SearchBrowseAboutContactDonate
Page Preview
Page 521
Loading...
Download File
Download File
Page Text
________________ લલિત વાક્રય ૪૯૯ પડ્યેન્દુ મુનિરાજ હતું. આ કાવ્યના કર્તા આ જ પડ્યેન્દુ મુનિરાજના શિષ્ય હતા. ઉક્ત પ્રશસ્તિમાંથી કવિના વિશે અન્ય વાતો જાણવા મળતી નથી. પ્રશસ્તિમાં આ કાવ્યની રચનાનો સમય સં. ૧ ૨૭૮ લખ્યો છે ( હિરહુનિિનિર(૧૨૭૮)-ifમતવિક્રમનારેશ્વરસમયાન્ ) નરનારાયણાનન્દ ' આ કાવ્ય મહાભારતના તે કથાપ્રસંગને લઈ રચાયું છે જેમાં કૃષ્ણ અને અર્જુનની મૈત્રી, રૈવતક ઉપર તેમનો વિહાર તથા અંતે અર્જુન દ્વારા સુભદ્રાનું હરણ નિરૂપાયું છે. આ લઘુ કથાનકને શાસ્ત્રીય મહાકાવ્યને અનુરૂપ એવું વ્યાપક રૂપ આપવામાં આવ્યું છે. આ કાવ્યમાં ૧૬ સર્ગ છે. તેનું રચનાપરિમાણ ૭૪૦ શ્લોક છે. છેલ્લો સર્ગ પ્રશસ્તિસર્ગ છે, તેમાં કવિએ પોતાનો, પોતાની વંશપરંપરાનો તથા પોતાના ગુરુનો પરિચય આપ્યો છે. આ સર્ગનો મૂળ કથાનક સાથે કોઈ સંબંધ નથી. કેવળ ૧૫ સર્ગોનો જ મૂળ કથાનક સાથે સંબંધ છે. સર્ગોનાં નામ વણ્ય વિષયનાં નામ ઉપરથી આપવામાં આવ્યાં છે. પ્રથમ સર્ગનું નામ “પુરનૃપવર્ણન' છે. તેમાં દ્વારવતી નગરી તથા શ્રીકૃષ્ણનું નિરૂપણ છે. બીજા સર્ગ “સભાવર્ણન'માં અર્જુનના પ્રભાસ તીર્થમાં આગમનના સમાચાર મળે છે. ત્રીજા સર્ગ “નરનારાયણસંગમ'માં શ્રીકૃષ્ણના અર્જુન સાથે થયેલા મિલનનું આલેખન છે તથા પૂછવામાં આવતાં અર્જુને કરેલું રૈવતક પર્વતનું વર્ણન છે. ચોથામાં ઋતુવર્ણન, પાંચમામાં ચોદયવર્ણન, છઠ્ઠામાં સુરાપાન-સુરતવર્ણન અને સાતમામાં સૂર્યોદયવર્ણન પરંપરાગત શૈલી અનુસાર કરવામાં આવ્યાં છે. આઠમા સર્ગમાં પોતાના પરિવાર અને સેના સહિત બલરામનું રૈવતક પર્વત પર આગમન આલેખાયું છે, તેથી આ સર્ગને “સેનાનિવેશવર્ણન' નામ અપાયું છે. નવમા સર્ગમાં પુષ્પાવચયપ્રપંચ છે અર્થાત્ શ્રીકૃષ્ણ-અર્જુનનું વનક્રીડા માટે વનમાં જવું તથા સ્ત્રીઓએ ઝૂલે ઝૂલવું અને પુષ્યોને વીણવું વર્ણવાયું છે. દસમા “સુભદ્રાદર્શન'માં જલક્રીડાના સમયે સુભદ્રા અને અર્જુનનું એકબીજા પ્રત્યે મુગ્ધ થવું દર્શાવાયું છે. અગીઆરમા સર્ગમાં અર્જુન અને સુભદ્રાનું એકબીજા માટે વ્યાકુળ થવું તથા દૂતી દ્વારા બન્નેની રૈવતક પર્વત પર મળવાની યોજના ૧. જિનરત્નકોશ, પૃ. ૨૦૪; ગાયકવાડ ઓરિએન્ટલ સિરિઝ, વડોદરા, ૧૯૧૬; મહાકાવ્યત્વ માટે જુઓ – ડૉ. શ્યામસુંદર દીક્ષિત, તેરહવીં-ચૌદહ વીં શતાબ્દી કે જૈન સંસ્કૃત મહાકાવ્ય, પૃ. ૯૭-૧૨૦; ડૉ. નેમિચન્દ્ર શાસ્ત્રી, સંસ્કૃત કાવ્ય કે વિકાસ મેં જૈન કવિયોં કા યોગદાન, પૃ. ૩૨૯-૩૫૨. ૩૨૯-૩૫Q." - - - - - - - - - - : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001316
Book TitleJain Kavya Sahitya Jain History Series 6
Original Sutra AuthorN/A
AuthorGulabchandra Chaudhary
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2006
Total Pages746
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy