SearchBrowseAboutContactDonate
Page Preview
Page 527
Loading...
Download File
Download File
Page Text
________________ લલિત વાક્રય આશાધરનો સમય તેમની કૃતિઓની પ્રશસ્તિઓમાંથી સં. ૧૩૦૦ આસપાસનો જણાય છે. આશાધરનો અંતિમ ગ્રન્થ ‘અનગારધર્મામૃત’ છે. તેની રચના વિ.સં.૧૩૦૦માં સમાપ્ત થઈ હતી. અર્હદાસે દસમા સર્ગના ૬૪મા શ્લોકમાં આશાધરના ‘ધર્મામૃત’ના પાનનો ઉલ્લેખ કર્યો છે તથા ભવ્યકંઠાભરણના એક શ્લોકનું નિર્માણ ‘સાગારધર્મામૃત'ના એક શ્લોકના અનુકરણરૂપે કર્યું છે. આ બધા ઉપરથી સ્પષ્ટ જણાય છે કે તે અવશ્ય આશાધરના નિકટવર્તી કવિ રહ્યા હશે. અનુમાનથી તેમનો સમય સં. ૧૩૦૦ અને સં. ૧૩૨૫ની વચ્ચેનો રહ્યો હશે. આ કાવ્ય ઉપર એક સારી સંસ્કૃત ટીકા મળે છે. અનુમાન છે કે તે કવિની સ્વોપજ્ઞ ટીકા છે. શ્રેણિકચરિત ૫૦૫ આ મહાકાવ્યનું બીજું નામ દુર્ગવૃત્તિયાશ્રય મહાકાવ્ય છે. આ કાવ્યમાં શ્રેણિકચરિત્રની સાથે સાથે કાતન્ત્રવ્યાકરણ પર પ્રાપ્ત દુર્ગસિંહે રચેલી વૃત્તિ અનુસાર વ્યાકરણના સિદ્ધ પ્રયોગોને પ્રદર્શિત કરવામાં આવ્યા છે. તેથી આ કાવ્યનાં બે નામ રાખવામાં આવ્યાં છે. તેમાં ૧૮ સર્ગ છે. પ્રત્યેક સર્ગનું નામ તેમાં વર્ણવાયેલી ઘટનાને આધારે રાખવામાં આવ્યું છે. આ કાવ્યના કથાનકનો ક્રમિક વિકાસ દેખાતો નથી. કથાનકના પ્રથમ અગીઆર સર્ગોમાં જિનેશ્વર અને તેમના ઉપદેશોની પ્રધાનતા છે. આ સર્ગો ધાર્મિક વાતાવરણથી વ્યાપ્ત છે પરંતુ બારમા સર્ગથી કથાનકનો પ્રવાહ એકદમ વળાંક લે છે. આ સર્ગોમાં દેવે આપેલો હાર ખાવાઈ જવાનું અને તેની તત્પરતાથી ખોજનું વર્ણન કરવામાં આવ્યું છે. કાવ્યના અંતિમ સાત સર્ગોના કથાનકમાં ધાર્મિક વાતાવરણનો અભાવ છે અને લૌકિકતાની પ્રવૃત્તિ અધિક છે. કથાનકના આ સહસા વળાંકે કથાને બે ભાગમાં વિભક્ત કરી દીધી છે. અને બંને વિભાગોને બહુ જ શિથિલ સૂત્રથી જોડવામાં આવ્યા છે, તેથી કાવ્યમાં પાંચ સંધિઓની યોજનાનો ૧. તેરહવીં-ચોદહવીં શતાબ્દી કે જૈન સંસ્કૃત મહાકાવ્ય, પૃ. ૩૨૬. ૨. ભૂમિકા, પૃ. ૩ ૩. જિનરત્નકોશ, પૃ. ૧૮૬ અને ૩૯૯; જૈન ધર્મવિદ્યા પ્રસારક વર્ગ, પાલીતાણાથી કેવળ પ્રથમ સાત સર્ગ પ્રકાશિત, બાકીના અગીઆર સર્ગ હજુ સુધી અપ્રકાશિત છે. વિશેષ પરિચય માટે જુઓ – ડૉ. શ્યામશંકર દીક્ષિત, તેરહવીં-ચૌદહવી શતાબ્દી કે જૈન સંસ્કૃત મહાકાવ્ય, પૃ. ૧૨૦-૧૪૩. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001316
Book TitleJain Kavya Sahitya Jain History Series 6
Original Sutra AuthorN/A
AuthorGulabchandra Chaudhary
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2006
Total Pages746
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy