SearchBrowseAboutContactDonate
Page Preview
Page 525
Loading...
Download File
Download File
Page Text
________________ લલિત વાક્રય ૫૦૩ મુનિસુવ્રતકાવ્ય આ કાવ્યમાં વીસમા તીર્થંકર મુનિસુવ્રતસ્વામીનું જીવનવૃત્ત આલેખાયું છે. તેના કથાનકનો આધાર ગુણભદ્રકૃત ઉત્તરપુરાણ છે. આ કાવ્યનું બીજું નામ કાવ્યરત્ન છે. તે ૧૦ સર્ગોમાં વિભક્ત છે. તેમાં કુલ મળીને ૪૦૮ પદ્ય છે. આમ આ લઘુ કાવ્યમાં મુનિસુવ્રતસ્વામીના ગર્ભજન્મથી લઈને મોક્ષ સુધીનું જીવનચરિત્ર ઘણી જ રોચક રીતે આલેખાયું છે. સર્ગોનાં નામ વર્ણવવામાં આવેલી ઘટના અનુસાર અપાયાં છે. પહેલા સર્ગનું નામ ભગવ-અભિજનવર્ણન છે, તેમાં મગધદેશ અને રાજગૃહ નગરનું વર્ણન છે. બીજામાં માતાપિતાનુ, ત્રીજામાં ગર્ભધારણનું, ચોથામાં જન્મોત્સવનું, પાંચમામાં મન્દરાચલ ઉપર શિશુને લાવવાનું તથા છઠ્ઠામાં જન્માભિષેક અને નામકરણનું વર્ણન છે. સાતમામાં કુમારાવસ્થા, યૌવન, વિવાહ અને સામ્રાજ્યપદપ્રાપ્તિનું વર્ણન છે. આઠમામાં પરિનિષ્ક્રમણનું, નવમામાં તપશ્ચર્યાનું, દસમામાં ઉપદેશ અને મુક્તિપદપ્રાપ્તિનું વર્ણન છે. આમ કથાનકમાં સુનિયોજિત વિકાસક્રમ દેખાય છે. કવિએ અન્ય કાવ્યોની જેમ પૂર્વજન્મોનાં વર્ણનોથી કાવ્યને કંટાળાજનક નથી બનવા દીધું. તેથી આ કાવ્યમાં ધારાવાહિકતા અને ગતિશીલતા અવિચ્છિન્ન છે. તેમાં સુમિત્ર (ભગવાનના પિતા), પદ્માવતી (માતા) અને મુનિસુવ્રત એ ત્રણ જ પાત્ર છે. તેમના ચરિત્રનો આમાં વિકાસ કરવામાં આવ્યો છે. આ લઘુકાય કાવ્યમાં વિવિધ પ્રાકૃતિક દશ્યોનાં વર્ણનોને સ્થાન આપીને તેને મનોહર બનાવવાની ચેષ્ટા કરવામાં આવી છે. તેવી જ રીતે માનવસૌન્દર્યનું ચિત્રણ પણ આ કાવ્યમાં કરવામાં આવ્યું છે. માત્ર પદ્માવતીના વર્ણનમાં આ વસ્તુ સારી રીતે દેખાય છે. આ કાવ્ય શાસ્ત્રીય મહાકાવ્યશૈલીનું કાવ્ય છે. તેમાં ઉક્ત શૈલીનાં મહાકાવ્યોની જેમ વિસ્તૃત વસ્તુવર્ણન તથા કાવ્યાત્મકતા અધિક છે અને કવિનો અલંકારો તરફ વિશેષ ઝોક છે, તો પણ તેમાં પૌરાણિક રૂપની રક્ષા થઈ છે અને તેના તરફ પણ ઝોક છે, તેથી તેમાં બન્ને શૈલીઓનું મિશ્રણ દેખાય છે. પરંતુ અન્ય પૌરાણિક ૧. દેવકુમાર ગ્રન્થમાલા, પ્રથમ પુષ્પ, જૈન સિદ્ધાન્ત ભવન, આરા, ૧૯૨૯; જિનરત્નકોશ, પૃ. ૩૧૨. ૨. સર્ગ ૧.૨૦ ૩. સર્ગ ૧. ૨૪, ૩૦, ૩૬, ૪૦; ૩.૧૯; ૯.૩, ૯, ૧૦, ૧૩, ૨૨, ૨૭, ૨૮; ૧૦. ૧૭. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001316
Book TitleJain Kavya Sahitya Jain History Series 6
Original Sutra AuthorN/A
AuthorGulabchandra Chaudhary
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2006
Total Pages746
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy