SearchBrowseAboutContactDonate
Page Preview
Page 517
Loading...
Download File
Download File
Page Text
________________ લલિત વાય ? ૪૯૫ છંદોમાં યુગ્મવિમલા, મણિગુણનિકરા, ચંડવૃષ્ટિ, પ્રયાતોદંડક, અર્ણવાખ્યદંડક, વ્યાલાખ્યદંડક આદિ છે કર્તા અને રચનાકાલ – કૃતિના અંતે આપવામાં આવેલી પ્રશસ્તિમાંથી જાણવા મળે છે કે મહાકાવ્યના કર્તા જિનપાલગણિ છે. તે ચન્દ્રકુલની પ્રવરવજશાખાના મુનિ હતા. ખરતરગચ્છના સંસ્થાપક જિનેશ્વરસૂરિની પરંપરામાં થયેલા જિનપતિસૂરિના તે શિષ્ય હતા. ખરતરગચ્છની બૃહદ્ગુર્નાવલિ અનુસાર જિનપાલે સં. ૧૨૨પમાં દીક્ષા લીધી હતી, સં. ૧૨૬૯માં જિનપતિસૂરિએ તેમને ઉપાધ્યાય પદ આપ્યું હતું, સં. ૧૨૭૩માં પં. મનોજાનન્દને હરાવીને જિનપાલ ઉપાધ્યાયે નગરકોટના રાજા પૃથ્વીન્દ્ર પાસેથી જયપત્ર મેળવ્યો હતો. તેમનો સ્વર્ગવાસ સં. ૧૩૧૧માં થયો હતો.' અભયકુમારચરિત (સં.૧૩૧૨)ના કર્તા ચન્દ્રતિલકગણિને જિનપાલ ઉપાધ્યાયે ધાર્મિક ગ્રન્થો ભણાવ્યા હતા. શ્રી મો. દ. દેસાઈ અનુસાર જિનપાલ ઉપાધ્યાયે સં. ૧૨૬૨માં ષસ્થાનકવૃત્તિની રચના કર્યા પછી આ મહાકાવ્યની રચના કરી હતી. આ કાવ્યની પ્રાચીન હસ્તલિખિત પ્રતિ સં. ૧૨૭૮ વૈશાખ વદી પની મળે છે. તેથી સનકુમારચરિતનો રચનાકાળ સં. ૧૨૬૨ અને ૧૨૭૮ વચ્ચેનો માની શકાય છે. કવિએ ઉક્ત કાવ્યની રચના ભક્તિભાવથી પ્રેરાઈને કરી હતી. જયન્તવિજય આ મહાકાવ્યમાં મગધ દેશના રાજા જયન્ત અને તેના વિજયોનું વર્ણન કરવામાં આવ્યું છે. તેમાં ૧૯ સર્ગ છે અને મહાકાવ્ય “શ્રી” શબ્દાંકિત છે. તેમાં કુલ પદ્યો ૧૫૪૮ છે. તે અનુષ્ટભુમાપથી ૨૨૦૦ શ્લોકપ્રમાણ છે. ૧. ખરતરગચ્છબૃહદ્ગુર્નાવલિ (સિ.જૈ.2.), પૃ. ૪૪-૫૦ ૨. અભયકુમારચરિત, પ્રશસ્તિ, શ્લોક ૩૮-૪૦ ૩. જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ, પૃ. ૩૯૫ ૪. સર્ગ ૨૪.૧૧૨ ૫. કાવ્યમાલા, ૭૫, નિર્ણયસાગર પ્રેસ, મુંબઈ, જૈ. ધ. પ્ર. સ. ભાવનગર; જિનરત્નકોશ, પૃ. ૧૩૩; તેના મહાકાવ્યત્વ માટે જુઓ – સંસ્કૃત કાવ્ય કે વિકાસ મેં જૈન કવિયોં કા યોગદાન, પૃ. ૩૦૮ ઈત્યાદિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001316
Book TitleJain Kavya Sahitya Jain History Series 6
Original Sutra AuthorN/A
AuthorGulabchandra Chaudhary
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2006
Total Pages746
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy