SearchBrowseAboutContactDonate
Page Preview
Page 498
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન કાવ્યસાહિત્ય (૫) આ મહાકાવ્યોમાં કવિઓએ ધર્મ, રાજનીતિ અને વિવિધ શાસ્ત્રવિષયક જ્ઞાનનું પ્રદર્શન કર્યું છે. પ્રધુમ્નચરિતકાવ્ય આ કાવ્યની પ્રકાશિત પ્રતિમાં ૧૪ સર્ગ છે અને કુલ મળીને ૧૫૩૨ શ્લોકો છે. નવમો સર્ગ સૌથી મોટો છે. તેમાં વિવિધ છંદોમાં નિર્મિત ૩૪૯ શ્લોકો છે. આઠમા સર્ગમાં ૧૯૭ તથા પાંચમામાં ૧૫૦ શ્લોકો છે. સૌથી ઓછા શ્લોકો ૧૩મા સર્ગમાં છે ૪૪. ૨ કર્તા અને રચનાકાળ પ્રકાશિત પ્રતિમાં ગ્રન્થકર્તાની કોઈ પ્રશસ્તિ નથી. પરંતુ કારંજાના જૈન ભંડારની પ્રતિમાં ૬ શ્લોકોની એક પ્રશસ્તિ મળે છે. તે અનુસાર આ કૃતિના કર્તા મહાસેનસૂરિ છે. તે લાટબર્ગટસંઘમાં સિદ્ધાન્તોના પારગામી જયસેન મુનિના શિષ્ય ગુણાકરસેનના શિષ્ય હતા. તે પરમારનરેશ મુંજ દ્વારા પૂજિત હતા અને રાજા ભોજના પિતા સિન્ધુરાજ યા સિન્ધુલના મહત્તમ (મહામાત્ય) પર્પટ તેમના ચરણકમલોના અનુરાગી હતા. મહાસેને આ કાવ્યની રચના કરી અને રાજાના અનુચર વિવેકવાન્ મધને તેને લખી કોવિદજનોને આપ્યું. તેના પ્રત્યેક સર્ગના અંતે મહાસેનને સિન્ધુરાજના મહામહત્તમ પર્પટના ગુરુ કહ્યા છે, આ સૂચવે છે કે પર્પટ જૈનધર્મનુયાયી હતા અને તેમના માટે આ કાવ્યનું સર્જન થયું હતું. કાવ્યનિર્માણનો સમય પ્રશસ્તિમાં આપ્યો નથી પરંતુ મુંજ અને સિન્ધુલના ઉલ્લેખથી તેના સમયનું અનુમાન કરી શકાય છે. સિન્ધુરાજનો સમય લગભગ ઈ.સ.૯૯૫-૯૯૮ છે. આ ગ્રન્થની રચના પણ તે જ વર્ષોમાં થઈ હોવી જોઈએ. ૪૭૬ - ૧. માણિકચન્દ્ર દિગંબર જૈન ગ્રન્થમાલા, મુંબઈ, ૧૯૬૭; પં. નાથૂરામ પ્રેમી, જૈન સાહિત્ય ઔર ઈતિહાસ, પૃ. ૪૧૧; જિનરત્નકોશ, પૃ. ૨૬૪; તેના મહાકાવ્યત્વ માટે જુઓ ડૉ. નેમિચન્દ્ર શાસ્ત્રી, સંસ્કૃત કાવ્ય કે વિકાસ મેં જૈન કવિયોં કા યોગદાન, પૃ. ૧૦૯-૧૩૯. २. आसीत् श्रीमहासेनसूरिरनघः श्रीमुंजराजार्चितः । सीमा दर्शनबोधवृत्ततपसां भव्याब्जिनीबान्धवः ॥ श्रीसिन्धुराजस्य महत्तमेन श्रीपर्पटेनार्चितपादपद्मः । વાર તેનામિતિ: પ્રવન્યું તે પાવનું નિષ્ઠિતમંતસ્ય | પ્રશસ્તિ પદ્ય ૩-૪ ૩. ડૉ. ગુલાબચન્દ્ર ચૌધરી, પોલિટિકલ હિસ્ટ્રી ઑફ નોર્ધન ઈન્ડિયા, પૃ. ૯૫. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001316
Book TitleJain Kavya Sahitya Jain History Series 6
Original Sutra AuthorN/A
AuthorGulabchandra Chaudhary
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2006
Total Pages746
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy