SearchBrowseAboutContactDonate
Page Preview
Page 530
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૮ જૈન કાવ્યસાહિત્ય આ કાવ્યની ભાષા વ્યાકરણના પ્રયોગોથી ભારે હોવાથી જુદા પ્રકારની છે. તેમાં ભાષાની સ્વાભાવિકતા સુરક્ષિત નથી રહી શકી. અનેક સ્થળે અપ્રચલિત કે અલ્પપરિચિત શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો છે. તો પણ કાવ્યમાં ઠેર ઠેર ભાષાસૌષ્ઠવ, લાલિત્ય અને મનોહર પદવિન્યાસના દર્શન થાય છે. આમ તેમાં સરલ અને કઠિન બન્ને પ્રકારની ભાષાનો પ્રયોગ કરવામાં આવ્યો છે. ક્યાંક ક્યાંક ભાષામાં કહેવતોનો પણ પ્રયોગ થયો છે. વિવિધ અલંકારોની યોજના પણ આ કાવ્યમાં કરવામાં આવી છે. શબ્દાલંકારોમાં અનુપ્રાસનો પ્રયોગ અધિક થયો છે. અર્થાલંકારોમાં ઉપમા, રૂપક અને ઉભેલાનાં દર્શન અધિક થાય છે. પાંચમા સર્ગને છોડીને કવિએ પ્રત્યેક સર્ગની રચના અનુષ્ટ્રભુ છંદમાં કરી છે પરંતુ સર્ગના અંતે વિવિધ છંદોનો પ્રયોગ કરવામાં આવ્યો છે. પાંચમા સર્ગમાં વિવિધ છંદોનો પ્રયોગ જોવા જેવો છે. કેટલાક અપ્રચલિત છંદ જેવા કે વૈશ્વદેવી, નિવાસ, વેગવતી આદિનો પ્રયોગ પણ કવિએ કર્યો છે. શ્રેણિકચરિતમાં બધા મળીને કુલ ૨૨૬૭ શ્લોકો છે. કવિ પરિચય અને રચનાકાલ – આ કાવ્યના કર્તા જિનપ્રભસૂરિ છે. તે લઘુખરતરગચ્છના સ્થાપક તથા ચન્દ્રગચ્છીય જિનેશ્વરસૂરિના પ્રશિષ્ય અને જિનસિંહસૂરિના શિષ્ય હતા. તે મુસ્લિમ શાસક મુહમ્મદ તુગલઘના સમકાલીન હતા અને તેના દ્વારા સન્માનિત થયા હતા. તેમણે અનેક કૃતિઓ પર ટીકાઓ લખી છે તથા અનેક સ્તોત્રો રચ્યાં છે. તે પ્રસિદ્ધ ગ્રન્થ “વિવિધતીર્થકલ્પ'ના કર્તા છે. આ ગ્રન્થની પ્રશસ્તિમાંથી જાણવા મળે છે કે તેમણે આ ગ્રન્થની રચના દયાકરમુનિની વિનંતીથી વિ.સં.૧૩પ૬માં કરી હતી.' શાન્તિનાથચરિત આ મહાકાવ્યની કથાવસ્તુનો આધાર મુનિદેવસૂરિકૃત “શાન્તિનાથચરિત' છે. કવિએ પોતાના કાવ્યમાં મુનિદેવસૂરિનું અનુકરણ કર્યું છે, પરિણામે કથાનકમાં કવિનો મૌલિક ફાળો કંઈ જ નથી. મૂળ કથાની સાથે તેમાં અવાત્તર કથાઓની ભરમાર છે જેમકે મંગલકુંભકથાનક, ધનદપુત્રકથા, અમરદત્તનૃપકથા, ૧. પ્રશસ્તિપદ્ય ૨ ૨. યશોવિજય જૈન ગ્રન્થમાલા, વારાણસી, વીર સં. ૨૪૩૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001316
Book TitleJain Kavya Sahitya Jain History Series 6
Original Sutra AuthorN/A
AuthorGulabchandra Chaudhary
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2006
Total Pages746
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy