SearchBrowseAboutContactDonate
Page Preview
Page 445
Loading...
Download File
Download File
Page Text
________________ ઐતિહાસિક સાહિત્ય ૪ ૨૩ છે. બધા પ્રકાશોમાં કુલ મળીને ૧૧ પ્રબન્યો છે, તેમાંથી ૬ તો પ્રથમ પ્રકાશમાં અને ૨ ચતુર્થ પ્રકાશમાં તથા બાકીના પ્રકાશોમાં એક એક છે. આ ગ્રન્થ પણ સામાન્યત: લઘુપ્રબન્ધોના સંગ્રહરૂપ છે. પ્રથમ પ્રકાશના પ્રથમ ત્રણ પ્રબન્ધોમાં વિક્રમાદિત્ય, સાતવાહન અને ભૂયરાજ (પ્રતિહાર ભોજ?) એ ત્રણેની પ્રસંગકથાઓ આપી છે. ચોથો પ્રબંધ વનરાજદિપ્રબંધ કહેવાય છે. તેમાં ચાપોત્કટ (ચાવડા) વંશનો સંક્ષિપ્ત ઈતિહાસ રજૂ કરવામાં આવ્યો છે. મૂલરાજદિપ્રબન્ધ નામના પાંચમા પ્રબન્ધમાં ચૌલુક્યોના ઈતિહાસનો પ્રારંભ થાય છે અને દુર્લભરાજના રાજ્ય સુધી તે જાય છે. યથાર્થતઃ આમાં મૂળરાજના તત્કાલીન ત્રણ ઉત્તરાધિકારીઓનાં નામ અને તિથિઓ સિવાય તેમના વિષયમાં અલ્પ કહેવામાં આવ્યું છે. છઠ્ઠા મુંજરાજપ્રબન્ધમાં પરમાર રાજા વાકપતિ મુંજ વિશેની પ્રસંગકથાઓ આપવામાં આવી છે. બીજો પ્રકાશ ભોજભીમપ્રબન્ધ કહેવાય છે. ભીમ અને ભોજના પરસ્પર સંબંધ વિશેનો આ પ્રબન્ધ છે. તેમાં સેનાધ્યક્ષ કુલચન્દ્ર દિગંબર, માઘ પંડિત, ધનપાલ, શીતા પંડિત, મયૂર-બાણ-માનતુંગપ્રબન્ધ તથા અન્ય પ્રબન્ધ પણ છે. ત્રીજો પ્રબન્ધ સિદ્ધરાજદિપ્રબન્ધ કહેવાય છે. તેમાં ભીમના અન્તિમ દિવસો તથા કર્ણના રાજયનું કેટલાંક પૃષ્ઠોમાં વર્ણન કરી અધિકાંશ ભાગમાં સિદ્ધરાજના રાજ્યની ઘટનાઓનું વર્ણન છે. આમાં સમ્મિલિત કેટલાક લઘુપ્રબન્ધોનાં નામ આ પ્રમાણે છે : લીલાવૈદ્ય, સાજૂ મંત્રી, મયણલ્લદેવી, માલવવિજય, સિદ્ધહેમ, રુદ્રમાલ, સહસ્રલિંગતાલ, નવઘણયુદ્ધ, રૈવતકોદ્ધાર, શત્રુજયયાત્રા, દેવસૂરિ તથા પાપઘટ વગેરે. ચોથા પ્રકાશમાં બે મોટા પ્રબન્ધો છે. પહેલામાં કુમારપાલના રાજ્યનું વર્ણન છે. તેમાં તેનાં જન્મ, માતા-પિતા, પૂર્વજીવન, રાજ્યપ્રાપ્તિ અને જૈનધર્મીગીકરણ વગેરેનું વિસ્તારથી વર્ણન છે. આમાં હેમચન્દ્ર અને કુમારપાલ સંબંધી કેટલીય કથાઓ પણ છે. અન્તમાં અજયદેવ (અજયપાલ)નાં કુકૃત્યોનું તથા મૂલરાજ દ્વિતીય અને ભીમ દ્વિતીયનાં રાજ્યોનું થોડું વર્ણન કરી વરધવલની રાજ્યપદપ્રાપ્તિ વર્ણવવામાં આવી છે. આ પ્રકાશના બીજા પ્રબન્ધ વસ્તુપાલ-તેજ:પાલપ્રબન્ધમાં બન્ને ભાઈઓનાં કાર્યોનું વર્ણન છે. તેમાં બન્ને ભાઈઓનાં જન્મદિવૃત્ત, શત્રુંજયાદિતીર્થયાત્રા, શંખસુભટ સાથે યુદ્ધ વગેરેનું નિરૂપણ છે. પાંચમો પ્રકાશ પ્રકીર્ણપ્રબન્ધ કહેવાય છે. તેમાં ઐતિહાસિક વ્યક્તિઓની પ્રસંગકથાઓ આપવામાં આવી છે. તેમાં નન્દરાજ, શિલાદિત્ય, વલભીભંગ, પુંજરાજ, ગોવર્ધન, લક્ષ્મણસેન, જયચન્દ્ર, જગદેવ-પરમર્દિ, પૃથ્વીચન્દ્રપ્રબન્ધ, વરાહમિહિર, ભર્તુહરિ, વૈદ્ય વાભટ, ક્ષેત્રાધિપ (ક્ષેત્રપાલ) વગેરેનું સંક્ષિપ્ત વર્ણન છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001316
Book TitleJain Kavya Sahitya Jain History Series 6
Original Sutra AuthorN/A
AuthorGulabchandra Chaudhary
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2006
Total Pages746
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy