SearchBrowseAboutContactDonate
Page Preview
Page 492
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૦ જેને કાવ્યસાહિત્ય જૂની કન્નડ વગેરે ભાષાઓમાં ઉત્કીર્ણ છે. પ્રાચીન કન્નડના લેખોમાં જૈનોના બહુ અધિક છે, કારણ કે ઉત્તર કર્ણાટક અને મૈસૂર રાજયમાં જૈનોનો નિવાસ પ્રાચીન કાળથી હતો. ઉત્તર ભારતના લેખોમાં પણ જૈન લેખોની સંખ્યા બહુ અધિક છે. સન્ ૧૯૦૮માં ફ્રેંચ વિદ્વાન ડૉ. એ. ગેરિનોએ “રિપાર્ટૂર દ એપિગ્રાફી જૈન' પ્રકાશિત કર્યો હતો, તેમાં સન્ ૧૯૦૭ના અંત સુધીમાં પ્રકાશિત ૮૫૦ જૈન લેખોનો સંક્ષિપ્ત પરિચય આપવામાં આવ્યો છે. તેમાં ૮૦૯ લેખ એવા છે જેમનો સમય તેમના ઉપર લખેલો છે અથવા તો સાક્ષીઓથી જ્ઞાત થયો છે. આ લેખો ઈ.સ.પૂ. ૨૪રથી લઈને ઈ.સ.૧૮૬૬ સુધીના અર્થાત્ લગભગ ૨૨૦૦ વર્ષના છે. તેમાં શ્વેતાંબર અને દિગંબર બન્ને સમ્પ્રદાયના લેખો છે. ત્યાર પછી સન્ ૧૯૧૫, ૧૯૨૭ અને ૧૯૨૯માં કલકત્તાથી પૂરણચન્દ્રજી નાહરે જૈન લેખસંગ્રહના ક્રમશઃ ત્રણ ભાગો પ્રકાશિત કર્યા, તેમાં શ્વેતાંબર સંપ્રદાયના હજારો મૂળ લેખોનો સંગ્રહ છે, આ સંગ્રહમાં અધિકાંશ બીકાનેર અને જેસલમેરના છે. સન્ ૧૯૧૭ અને ૧૯૨૧માં મુનિ જિનવિજયજીએ “પ્રાચીન જૈન લેખસંગ્રહ નામથી બે ભાગો પ્રકાશિત કર્યા હતા. પહેલા ભાગમાં કલિંગનરેશ ખારવેલના શિલાલેખને બહુ મહત્ત્વ આપવામાં આવ્યું છે અને બીજા ભાગમાં શત્રુંજય, આબુ, ગિરનાર, વગેરે અનેક સ્થાનોના ૫૫૭ લેખો પ્રકાશિત કરવામાં આવ્યા છે. દક્ષિણના દિગંબર સંપ્રદાયના જૈન લેખોનો સંગ્રહ ડૉ. હીરાલાલ જૈને જૈન શિલાલેખ સંગ્રહ, પ્રથમ ભાગ, ઈ.સ.૧૯૨૮માં સંપાદિત કરીને પ્રકાશિત કર્યો છે. તેમાં શ્રવણબેલગોલા તથા નિકટવર્તી સ્થાનોના ૫૦૦ લેખ સંકલિત થયા છે. જૈન શિલાલેખ સંગ્રહના બીજા અને ત્રીજા ભાગમાં ગેરિનોની સૂચીના આધારે પં. વિજયમૂર્તિ શાસ્ત્રીએ ૮૫૦ જૈન લેખોનું સંકલન કર્યું છે, તેમાં પ૩પ લેખોનો પૂરો પાઠ અને સંક્ષિપ્ત હિંદી વિવરણ આપેલ છે. બાકીના ૧૪૦ લેખ પ્રથમ ભાગમાં આવી ગયા છે તથા ૧૭૫ શ્વેતાંબર સંપ્રદાયના લેખ છે તેથી તેમનો ઉલ્લેખ માત્ર કરવામાં આવ્યો છે. આ રીતે જૈન શિલાલેખના પ્રથમ ત્રણ ભાગોમાં કુલ ૧૦૩૫ લેખોનો સંગ્રહ થયો છે. ગેરિનો અને ડૉ. હીરાલાલ જૈનનાં સંકલનો પછી બાકી રહેલા લગભગ ૬૫૪ લેખોનો સંગ્રહ ડૉ. વિદ્યાધર જોહરાપુરકરે જૈન શિલાલેખ સંગ્રહ ૧. અમદાવાદ અને ભાવનગરથી પ્રકાશિત. ૨. માણિકચન્દ્ર દિગંબર જૈન ગ્રન્થમાલા, મુંબઈથી પ્રકાશિત. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001316
Book TitleJain Kavya Sahitya Jain History Series 6
Original Sutra AuthorN/A
AuthorGulabchandra Chaudhary
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2006
Total Pages746
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy