________________
જૈન કાવ્યસાહિત્ય
વંશનું વર્ણન મળે છે. હેમચન્દ્ર આ વંશ વિશે મૌન છે, જ્યારે ખરેખર તો આ વંશના વનરાજે જ અણહિલવાડની સ્થાપના કરી હતી. ચાવડા શાખાના આઠ
૪૦૪
રાજાઓનાં નામ અરિસિંહે આ પ્રમાણે ગણાવ્યાં છે : વનરાજ, યોગરાજ, રત્નાદિત્ય, વૈરસિંહ, ક્ષેમરાજ, ચામુંડ, રાહડ અને ભૂમટ. આ આઠમાંથી એકલા વનરાજના વિષયમાં માહિતી આપવામાં આવી છે કે તેણે અણહિલવાડમાં પંચાસરા પાર્શ્વનાથનું મંદિર કરાવ્યું હતું, જેનો આગળ ઉપર વસ્તુપાળે જિર્ણોદ્ધાર કરાવ્યો. બીજા સર્ગમાં ચૌલુક્ય વંશનું વર્ણન છે. તેમાં મૂલરાજથી ભીમદેવ દ્વિતીયના રાજ્યકાળ સુધીનું સંક્ષિપ્ત વિવરણ છે. ભીમદેવ દ્વતીયના વિશે કહેવામાં આવ્યું છે કે તે ચિન્તાઓથી બહુ જ ઘેરાયેલા હતા કારણ કે તેના રાજ્યને સામન્તો અને માંડલિકોએ હડપ કરી લીધું હતું. ત્રીજા સર્ગમાં ભીમે વાઘેલા લવણપ્રસાદની સર્વેશ્વર પદ ઉપર, વીરધવલની યુવરાજ પદ ઉપર તથા વસ્તુપાલ-તેજપાલની મંત્રી પદ ઉપર નિયુક્તિની સૂચના આપી દીધી હતી. ચોથાથી અગીઆરમા સર્ગો સુધી વસ્તુપાલનાં સુકૃત્યો, સત્કાર્યોનાં વર્ણનોથી ભરપૂર છે, તેમાંથી તત્કાલીન ધાર્મિક, સામાજિક રીતરિવાજોનું દિગ્દર્શન મળે છે અને કાવ્યનું શીર્ષક સુકૃત્યોના સંકીર્તન દ્વારા ચરિતાર્થ કરવામાં આવ્યું છે.
કર્તા અને રચનાકાળ – આ કાવ્યના કર્તા ઠક્કુર અરિસિંહ છે. પ્રબન્ધકોશ અનુસાર આ કવિ વાયડ ગચ્છના જિનદત્તસૂરિના અનુયાયી હતા. અરિસિંહ જૈન શ્રાવક હોવા છતાં પણ સુપ્રસિદ્ધ ગદ્યકાર અને કવિ મુનિ અમરચન્દ્રના ગુરુ હતા. આ બન્ને સાહિત્યકારો એક ગૃહસ્થ અને બીજા સાધુ પરસ્પર મળીને કામ કરતા હતા. અરિસિંહ વસ્તુપાલના પ્રિય કવિ હતા તથા વાધેલાનરેશના એક રાજદરબારી
હતા.
૧
કાવ્યને વાંચવાથી જાણવા મળે છે કે તેની રચના ત્યારે કરવામાં આવી હતી જ્યારે વસ્તુપાલ પોતાની સત્તાના શિખરે હતા. તો પણ વસ્તુપાલના જીવનકાલના વિ.સં.૧૨૭૮ (ઈ.સ.૧૨૨૨) પછીની જ આ કાવ્યરચના હોવી જોઈએ કારણ કે તેમાં આબૂ ઉપર મલ્લિનાથની બનાવાયેલી કુલિકાનું વર્ણન છે, આ કુલિકા તે જ વર્ષમાં બની હતી. સાથે જ તે રચના વિ.સં.૧૨૮૮-૮૯ પહેલાં થઈ હોવી જોઈએ કારણ કે તેમાં વસ્તુપાલે કરેલાં બધાં કાર્યોનું વર્ણન નથી.
આ કાવ્ય ઉપરાંત અરિસિંહની અન્ય કૃતિઓની માહિતી નથી મળતી.
૧. બુહલ૨, ઈન્ડિયન એન્ટીક્વેરી, ભાગ ૩૧, પૃ. ૪૮૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org