________________
૫૧૦
જૈન કાવ્યસાહિત્ય
વિસ્તૃત વિવરણ આપીને કવિએ સામાજિક રીતરિવાજો ઉપર સારો પ્રકાશ ફેંક્યો છે.
કાવ્યકલાના અંતરંગ પક્ષને કવિએ વિવિધ રસોની યોજના દ્વારા પુષ્ટ કર્યો છે. કાવ્યમાં પ્રધાન રસ શાન્તરસ છે પરંતુ શૃંગાર, વીર, રૌદ્ર, ભયાનક અને વાત્સલ્યરસની છટા પણ જ્યાં ત્યાં નજરે પડે છે.
આ કાવ્યની ભાષામાં પ્રૌઢતા, લાલિત્ય અને અનેકરૂપતાનું દર્શન થાય છે. કવિએ તેને અલંકારોથી શણગારવાની ચેષ્ટા કરી છે. શબ્દાલંકારોમાં યમકનો પ્રયોગ તો વારંવાર અનેક સ્થાને થયો છે પરંતુ ભાષાની સરલતા અક્ષત છે. તેવી જ રીતે અનુપ્રાસ અને ખાસ કરીને અત્યાનુપ્રાસોની યોજના કરવામાં આવી છે. અર્થાલંકારોમાં સાદશ્યમૂલક અલંકારોનો અર્થાત્ ઉપમા, ઉન્મેલા અને અર્થાન્તરન્યાસનો પ્રયોગ બહુ જ થયો છે. આ કાવ્યમાં અધિકતર અલંકાર યત્નસાધ્ય છે છતાં જ્યાં ત્યાં સ્વાભાવિક યોજના પણ દેખાય છે.
આ કાવ્યના પ્રત્યેક સર્ગમાં એક છંદનો પ્રયોગ થયો છે અને સર્ગના અત્તે છંદ પરિવર્તન કરવામાં આવ્યું છે. ચૌદમા સર્ગમાં વિવિધ છંદોનો પ્રયોગ થયો છે. કુલ મળીને ૧૯ છંદોનો પ્રયોગ થયો છે. તેમાં ઉપજાતિનો પ્રયોગ સર્વાધિક થયો છે. - કવિ પરિચય અને રચનાકાલ– કાવ્યના અંતે આપવામાં આવેલી પ્રશસ્તિમાંથી જાણવા મળે છે કે આ કાવ્યના કર્તા મુનિભદ્રસૂરિ હતા. તે બૃહગચ્છના હતા. ઉક્ત ગચ્છમાં મુનિચન્દ્રસૂરિ નામના ગચ્છપતિ થયા હતા. તેમના પદે કાળક્રમે દેવસૂરિ, ભદ્રેશ્વરસૂરિ, વિજયેન્દુસૂરિ, માનભદ્રસૂરિ તથા ગુણભદ્રસૂરિ થયા. ગુણભદ્રસૂરિ દિલ્હીના બાદશાહ મુહમ્મદ તુગલઘના સમકાલીન હતા અને તેનાથી સમ્માનિત હતા. આ જ ગુણભદ્રના શિષ્ય આ કાવ્યના કર્તા મુનિભદ્રસૂરિ હતા. તત્કાલીન મુસ્લિમ નરેશ ફીરોજશાહ તુગલઘ તેમને બહુ માન આપતો હતો. તેનો ઉલ્લેખ કવિએ પોતે કર્યો છે. ૨
આ કાવ્યની રચના મુનિભદ્રસૂરિએ ભક્તિભાવના અને ખાસ તો પાંડિત્યપ્રદર્શનની ભાવનાથી પ્રેરાઈને કરી છે. કવિએ કાવ્યપંચક – રઘુવંશ,
૧. સર્ગ ૧. ૫૪; ૩. ૧૧૩, ૧૧૯, ૧૨૦-૧૨૮; ૪. ૨૬, ૫૯-૬૦, ૧૦૦-૧૧૦,
૧૧૫-૧૧૮ વગેરે. ૨. પ્રશસ્તિત્ત્વ ૯. "
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org