________________
પ૭૬
જૈન કાવ્યસાહિત્ય
૨. નલવિલાસ
આ નાટકમાં સાત અંક છે. તેની કથાવસ્તુનો પણ આધાર મહાભારત જ છે. જૈન સાહિત્યમાં પ્રાપ્ત નલકથા ઉપર તે બિલકુલ આશ્રિત નથી અને ન તો તેમાં સાંપ્રદાયિકતાની જરા પણ ગબ્ધ છે.
મહાભારતમાં નલકથાના કેટલાક એવા પ્રસંગો છે, જેવા કે હંસ દ્વારા નલનો સંદેશ, કલિનો નળના શરીરમાં પ્રવેશ અને પક્ષીઓ દ્વારા નલના વસ્ત્રાભૂષણ લઈ જવાં આદિ, જેમને રંગમંચ ઉપર ન દેખાડી શકાય તેમને આ નાટકમાં પરિવર્તિત કરી રંગમંચને અનુરૂપ બનાવ્યા છે. કવિએ કરેલાં આ પરિવર્તનો મૌલિક સુંદરતામાં વધારો જ કરે છે. પ્રત્યેક અંકમાં કવિની પ્રતિભા, ઉક્તવૈચિત્ર્ય ઝળકે છે. આમાં દમયન્તીનું ચરિત્ર મહાભારતની અપેક્ષાએ અધિક ઉદાત્ત છે. તેમાં કેટલાય એવા સંવાદો છે જે પ્રેક્ષકો/પાઠકોને દ્રવીભૂત કરી દે છે. નલ અને દમયન્તીના વિયોગના કરુણ દશ્યથી કોઈ પણ સંવેદનશીલ પ્રેક્ષક દ્રવિત થયા વિના નહિ રહે. આ ઉત્તરરામચરિતની યાદ અપાવે છે. કવિ રામચન્દ્રમાં ભાવ અભિવ્યક્ત કરવાની શક્તિ કાલિદાસ અને ભવભૂતિ સમાન જ છે. કવિ વર્ણનો અને સંવાદો દ્વારા લોકો સમક્ષ અનોખાં દશ્યો ખડાં કરી દે છે. સ્વયંવરનું દશ્ય ઘણું જ પ્રભાવક છે અને આપણને રઘુવંશના છઠ્ઠા સર્ગની યાદ અપાવે છે. આ નાટકમાં અનેક કહેવતો અને સુભાષિતો ભર્યાં પડ્યાં છે. જેમ કે –
सुस्थे हृदि सुधासिक्तं, दुःस्थे विषमयं जगत् । વસ્તુ મિરર્થ વા મનઃસંવપૂત તતઃ છે (પૃ.૫૯) શૉપિ શિરસ છિન્ને દુર્બનતુ ન તુતિ (પૃ.૮૫)
૧. જિનરત્નકોશ, પૃ. ૨૦૫; ગાયકવાડ ઓરિએન્ટલ સિરીઝ, ૨૯, વડોદરા, ૧૯૨૬, તેની પ્રસ્તાવના જોવી. ડૉ. સુશીલકુમાર ડેએ પોતાના ગ્રંથ “હિસ્ટ્રી ઑફ સંસ્કૃત લિટરેચર', પૃ. ૪૬૫ ઉપર આના વિશે સહાનુભૂતિપૂર્વક નથી લખ્યું; નાટ્યદર્પણ : એ ક્રિટિકલ સ્ટડી, પૃ. ૨૨૩ ઉપર આનો સંક્ષિપ્ત પરિચય આપ્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org