________________
લલિત વાક્રયા
૪૯૧
નેમિનિર્વાણ, યોગશાસ્ત્ર, ત્રિપરિશલાકાપુરુચરિત વગેરે જૈન ગ્રન્થોના તથા રઘુવંશ, કુમારસંભવ, નાગાનન્દનાટક, હર્ષચરિત, કાદમ્બરી, દશકુમારચરિત, ગઉડવહ, શિશુપાલવધ , નલીયૂ, નૈષધીયચરિત, ધ્વન્યાલાક, કાવ્યપ્રકાશ તથા હિન્દુ પુરાણો, જ્યોતિષ, આયુર્વેદ, કામશાસ્ત્ર, કોષ, વ્યાકરણ અને અલંકારશાસ્ત્રના ગ્રંથોના ગહન અધ્યયનનો ઉપયોગ કર્યો છે અને ધર્મશર્માસ્યુદય કાવ્યની રચના કરવા માટે ઘોર પરિશ્રમ કર્યો છે. તેથી તે પોતાની ગ્રન્થપ્રશસ્તિના અન્તિમ પદ્યમાં લખે છે – “મવતુ ૨ શ્રમવિઃ સર્વે વીનાં નના: અર્થાતુ બધા લોકો કવિઓના પરિશ્રમને જાણે સમજે. - હરિશ્ચન્દ્ર અલંકારશાસ્ત્રનું ગંભીર અધ્યયન કર્યું હતું પરંતુ તે રસધ્વનિ સંપ્રદાયના તો સાર્થવાહ હતા – નાયક હતા (રHĀધ્વનિ સાર્થવાહ). હરિશ્ચન્દ્રની કીર્તિ તેમના પોતાના સમયમાં જ ખૂબ ફેલાઈ ગઈ હતી. તેમને સરસ્વતીપુત્ર સમજવામાં આવતા હતા. તે અન્ય કવિઓની પછી થયા હોવા છતાં તેમની ગણના પહેલી થવા લાગી હતી. તે પોતાના સમયમાં જ એક અધિકારી વિદ્વાન થઈ ચૂક્યા હતા. કાશમીરના એક મંત્રી કવિ જણે (ઈ. સ. ૧૨૪૭) પોતાની સુભાષિતમુક્તાવલિ'માં ધર્મશર્માલ્યુદયનું એક પદ્ય ઉદ્ધત કરી તેમનો ઉલ્લેખ ચન્દ્રસૂરિ' નામથી કર્યો છે. સંભવ છે કે “ચન્દ્ર તેમનું ઉપનામ રહ્યું હોય અને જૈન વિદ્વાન હોવાથી એમની “સૂરિ' ઉપાધિ હોય."
આ કાવ્યની પ્રશસ્તિમાં કે બીજે ક્યાંય ધર્મશર્માલ્યુદયનો રચનાકાલ આપ્યો નથી. તો પણ તેનો રચનાકાલ અન્ય સાધનોથી જાણી શકાય છે. આ કાવ્યની પ્રાચીનતમ હસ્તલિખિત પ્રતિ પાટણ ભંડારમાંથી મળી છે, તેમાં પ્રતિલિપિકાલ
૧. જર્મન વિદ્વાન ડૉ. હ. યાકોબીએ વિયેના ઓરિએન્ટલ જર્નલ, ભાગ 1, પૃ. ૧૩૮
વગેરેમાં “માઘ અને ભારવિ' લેખમાં શિશુપાલવધનાં અનેક પદ્યો તથા ગઉડવડનાં
અનેક પદ્યો સાથે ધર્મશર્માલ્યુદયનાં પઘોની ભાષા અને ભાવોનું સામ્ય દર્શાવ્યું છે. ૨. પદ્ય સં.૧૦ની અંતિમ પંક્તિ ૩. પ્રશસ્તિપદ્ય ૭ ૪. વાડ઼ેવતાઃ સમઃ સર્ચ: પશ્ચિમોડપિ પ્રથમતન્ન્ના (પ્રશસ્તિપદ્ય દ) ૫. ધર્મશર્માલ્યુદયના બીજા સર્ગના પદ્ય ૪૦ સાથે સુભાષિત મુક્તાવલિના પૃ. ૧૮૫ ઉપર
મુદ્રિત પદ્યની તુલના કરો – सुहत्तमावेकत उन्नता स्तनौ गुरूनितम्बोऽप्ययमन्यतः स्थितः । कथं भजे कान्तिमितीव चिन्तया ततान तन्मध्यमतीव तानवम् ।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org