SearchBrowseAboutContactDonate
Page Preview
Page 537
Loading...
Download File
Download File
Page Text
________________ લલિત વાક્રય અમરચન્દ્રસૂરિએ બાલભારતની રચના ક્યારે કરી, તેની માહિતી ક્યાંય મળતી નથી. ‘ચતુર્વિંશતિપ્રબંધ'માંથી જાણવા મળે છે કે કવિ વીસલદેવ વાધેલાના સમકાલીન હતા. આ રાજાનો રાજ્યકાલ સં. ૧૨૯૪થી સં. ૧૩૨૮ મનાય છે. તેથી બાલભારતની રચના આ ગાળામાં થઈ હોવી જોઈએ. પાટણના અષ્ટાપદ જિનાલયમાં અમ૨ચન્દ્રસૂરિની પ્રતિમા છે, તેને સં. ૧૩૪૯માં સ્થાપવામાં આવી હતી. તેનો અર્થ એ કે તે વર્ષ પહેલાં કવિનો સ્વર્ગવાસ થઈ ગયો હતો. અન્ય અનુમાનો ઉ૫૨થી સિદ્ધ થાય છે કે બાલભારતનો રચનાકાલ સં. ૧૨૭૭ અને સં. ૧૨૯૪ વચ્ચેનો હોવો જોઈએ.૧ લઘુકાવ્ય જૈન કવિઓએ મહાકાવ્યની સંખ્યાથી ઘણી જ વધારે સંખ્યામાં લઘુકાવ્યોનું સર્જન કર્યું છે. આ લઘુકાવ્યોમાં જો કે કથા જીવનવ્યાપી હોય છે છતાં સર્ગોની સંખ્યા ઓછી હોય છે. પૌરાણિક મહાકાવ્યો અન્તર્ગત એક વસ્તુકથાનું નિરૂપણ કરનારાં આવાં અનેક લઘુકાવ્યોનું વર્ણન અમે આપ્યું છે, જેમકે વાદીભસિંહનું ક્ષત્રચૂડામણિકાવ્ય, વાદિરાજનું યશોધરચરિત, જયતિલકસૂરિનું મલયસુન્દરીચરિત, સોમકીર્તિનું પ્રદ્યુમ્નચરિત વગેરે. ૧૫મી-૧૭મી સદી સુધી ભટ્ટારકોએ – સકલકીર્તિ, બ્રહ્મ. જિનદાસ, શુભચન્દ્રે આ પ્રકારનાં અનેક ચરિતાત્મક લઘુકાવ્યો રચ્યાં હતાં. આ કાવ્યોમાં શાસ્ત્રીય મહાકાવ્યોમાં મળે છે તેવી કથાત્મક વિવિધ ભંગિમાઓ નથી મળતી અને ન તો પૌરાણિક મહાકાવ્યોમાં મળે છે તેવી અવાન્તર કથાઓની જાળ. આ લઘુકાવ્યોમાં પ્રધાન વસ્તુકથા સંક્ષેપમાં પરિમિત સર્ગોમાં ૬-૮ કે ૧૦-૧૨ સર્ગોમાં આપવામાં આવી હોય છે તથા વસ્તુવર્ણન વ્યાપક રૂપમાં રજૂ કરવામાં નથી આવતું. અહીં અમે કેટલીક રચનાઓનો પરિચય આપીએ છીએ. શ્રીધરચરિત મહાકાવ્ય આ કાવ્ય ૯ સર્ગોમાં વિભક્ત છે. તેમાં કુલ મળીને ૧૩૧૩ શ્લોકો છે. તેનો ગ્રન્થાગ્ર ૧૬૮૯ છે. કવિએ પોતાની છંદજ્ઞતાનો વિશેષ પરિચય આપ્યો ― Jain Education International ૫૧૫ - ૧. તેરહવીં-ચૌદહવીં શતાબ્દી કે જૈન સંસ્કૃત મહાકાવ્ય, પૃ. ૨૫૫-૨૫૭. ૨. જિનરત્નકોશ, પૃ. ૩૯૬; ચારિત્રસ્મારક ગ્રન્થમાલા, ગ્રન્થાંક ૪૮, વી.સં. ૨૪૭૮. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001316
Book TitleJain Kavya Sahitya Jain History Series 6
Original Sutra AuthorN/A
AuthorGulabchandra Chaudhary
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2006
Total Pages746
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy