SearchBrowseAboutContactDonate
Page Preview
Page 457
Loading...
Download File
Download File
Page Text
________________ ઐતિહાસિક સાહિત્ય શિરદર્દથી પીડાતા હતા. તેને દૂર કરવામાં કોઈ ચિકિત્સકને સફળતા ન મળી. એટલે સમ્રાટે ભાનુચન્દ્રનું સ્મરણ કર્યું અને બોલાવ્યા. તેમણે સમ્રાટના શિર ઉપર હાથ મૂકી ચિન્તામણિપાર્શ્વનાથની સ્તુતિ કરી. તેનાથી શિરદર્દ સદાને માટે દૂર થઈ ગયું. રાજ્યના ઉમરાવોએ તેની ખુશીમાં કુરબાની માટે પશુઓ એકઠા કર્યા પરંતુ ખબર પડતાં જ બાદશાહે તેને તરત જ બંધ કરાવી દીધી. એક વાર શિકાર કરતાં બાદશાહને મૃગના શિંગડાની ચોટ લાગી અને બે મહિના સુધી પલંગમાં પડ્યા રહ્યા. તે સમયે કોઈને મળવા ન દેવાની આજ્ઞા હતી પરંતુ ભાનુચન્દ્ર અને અબુલફજલને માટે કોઈ આશા ન હતી. ભાનુચન્દ્રના શિષ્ય સિદ્ધિચન્દ્રે રચેલા ‘ભાનુચન્દ્રગણિચરિત'માં' ઉક્ત વાતો ઉપરાંત જહાંગીર, નૂરજહાં તથા કેટલાય દરબારીઓનું ચરિત્રચિત્રણ કરવામાં આવ્યું છે. આચાર્ય હીરવિજયના પ્રધાન શિષ્ય વિજયસેન ઉપર હેમવિજયગણિએ રચેલા ‘વિજયપ્રશસ્તિમહાકાવ્ય'માં તથા તેમના પ્રશિષ્ય વિજયદેવ ઉપર શ્રીવલ્લભ ઉપાધ્યાયે રચેલ ‘વિજયદેવમાહાત્મ્ય'માં તથા મેઘવિજયગણિએ રચેલાં ‘વિજયમાહાત્મ્યવિવરણ’, દિગ્વિજયકાવ્ય, ‘દેવાનન્દમહાકાવ્ય’૪ વગેરેમાં અકબર અને જહાંગીર વિશે અનેક ઐતિહાસિક વાતો કહેવામાં આવી છે. વિજયસેનસૂરિને અકબરે લાહોર બોલાવ્યા હતા. તેમના શિષ્ય નન્દ્રિવિજયે અષ્ટ અવધાન કર્યાં ત્યારે અકબરે તેમને ખુશફહમ(a man of sharp intellect)ની ઉપાધિ આપી હતી. વિજયસેનગણિએ સમ્રાટના દરબારમાં ‘ઈશ્વર કર્તા હર્તા નથી’ વિષય ઉપર અન્ય ધર્મોના વિદ્વાનો સાથે અનેક શાસ્ત્રાર્થ કર્યા હતા અને તેમને સવાઈ હીરવિજયસૂરિ'ની ઉપાધિ મળી હતી. તેમના અનુરોધથી અકબરે ગાય, બળદ વગેરે પશુઓની હિંસા અટકાવી દીધી હતી.૫ સન્ ૧૫૮૨થી લઈને લાંબા સમય સુધી અક્બર અને જહાંગીરના દરબારમાં કોઈ ને કોઈ વિદ્વાન જૈનાચાર્ય રહ્યા હતા. પ્રશસ્તિઓ પ્રશસ્તિનો અર્થ થાય છે ગુણકીર્તન. સંસ્કૃત સાહિત્યનો આ એક ઘણો રોચક પ્રકાર છે. આલંકારિક શૈલીના કાવ્યરૂપમાં રચાતી હોવા છતાં પણ પ્રશસ્તિઓનો વિષય ઈતિહાસપ્રસિદ્ધ વ્યક્તિ જ હોય છે અને તેથી પ્રશસ્તિઓ અતીતના ૪૩૫ ૧-૪.આ ગ્રન્થોનો પરિચય પહેલાં આપી દીધો છે. ૫. વિશેષ માહિતી માટે ‘અકબર આણિ જૈનધર્મ સૂરીશ્વર આણિ સમ્રાટ્' ગ્રંથ જુઓ; જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ, પૃ. ૧૩૫-૫૬૦ ખાસ જોવાં જોઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001316
Book TitleJain Kavya Sahitya Jain History Series 6
Original Sutra AuthorN/A
AuthorGulabchandra Chaudhary
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2006
Total Pages746
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy