________________
૪૦૨
ભાવ ભોજમાં પોતાના જેવો પાંડિત્યપૂર્ણ આત્મા જોવાનો હતો અને તેમના મનમાં પરમાર મનીષી પ્રતિ એટલું બધું સન્માન હતું કે તેના પતનનું વર્ણન કરવામાં તે પોતાને અસમર્થ અનુભવતા હતા.
જૈન કાવ્યસાહિત્ય
વિસ્મય તો એ વાતનું છે કે ચાશ્રયનો સૌથી વધુ અનૈતિહાસિક ભાગ એ તો સિદ્ધરાજના રાજ્યકાલનું વર્ણન છે. તેના માલવાવિજય અને તેનાં ધાર્મિક કાર્યો સિવાય એવી કોઈ ઐતિહાસિક ઘટનાનું વર્ણન નથી જેમાં દૈવી ચમત્કારોની વાતો ન હોય. ૧૦માં સર્ગમાં કર્ણે કરેલી દેવીની પૂજા, દેવીનું પ્રગટ થઈ પુત્રપ્રાપ્તિનું વરદાન દેવું, પરિણામે જયસિંહનો પુત્રરૂપે જન્મ વગેરે ચમત્કારિક વાતોનું આગલા ચાર સર્ગોમાં વર્ણન કરવામાં આવ્યું છે. ૧૩મા સર્ગમાં બર્બરકનો પરાજય, ૧૪મા સર્ગમાં પરમાર યશોવર્મા સાથેનું યુદ્ધ અને ૧૫મા સર્ગમાં જયસિંહને પુત્ર પ્રાપ્ત ન થવો અને કુમારપાલનું ઉત્તરાધિકારી બનવું વગેરે ઘટનાઓ વાસ્તવિક હોવા છતાં પણ અતિમાનવીય તત્ત્વોના વધુ પડતા પુટોને કારણે અયથાર્થ જેવી ભાસે છે. આશ્ચર્ય છે કે હેમચન્દ્રે આ બધું તે સિદ્ધરાજ જયસિંહના વિશે લખ્યું છે જેના દરબારમાં તેમણે પોતાના જીવનનાં ઉત્તમ વર્ષો વીતાવ્યાં હતાં અને કીર્તિ પ્રાપ્ત કરી હતી, એ માનવું બરાબર નથી કે તેમણે ઈતિહાસ લખવા ધાર્યો હતો. વધુ સંભવ તો એ છે કે વ્યાકરણના નિયમોનાં ઉદાહરણોએ તેમ કરવાને બદલે તેમને દૈવતકથા (Myth) લખવા બાધ્ય કર્યા હતા. તેમ છતાં આ મર્યાદાઓની અંદર ધ્યાશ્રયકાવ્યમાં હેમચન્દ્રે કામચલાઉ રીતે એક સારો ઈતિહાસ રજૂ કર્યો છે અને એ સ્પષ્ટ છે કે હેમચન્દ્રે વિષયોની પસંદગી અને ત્યાગ વિચારપૂર્વક કર્યાં છે.
દ્રાશ્રયકાવ્યને હલાયુધના કવિરહસ્ય જેવી અન્ય કૃતિઓથી ભિન્ન જ માનવું જોઈએ. કવિરહસ્યમાં ધાતુરૂપોનું છંદોમય નિદર્શન અને સાથે સાથે જ રાષ્ટ્રકૂટ રાજા કૃષ્ણ તૃતીયનું ગુણવર્ણન પ્રસ્તુત છે પરંતુ તેમાં શાસક રાજાની કોઈ ઐતિહાસિક ઘટનાઓનું વર્ણન નથી. તેથી ઊલટું ચાશ્રયકાવ્યમાં નિશ્ચિતપણે અનેક ઐતિહાસિક ઘટનાઓનું વિવરણ મળે છે.
ઊઁચાશ્રયકાવ્યની તુલના પક્ષપાત કર્યા વિના ઈતિહાસ તરીકે કલ્હણની રાજતરંગિણી સાથે આપણે કરી શકીએ. ઈતિહાસના રૂપમાં તે બિલ્હણના વિક્રમાંકદેવચરિતની સમકક્ષ પણ ગણાય.
દયાશ્રયકાવ્ય વર્તમાન અર્થમાં સમજવામાં આવતો ઈતિહાસ ભલે ન હોય પરંતુ પોતાની મર્યાદાની અંદર અનેક મહત્ત્વપૂર્ણ માહિતી આપી આધુનિક વૈજ્ઞાનિક ઈતિહાસલેખકના શ્રદ્ધાનું પાત્ર તે બની શક્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org