SearchBrowseAboutContactDonate
Page Preview
Page 500
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૮ મહાકવિઓના મહાકાવ્યોમાં પણ જોવા નથી મળતો, જેમકે ચંડવૃષ્ટિ, તેનો પ્રયોગ સાતમા સર્ગના ૪૬મા શ્લોકમાં થયો છે. ૧ પ્રસ્તુત મહાકાવ્યમાં અનુપ્રાસ અને યમક વગેરે અનેક શબ્દાલંકારોનો તથા ઉપમા, દીપક, રૂપક, શ્લેષ, પરિસંખ્યા અને વિરોધાભાસ વગેરે અનેક અર્થાલંકારોનો સુંદર પ્રયોગ થયો છે. આ કાવ્યનો પ્રધાન રસ શાન્ત છે. મહાકાવ્યોમાં નાયિકાનું નખશિખ સૌન્દર્યવર્ણન ક૨વામાં આવે છે પરંતુ નેમિનિર્વાણમાં આ જાતનું વર્ણન ક્યાંય નથી. આ કાવ્યની આ વિશેષતા છે. જૈન કાવ્યસાહિત્ય કથાવસ્તુ પ્રથમ ૨૫ શ્લોકોમાં મંગલસ્તુતિ પછી બે શ્લોકોમાં સજ્જનદુર્જનની ચર્ચા કરવામાં આવી છે. ત્યાર પછી કથા આ પ્રમાણે ચાલે છે : - સુરાષ્ટ્ર દેશમાં દ્વારવતી (દ્વારિકા) નગરી હતી. તેના રાજા સમુદ્રવિજય કુશળતાથી પૃથ્વીનું શાસન કરતા હતા. એક સમયે તેણે પોતાના અનુજ વસુદેવના પુત્ર ગોવિન્દને (શ્રીકૃષ્ણને) યુવરાજ પદ દઈને રાજ્યનો ભાર હલકો કર્યો અને પુત્રપ્રાપ્તિને માટે અનેક પ્રકારનાં વ્રતો કર્યાં (પ્રથમ સર્ગ), એક વખત તે સભામાં બેઠા હતા ત્યારે તેમણે આકાશમાંથી ભૂતલ ઉપર ઉતરતી સુરાંગનાઓને દેખી. તે રાજસભામાં ઉતરી આવી અને રાજાનો જય બોલી. તેમને સુવર્ણાસનો પર બેસાડવામાં આવી અને આવવાનું કારણ પૂછવામાં આવ્યું. તેમણે કહ્યું – આજથી છ મહિના પછી મહારાણી શિવાના ગર્ભમાં બાવીસમા તીર્થંકર નેમિનો જન્મ થશે, તેથી દેવરાજ ઈન્દ્ર મહારાણીની સેવા કરવા અમને મોકલી છે. પછી તે મહારાણીની સેવા કરવા લાગી. સમય જતાં રાતે જિનમાતાએ સોળ સ્વપ્રો દેખ્યાં (બીજો સર્ગ), જિનમાતાએ તે સ્વપ્રો રાજાને કહ્યાં અને રાજાએ તે સ્વોનું ફળ પ્રતાપી પુત્ર થવાનું કહ્યું. રાણીએ ગર્ભ ધારણ કર્યો (ત્રીજો સર્ગ), મહારાણી શિવાએ નવ મહિના પછી સકલ લોકનન્દન નન્દનને જન્મ આપ્યો. લોકમાં ઘણો આનન્દ થયો, દેવો જન્મકલ્યાણક ઉજવવા આવ્યા (ચોથો સર્ચ), તે દેવોએ બાળક જિનને પ્રણામ કર્યા, પછી તેઓ તેમને પાંડુક શિલા પર લઈ ગયા અને ત્યાં તેમનો અભિષેક કરી ઉત્સવ ઉજવ્યો. પછી દેવો સ્વર્ગ પાછા ગયા (પાંચમો સર્ગ), ક્રમે ક્રમે બાળક શૈશવ અવસ્થા પાર કરી યુવા અવસ્થાએ પહોંચ્યા. ત્યાર પછી કવિએ છઠ્ઠા સર્ગના ૧૭મા શ્લોકથી વસન્તવર્ણન, રૈવતગિરિવર્ણન (સાતમો સર્ગ), જલક્રીડાવર્ણન (આઠમો સર્ગ), સાયંકાલ તથા ચન્દ્રોદયવર્ણન (નવમો સર્ગ) તથા મધુપાન અને Jain Education International ૧. ડૉ. નેમિચન્દ્ર શાસ્ત્રી, સંસ્કૃત કાવ્ય કે વિકાસ મેં જૈન કવિયોં કા યોગદાન, પૃ. ૨૯૭ અને આગળ. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001316
Book TitleJain Kavya Sahitya Jain History Series 6
Original Sutra AuthorN/A
AuthorGulabchandra Chaudhary
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2006
Total Pages746
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy