________________
પ૩૨
જૈન કાવ્યસાહિત્ય
દૂતે ઉક્ત રાજાને તેમના પ્રધાન સેનાપતિ વજાયુધના દંક્ષિણવિજયના સમાચાર આપ્યા અને કહ્યું કે તે વિજયમાં એક સમરકેતુ નામના કુમારને, જે ઘાયલ થઈ પડ્યો હતો તેને, વજાયુધ લાવ્યા છે અને તેને રાજા આગળ મોકલ્યો છે.
રાજાએ તે કુમારને પોતાના પુત્રની જેમ રાખ્યો અને હરિવહન તથા સમરકેતુ બન્ને મિત્રની જેમ રહેવા લાગ્યા. એક વાર ક્રીડામંડપમાં મનોરંજનમાં તલ્લીન કુમારને એક બન્દીપુત્રે એક તાડપત્ર લાવીને આપ્યું, તેમાં એક આર્યા છંદ લખ્યો હતો. તેનો અર્થ સમરકેતુ સિવાય કોઈ સમજી ન શક્યું. બીજા લોકોએ વારંવાર પૂછતાં તેણે દક્ષિણ દિશામાં દ્વીપાત્તરોમાં પોતાની દરિયાઈ વિજયયાત્રાનું વિસ્તારથી વર્ણન કર્યું અને ત્યાંના કાંચીનરેશ કુસુમશેખરની રૂપવતી પુત્રી મલયસુન્દરી પ્રત્યેના પોતાના તીવ્ર આકર્ષણનું સ્મરણ થતાં તે તેની સ્મૃતિથી વ્યાકુળ થઈ ગયો.
આ દરમ્યાન એક સ્ત્રીદરવાને રાજકુમાર હરિવહનને એક સુંદરીનું ચિત્ર દેખાડ્યું, આ ચિત્રને ગન્ધર્વક નામનો યુવક લાવ્યો હતો. ગન્ધર્વક જણાવ્યું કે આ ચિત્ર વિદ્યાધર નૃપ ચક્રસેનની પુત્રી તિલકમંજરીનું છે જે પુરુષમાત્રની આકૃતિ તરફ અરુચિ ધરાવે છે. કદાચ કોઈ અપૂર્વ સુંદર રાજકુમારના દર્શનથી તેની રુચિ દૂર થઈ જાય એમ માની આ પૃથ્વી ઉપર અસ્તિત્વ ધરાવતા એવા રાજકુમારનું ચિત્ર દોરી તેની પાસે લઈ જવા માટે પોતે પ્રયત્નશીલ છે અને હમણા જ પોતે કાંચીનરેશ કુસુમશેખર પાસે પોતાના રાજાનો સંદેશ લઈ જઈ રહ્યો છે.
આ સાંભળી સમરાને કાંચીની રાજકુમારી મલયસુંદરી પાસે સંદેશો મોકલવાની સારી તક મળી ગઈ અને તે સંદેશ લખીને તેણે ગંધર્વકને આપ્યો પણ ખરો. ગંધર્વકના ગયા પછી હરિવાહનના ચિત્તમાં તિલકમંજરીની ધૂન લાગી ગઈ.
એક વખત બન્ને રાજકુમાર અન્ય મિત્રો સાથે દેશાન્તરભ્રમણમાં નીકળી પડ્યા અને કામરૂપ દેશ પહોંચ્યા. તે દેશના રાજાએ તેમનો ખૂબ સત્કાર કર્યો. ત્યાં હરિવાહને એક તોફાને ચડેલા હાથીને વશ કર્યો. હાથી થોડા સમય પછી પોતાની પીઠ પર હરિવાહન બેઠો એટલે તેને લઈને ગાયબ થઈ ગયો. થોડા સમય પછી
૧. ડૉ. મોતીચન્દ્ર જર્નલ ઓફ ઉત્તરપ્રદેશ હિસ્ટોરિકલ સોસાયટી, ભાગ ૨૦, અંક ૧-૨માં
ઉક્ત અંશનો અનુવાદ પ્રગટ કરી તત્કાલીન નાવિકતંત્ર ઉપર સારો પ્રકાશ ફેંક્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org