બોલાવવામાં આવ્યા છે.
કર્તા અને રચનાકાલ– આના કર્તા મહાકવિ શ્રીપાલના પૌત્ર અને સિદ્ધપાલના પુત્ર મહાકવિ વિજયપાલ છે. કર્તાની અન્ય કોઈ કૃતિ મળી નથી. અન્ય ઉલ્લેખોથી જાણવા મળે છે કે કવિનું કુળ ઘણું પ્રતિષ્ઠિત અને સરસ્વતીભક્ત હતું. કવિના પિતા અને પિતામહ રાજકવિ હતા. તે પ્રાગ્વાટ (પોરવાડ) વૈશ્ય તથા શ્વેતામ્બર સંપ્રદાયના જૈન હતા. તેમના કુટુંબે અણહિલપુરમાં સ્વતંત્ર જૈન મંદિર અને ઉપાશ્રયનું નિર્માણ કરાવ્યું હતું.
નાટકમાં કર્તાને મહાકવિ કહેવામાં આવ્યા છે. તે ઉપરથી જણાય છે કે કવિએ આ કૃતિ ઉપરાંત બીજી કેટલીક કૃતિઓનું સર્જન કર્યું હતું જે કાં તો નાશ પામી ગઈ છે કાં તો કોઈ ગ્રન્થભંડારોમાં પ્રકાશની પ્રતીક્ષા કરી રહી છે. આ નાટકમાં વિજયપાલના પિતાનું નામ સિદ્ધપાલ આપ્યું છે. તે પણ મહાકવિ હતા. જો કે તેમની કોઈ કૃતિ આજ સુધી મળી નથી પરંતુ શાર્થીકાવ્ય, સૂક્તમુક્તાવલી, સુમતિનાથચરિત્ર, કુમારપાલપ્રતિબોધ આદિ સંસ્કૃત-પ્રાકૃત કૃતિઓના કર્તા સોમપ્રભસૂરિએ ઉક્ત અંતિમ બે કૃતિઓની પ્રશસ્તિઓમાં સિદ્ધપાલનો ઉલ્લેખ કર્યો છે. તે બન્ને કૃતિઓનું સર્જન તેમણે સિદ્ધપાલે નિર્માણ કરાવેલા ઉપાશ્રયમાં રહીને કર્યું હતું.
કુમારપાલપ્રતિબોધમાં બેચાર સ્થાનોએ સિદ્ધપાલનો ઉલ્લેખ છે અને એક સ્થાને લખ્યું છે કે :
कइयावि निवनियुत्तो कहइ कहं सिद्धपालकई । (વાપિ તૃતિયુ: વાઘતિ થી સિદ્ધપત્રિવવિ) કુમારપાલપ્રતિબોધમાં ઉક્ત કવિએ રચેલાં કેટલાંક પદ્યો સિવાય બીજી કોઈ કૃતિ મળી નથી.
સિદ્ધપાલના પિતા શ્રીપાલ હતા. તે પોતાના સમયના પ્રસિદ્ધ મહાકવિ હતા. ૧. જૈન આત્માનન્દ સભા, ભાવનગર, ૧૯૧૮, સંપાદક – મુનિ જિનવિજયજી. ૨. ભૂમિકા, પૃ. ૧-૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org