SearchBrowseAboutContactDonate
Page Preview
Page 454
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૨ જેન કાવ્યસાહિત્ય સાહિત્યકાર હતા. તેમણે રચેલા ગ્રન્થોની પ્રશસ્તિઓમાં દર્શાવવામાં આવ્યું છે કે કેવી રીતે તેમના પૂર્વજો પણ વિભિન્ન રાજદરબારોમાં વિશિષ્ટ પદો ઉપર હતા. ૧ મંડન પછી પણ તેમના વંશધરો માલવાના શાસકોના સારા સહાયકો અને પદાધિકારીઓ બની રહ્યા. સુમતિસંભવકાવ્ય, જાવડચરિત્ર અને જાવડપ્રબન્ધમાંથી પણ માલવાના સુલતાન ગયાસુદીન ખિલજીના (ઈ.સ.૧૪૮૩-૧૫૦૧) શાસનકાળની ઘણી માહિતી મળે છે. ગુરુગુણરત્નાકરમાં (સં. ૧૫૪૧) અનેક પ્રાન્તીય શાસકોના સમયમાં જૈન ધર્મ અને સમાજની સ્થિતિનું દિગ્દર્શન કરાવવામાં આવ્યું છે. માલવાના પ્રજાપ્રિય, ન્યાયપાલક સુલતાન મહમૂદ ખિલજીના (ઈ.સ.૧૪૩૬-૧૪૮૨) મંત્રી માંડવગઢવાસી ચન્દ્રસાધુ (ચાંદાસાહ) હતા. ગયાસુદ્દીન ખિલજીના રાજ્યકાળમાં પોરવાડ જાતિની પ્રમુખ વ્યક્તિઓ સૂરા અને વીરા નામની જૈન હતી. ઉક્ત મંડન કવિનો વંશજ મેઘ આ સુલતાનનો મંત્રી હતો અને તેને “ફૂકરમલિકની ઉપાધિ આપવામાં આવી હતી. આ જ પ્રમાણે બીજી પણ મહત્ત્વપૂર્ણ ઐતિહાસિક વાતો કહેવામાં આવી છે. મુગલકાળના જૈન સ્રોતો મુગલવંશના મુસ્લિમ શાસકોમાંથી અકબર, જહાંગીર અને શાહજહાં વિશે કેટલાંક જૈન ઐતિહાસિક કાવ્યોમાંથી ઘણી બહુમૂલ્ય માહિતી મળે છે. તપાગચ્છીય ઉપાધ્યાય પાસુંદરકત પાર્શ્વનાથકાવ્ય, રાયમલ્લાલ્યુદય અને અકબરશાહિશૃંગારદર્પણની પ્રશસ્તિઓમાંથી જાણવા મળે છે કે પદ્મસુન્દર અકબર દ્વારા સન્માનિત હતા, તેમના દાદાગુરુ આનન્દમેરુ અકબરના પિતા હૂમાયું અને પિતામહ બાબર દ્વારા સત્કૃત હતા. વિ.સં.૧૬૩૨માં ૫. રાજમલે રચેલા ૧. યતીન્દ્રસૂરિ અભિનન્દન ગ્રન્થમાં પ્રકાશિત દોલતસિહ લોઢાનો લેખ : મંત્રી મંડન ઔર ઉનકા ગૌરવશાળી વંશ; જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ, પૃ. ૪૭૭-૪૮૦. ૨. ભારતીય ઈતિહાસ – એક દષ્ટિ, પૃ. ૪૨૭ ૩. પરિચય માટે જુઓ, પૃ. ૨૧૬ ૪. પરિચય માટે જુઓ, પૃ. ૨૨૯ ૫. પરિચય માટે જુઓ, પૃ. ૨૧૬ ૬. આ ગ્રંથનો સંક્ષિપ્ત પરિચય પહેલાં આપી દીધો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001316
Book TitleJain Kavya Sahitya Jain History Series 6
Original Sutra AuthorN/A
AuthorGulabchandra Chaudhary
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2006
Total Pages746
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy