SearchBrowseAboutContactDonate
Page Preview
Page 552
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩૦ પાંચમા સર્ગમાં તીર્થંકરો દીક્ષા ગ્રહણ કરી જુદા જુદા દેશોમાં વિહાર કરે છે, કઠોર તપશ્ચર્યા કરે છે, તથા બાવીસ પરીષહોને અને અનેક પ્રકારના ઉપસર્ગોને સહન કરે છે. પછી રામ, લક્ષ્મણ અને સીતાના વનવાસનું વર્ણન આવે છે. લક્ષ્મણ શૂર્પણખાને દંડ દે છે, રાવણ સીતાનું અપહરણ કરે છે, હનુમાન સીતાની ખોજ કરે છે અને રાવણની સભાને આતંકિત કરે છે આ બધું આલેખાયું છે. શ્રીકૃષ્ણના વિશે કહેવામાં આવ્યું છે કે શિશુપાલ-જરાસંધ સાથે લડવા માટે તેમણે પાંડવો સાથે દઢ મિત્રતા કરી અને દ્વારકાને સુદૃઢ બનાવી. છઠ્ઠા સર્ગમાં તીર્થંકરોએ કર્મોની નિર્જરા કરીને કેવળજ્ઞાનને પ્રાપ્ત કરવું અને દેવોએ કેવલજ્ઞાનકલ્યાણકની પૂજા કરવી એનું વર્ણન છે. પછી રામે સુગ્રીવ આદિની મદદથી રાવણ ઉપર વિજય પ્રાપ્ત કરવો અને શ્રીકૃષ્ણે પોતાના શત્રુઓનું ઉન્મૂલન કરી અર્ધચક્રવર્તીપદ પ્રાપ્ત કરવું એનું નિરૂપણ છે. સાતમા સર્ગમાં તીર્થંકરોના સમવસરણની રચનાનું, ભરત આદિ રાજાઓની ઉપસ્થિતિનું, તીર્થંકરોના વિહારનું, વિહારથી પ્રાણીઓના ક્લ્યાણનું, ત્યાર પછી ષઋતુઓનું, અને તીર્થંકરોનો ઉપદેશ સાંભળી અનેક વ્યક્તિઓએ દીક્ષા ગ્રહણ કરવાનું વર્ણન છે. આઠમા સર્ગમાં ભરત ચક્રવર્તીની વિજય યાત્રાનું, શિલાતીર્થ ઉપર જિનપ્રતિમાઓના વંદનનું, ભગવાન ઋષભદેવના મોક્ષગમન પછી તેમની પરિપાલિત ભૂમિની ભરતે રક્ષા કરી તેનું તથા રામ-કૃષ્ણના પક્ષમાં અનેક રાજાઓ પર તેમના વિજયનું વર્ણન છે. ૭-૮ સર્ગોની વિશેષતા એ છે કે તેમનામાં વિવિધ છંદોનો પ્રયોગ થયો છે. યમકાલંકારના બધા ભેદો અને અંતિમ ભેદ મહાયમકનાં પણ ઉદાહરણો આપવામાં આવ્યાં છે. જૈન કાવ્યસાહિત્ય નવમા સર્ગમાં ઋષભની જગતમાં ફેલાયેલી કીર્તિનું વર્ણન કર્યાં પછી અન્ય તીર્થંકરોની નિર્વાણપ્રાપ્તિનું વર્ણન આપ્યું છે. ત્યાર પછી રામની રાજ્યપ્રાપ્તિનું; સીતાથી બે પુત્રોની પ્રાપ્તિનું, સીતાની અગ્નિપરીક્ષાનું, સીતાની સંસારવિરક્તિનું, સીતાની દીક્ષાનું, પછી કાલાન્તરે રામને વૈરાગ્ય થવાનું, રામની તપસ્યાનું અને રામની નિર્વાણપ્રાપ્તિનું વર્ણન આપવામાં આવ્યું છે. તેવી જ રીતે શ્રીકૃષ્ણ દ્વારા દ્વારકાની રક્ષાનું, યાદવોના ઉપદ્રવને કારણે દ્વૈપાયન મુનિ દ્વારા દ્વારકાના સર્વનાશનું, બલરામને વૈરાગ્ય થવાનું, બલરામની તપસ્યાનું અને બલરામની નિર્વાણપ્રાપ્તિનું વર્ણન છે, અને તે સાથે કાવ્ય સમાપ્ત થાય છે. આ કાવ્યમાં કુલ મળીને ૪૪૨ શ્લોકો છે. કર્તા અને રચનાકાલ આના કર્તા તપાગચ્છના પ્રસિદ્ધ ઉપĮધ્યાય મેઘવિજય છે. તેમનો પરિચય અંગે અને તેમની કૃતિઓ વિશે અમે અન્યત્ર તેમની એક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001316
Book TitleJain Kavya Sahitya Jain History Series 6
Original Sutra AuthorN/A
AuthorGulabchandra Chaudhary
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2006
Total Pages746
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy