SearchBrowseAboutContactDonate
Page Preview
Page 569
Loading...
Download File
Download File
Page Text
________________ લલિત વાય ૫૪૭ લઈ પૂરો કરવામાં આવ્યો છે. મેઘદૂતની જેમ જ તેમાં મન્દાક્રાન્તા છંદનો પ્રયોગ કરવામાં આવ્યો છે અને કાવ્યની ભાષા પણ તેવી જ પ્રૌઢ છે, પરંતુ સમસ્યાપૂર્તિના રૂપમાં કાવ્યની શૈલી જટિલ બની ગઈ છે જેને પરિણામે પંક્તિઓના ભાવમાં જ્યાં ત્યાં વિપર્યસ્તતા આવી ગઈ છે. આ કાવ્યનો વણ્ય વિષય ૨૩મા તીર્થંકર પાર્શ્વનાથની ઉપર થયેલા ઘોર ઉપસર્ગ સંબંધી છે. તેમાં ઉપસર્ગ કરનાર શંબર યક્ષના પૂર્વજન્મના કથાનકો સાથે જોડીને કથાવસ્તુ આપવામાં આવી છે. પુરાણોમાં આલેખાયેલા પાર્શ્વનાથના ચરિત્રને અનેક સ્થળે કવિએ આવશ્યકતા અનુસાર પરિવર્તિત કર્યું છે પરંતુ મેઘદૂતના ઉદ્ધત અંશના પ્રચલિત અર્થને વિદ્વાન કવિએ પોતાના સ્વતંત્ર કથાનકમાં પ્રસંગોચિત અર્થમાં પ્રયોજીને ઘણી વિલક્ષણતાનો પરિચય આપ્યો છે. એકબે કે દસપચ્ચીસ પંક્તિઓની સમસ્યા એક વાત છે પરંતુ સંપૂર્ણ કાવ્યને આ રીતે આત્મસાત્ કરવું એ તો ખરેખર વિલક્ષણ વાત જ છે. આ કાવ્યમાં સમસ્યાપૂર્તિનું આલેખન ત્રણ રૂપમાં રાખવામાં આવ્યું છે : (૧) પાદવેષ્ટિત, (૨) અર્ધવેષ્ટિત અને (૩) અન્તરિતાવેષ્ટિત. અન્તરિતાવેષ્ટિતમાં પણ એકાન્તરિત, યન્તરિત વગેરે કેટલાય ભેદો છે. પ્રથમ પાદવેષ્ટિતમાં મેઘદૂતના શ્લોકનું કોઈ એક ચરણ લેવામાં આવ્યું હોય છે, બીજા અધિવેષ્ટિતમાં કોઈ બે ચરણ અને ત્રીજા અન્તરિતાવેખિતમાં મેઘદૂતના શ્લોકના પ્રથમ-ચતુર્થ યા દ્વિતીયચતુર્થ યા પ્રથમ-તૃતીય યા દ્વિતીય-તૃતીય ચરણો લેવામાં આવ્યાં છે. ત્રણ પ્રકારનાં ઉદાહરણો અન્યત્ર જોઈ લેવાં જોઈએ. વિસ્તારભયને કારણે અહીં આપવા સંભવ નથી. આમ તો પાર્લાબ્યુદય કાવ્ય મેઘદૂતની સમસ્યાપૂર્તિમાં રચાયું છે, તેથી તે શ્રેણીમાં રાખી શકીએ. વળી, તેમાં દૂત યા સંદેશ શૈલીનાં કોઈ લક્ષણો પણ નથી. ૧. વિસ્તૃત કથાવસ્તુ માટે જુઓ – ડૉ. નેમિચન્દ્ર શાસ્ત્રી, સંસ્કૃત કાવ્ય કે વિકાસ મેં જૈન કવિયોં કા યોગદાન, પૃ. ૪૭૩-૪૭૪. ૨. પ્રો. કાશીનાથ બાપૂજી પાઠકનું કહેવું છે કે: The first place among Indian poets is allotted to Kalidasa by consent of all. Jinasena, however, claims to be considered a higher genius than the author of the Cloud Messenger (મેઘદૂત). ૩. સંસ્કૃત કાવ્ય કે વિકાસ મેં જૈન કવિયોં કા યોગદાન, પૃ. ૪૭૫-૪૭૭. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001316
Book TitleJain Kavya Sahitya Jain History Series 6
Original Sutra AuthorN/A
AuthorGulabchandra Chaudhary
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2006
Total Pages746
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy